AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Council: પેન્સિલ શાર્પનર ખરીદવું સસ્તું થશે, રાજ્યોને GSTની સંપૂર્ણ રકમ મળશે

GST Council : GST કાઉન્સિલની બેઠક ચાલી રહી છે અને આ બેઠક બાદ નાણામંત્રી પ્રેસ કોન્ફરન્સ કરે તેવી અપેક્ષા છે. આ બેઠકમાં પાન મસાલા અને શાર્પનર પરના ટેક્સમાં ફેરફાર થઈ શકે છે.

GST Council: પેન્સિલ શાર્પનર ખરીદવું સસ્તું થશે, રાજ્યોને GSTની સંપૂર્ણ રકમ મળશે
GST
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2023 | 6:22 PM
Share

GST કાઉન્સિલની બેઠક ચાલુ છે, પાન મસાલા અને પેન્સિલ શાર્પનર પર ટેક્સ રેટમાં ફેરફારની શક્યતા છે. જેમાં એપેલેટ ટ્રિબ્યુનલની રચના કરવા અને પાન મસાલા અને ગુટખાના ધંધામાં કરચોરી અટકાવવા વ્યવસ્થા કરવા અંગે ચર્ચા થવાની શક્યતા છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ GST કાઉન્સિલની 49મી બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. તેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણા મંત્રીઓ પણ ભાગ લઈ રહ્યા છે.

એજન્ડામાં કયા મુદ્દા સામેલ છે

સૂત્રોએ જણાવ્યું હતું કે 17 ડિસેમ્બર, 2022 ના રોજ કાઉન્સિલની અગાઉની બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા થઈ શકી ન હતી, તે પણ શનિવારની બેઠકના ટોચના એજન્ડામાં સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાન મસાલા અને ગુટખા ઉદ્યોગમાં કરચોરીને રોકવા માટે ઓડિશાના નાણા પ્રધાન નિરંજન પૂજારીની અધ્યક્ષતામાં ગઠિત ગૃપ ઑફ મિનિસ્ટર્સ (GoM)ના અહેવાલ પર પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

GSTAT પર GoMની સલાહ

હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલાની અધ્યક્ષતામાં ગયા વર્ષે જુલાઈમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ્સ (GSTAT) પર પ્રધાનોના જૂથની રચના કરવામાં આવી હતી. આ જીઓએમએ સલાહ આપી છે કે ટ્રિબ્યુનલનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા કરવામાં આવે, જેમાં કેન્દ્ર અને રાજ્યોના બે ન્યાયિક સભ્યો અને ટેકનિકલ વિભાગમાંથી એક સભ્ય હોવો જોઈએ.

જીટીઆરઆઈએ આ માગ રાખી હતી

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) એ GST મુક્તિ મર્યાદા વધારવા માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ સમક્ષ માંગણી કરી છે. આ સાથે, રાજ્યવાર નોંધણીની જરૂરિયાતને દૂર કરવાની માગ કરવામાં આવી છે. હાલમાં, GST નેટવર્કમાં 1.4 કરોડ નોંધાયેલા કરદાતાઓ છે, જે તેને પરોક્ષ કર માટેનું સૌથી મોટું વૈશ્વિક પ્લેટફોર્મ બનાવે છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">