AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PNB ને મળી મોટી સફળતા! ED ભાગેડુ નીરવ મોદીની જપ્ત સંપત્તિ પંજાબ નેશનલ બેંકને સુપરત કરશે

મુંબઈની એક વિશેષ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જપ્ત કરવામાં આવેલી નીરવ મોદીની 440 કરોડની સંપત્તિ PNB ને પરત સોંપવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સી(Mehul Choksi) પર જાહેર ક્ષેત્રની બેન્ક PNB પાસેથી છેતરપિંડી કરીને ક્રેડિટ સુવિધા મેળવી 14,000 કરોડનું કૌભાંડ કરવાનો આરોપ છે.

PNB ને મળી મોટી સફળતા! ED ભાગેડુ નીરવ મોદીની જપ્ત સંપત્તિ પંજાબ નેશનલ બેંકને સુપરત કરશે
Nirav Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 7:37 AM
Share

પંજાબ નેશનલ બેંક(Punja National Bank) સાથે 14,000 કરોડ રૂપિયાના કૌભાંડ(PNB Scam)ના મુખ્ય આરોપી ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી(Nirav Modi) મામલે મોટી સફળતા મળી છે. મુંબઈની એક વિશેષ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જપ્ત કરવામાં આવેલી નીરવ મોદીની 440 કરોડની સંપત્તિ PNB ને પરત સોંપવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સી(Mehul Choksi) પર જાહેર ક્ષેત્રની બેન્ક PNB પાસેથી છેતરપિંડી કરીને ક્રેડિટ સુવિધા મેળવી 14,000 કરોડનું કૌભાંડ કરવાનો આરોપ છે.

PNB એ સંપત્તિ માટે અરજીઓ કરી છે PNBએ જુલાઈ 2021 માં નીરવ મોદીની બે કંપનીઓ ફાયરસ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ (FDIPL) અને ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ (FIL) ને ધિરાણ સુવિધા પૂરી પાડવા બેન્ક પાસે ગીરો મુકાયેલી મિલકતો મેળવવા માટે ઘણી અરજીઓ દાખલ કરી હતી. બેંકે વ્યક્તિગત વાદી તેમજ પીએનબી કન્સોર્ટિયમની અગ્રણી બેંક અને યુબીઆઈ કન્સોર્ટિયમના અધિકૃત પ્રતિનિધિને અરજી કરી હતી. કોર્ટે 108.3 કરોડની FIL અને 331.6 કરોડની FDIPL સહિત અસ્કયામતો ટ્રાન્સફર સોંપવાની બે અરજીઓ સ્વીકારી હતી.

PNB એ ED ની જપ્તીની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો મની લોન્ડરિંગ કોર્ટના વિશેષ ન્યાયાધીશ વી.સી.બારડેએ જણાવ્યું હતું કે અરજદાર એટલે કે બેંકને નુકસાનને ડેટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT) દ્વારા સ્વીકારવામાં આવ્યું છે જેણે તેની તરફેણમાં ચુકાદો આપ્યો છે. તપાસ દરમિયાન ED એ નીરવ મોદીની ઘણી સંપત્તિઓ જપ્ત કરી હતી જે તેમણે પરિવારના સભ્યો અને બંને કંપનીઓ દ્વારા મેળવી હતી. ડિસેમ્બર 2019 માં નીરવ મોદીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કર્યા બાદ ઘણી મિલકતો જપ્ત કરવામાં આવી હતી. બેંકો અને ધિરાણ આપતી બેંકોના જૂથે આ સંપત્તિઓને જપ્ત કરવાનો વિરોધ કર્યો હતો. બેંકે કહ્યું કે નીરવ મોદી અને ચૌકાસીએ કરાર મેળવવા માટે આ મિલકતો તેમની પાસે ગીરો રાખી હતી. કોર્ટે પીએનબીને લેખિતમાં આપવા જણાવ્યું છે કે જો તેમને ભવિષ્યમાં મિલકત અથવા તેની કિંમત પરત કરવાની સૂચના આપવામાં આવે તો તેઓ તેને પરત કરશે.

નીરવ મોદી પર શું આરોપ છે ? નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સીએ મળીને પંજાબ નેશનલ બેંકને 11 હજાર કરોડથી વધુની છેતરપિંડી કરી છે. બેંકના ઘણા અધિકારીઓ પણ આ કામમાં સંડોવાયેલા છે. છેતરપિંડીનું આ કારસ્તાન કાયદેસરના લેટરપેડ દ્વારા કરવામાં આવ્યું હતું. જે મામલે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા બેંક કૌભાંડ અને મની લોન્ડરિંગ હેઠળના બે કેસ નોંધાયા હતા. 2018 માં, ઇન્ટરપોલ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ફટકારી હતી. નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં છે.

આ પણ વાંચો :   દેવાદાર ટેલિકોમ કંપની વોડાફોને કરોડોની બાકી લાઇસન્સ ફી ચૂકવવાનો દાવો કર્યો, કેવું રહેશે કંપનીનું ભવિષ્ય ?

આ પણ વાંચો :  ગુજરાતમાં તૈયાર થઇ રહેલું ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શું છે ? જાણો તેની વિશેષતાઓ

જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
g clip-path="url(#clip0_868_265)">