AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST: 18 જુલાઈથી પેકેજ્ડ દહીં, લસ્સી, પનીર સહિતની વસ્તુઓ થશે મોંઘી; વધી જશે ટેક્સ, જુઓ સંપૂર્ણ યાદી

પ્રીપેક્ડ અન્બ્રાન્ડેડ દહીં, લસ્સી, છાશ, ખાવા-પીવાની ચીજો, અનાજ વગેરેને GST હેઠળ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચાલો આપણે વિગતે જાણીએ કે GSTમાં ફેરફાર બાદ 18 જૂલાઈથી કઈ વસ્તુઓ સસ્તી અને મોંઘી થશે.

GST: 18 જુલાઈથી પેકેજ્ડ દહીં, લસ્સી, પનીર સહિતની વસ્તુઓ થશે મોંઘી; વધી જશે ટેક્સ, જુઓ સંપૂર્ણ યાદી
GST Update
Mina Pandya
| Edited By: | Updated on: Jul 12, 2022 | 12:31 PM
Share

18 જૂલાઈથી કેટલીક સેવાઓ વસ્તુઓ મોંઘી થઈ જશે. GSTમાં કરાયેલા ફેરફાર બાદ કેટલીક વસ્તુઓ પર GST રેટ્સ (GST Rates) વધારવામાં આવશે.. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GSTકાઉન્સિલ (GST Council)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. કાઉન્સિલે બેંક ચેકબુક (Cheque Book) અથવા લીફ ચેક પર GST વસૂલવાનો નિર્ણય લીધો હતો. આ સાથે મેપ, એટલાસ અને ગ્લોબ પર 12 ટકા  GST લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ સિવાય પ્રી-પેક્ડ અનબ્રાન્ડેડ દહીં, લસ્સી, છાશ, ખાદ્યપદાર્થો, અનાજ વગેરેને GSTના હેઠળ લાવવાનો નિર્ણય કરવામાં લેવામાં આવ્યો હતો. ચાલો આપણે વિગતે જાણીએ કે GSTમાં ફેરફાર બાદ 18 જુલાઈથી કઈ વસ્તુઓ સસ્તી અને મોંઘી થશે.

આ વસ્તુઓ થશે મોંઘી

  1. પેક્ડ દહીં, લસ્સી, પનીર, માંસ, માછલી પર લાગશે 5 % GST
  2. બેંક દ્વારા અપાતી ચેકબુક થશે મોંધી
  3. ચેકબુક ફીમાં 18% GST વસુલાશે
  4. હોટેલ રૂમ પર 12% GST લાગશે
  5. હોસ્પિટલમાં રૂમ ભાડામાં થશે વધારો
  6. 5000થી વધુના રૂમ ભાડા પર 5% GST વસુલાશે
  7. LED લાઇટ્સ, લેમ્પ્સ થશે મોંઘા
  8. LED લાઇટ્સ પર GST 12% થી વધારી 18% થશે
  9. ચપ્પુ, બ્લેડ, શાર્પનર પર વસુલાશે 18% GST
  10. પંપ અને મશીન, સાયકલના પંપ પર 18% GST વસુલાશે

પેકેજ્ડ ફૂડ:

પ્રી-પેકેજ અને લેબલવાળા માંસ, માછલી, દહીં, લસ્સી, પનીર, મધ, ઘઉંને હવે GSTમાંથી મુક્તિ આપવામાં આવશે નહીં અને આ વસ્તુઓ પર હવે 5 ટકાના દરે GST લાગશે. જો કે, પેકિંગ વગરના, લેબલ વગરના અને બ્રાન્ડ સિવાયની ચીજોને GSTમાં છૂટ આપવામાં આવી છે.

બેંક તરફથી મળતી ચેકબુક પર GST:

હવે બેંક ચેક અથવા ચેકબુક પર વસુલાતી ફીમાં 18 ટકાના દરે GST વસૂલશે. એટલે હવે ચેકબુક પણ મોંધી થવા જઈ રહી છે.

હોટેલ રૂમ:

GST કાઉન્સિલે નિર્ણય કર્યો છે કે 1000 રૂપિયા પર ડે ચાર્જના હોટેલ રૂમ પણ 12 ટકાના GST સ્લેબ હેઠળ આવશે. હાલમાં આના પર ટેક્સમાં છૂટ છે.

હોસ્પિટલ બેડઃ

રૂમનું ભાડું (ICU સિવાય) જે રૂ. 5000 પ્રતિ દિવસથી વધુ હોય તેના પર 5 ટકાના દરે ટેક્સ લાગશે.

LED લાઇટ્સ, લેમ્પ્સ:

LED લાઇટ્સ, લેમ્પ્સની કિંમતો વધવા જઇ રહી છે. આ બાબતો પર GST કાઉન્સિલે રેટ 12 ટકાથી વધારીને 18 ટકા કરવાનો નિર્ણય લીધો છે.

ચપ્પુ:

કટિંગ બ્લેડ, કાગળની છરી, પેન્સિલ શાર્પનર વગેરેને 18 ટકાના GST સ્લેબ હેઠળ રાખવામાં આવ્યા છે. અગાઉ તેના પર 12 ટકાના દરે ટેક્સ લાગતો હતો.

પંપ અને મશીનઃ

પાણી માટેના પંપ અને સાયકલ પંપ પરનો GST 12 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યો છે. સફાઈ માટે વપરાતા મશીનો, પવનચક્કી વગેરે માટે પણ 12 ટકાને બદલે 18 ટકાના દરે જીએસટી લાગશે.

આ વસ્તુઓ સસ્તી થશે

ઓર્થોપેડિક ઉપકરણો:

ફ્રેક્ચર માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી, શરીરના અંગોના આર્ટિફિશિયલ પાર્ટ્સ, તેમજ અન્ય સામગ્રી જેને પહેરવામાં અને સાથે રાખવામાં આવે છે, અથવા શરીર પર કોઈ અંગના બદલે ફીટ કરવામાં આવે છે તે તમામ ચીજો.

સંરક્ષણને લગતી વસ્તુઓ:

સંરક્ષણ ક્ષેત્રને લગતી કેટલીક વસ્તુઓ પર ખાનગી વેચાણકર્તાઓ દ્વારા વસૂલવામાં આવતા IGST પર મુક્તિ આપવામાં આવી છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">