AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગ્રાસિમ અને લુબ્રિઝોલ વિલાયત જીઆઇડીસીમાં CPVC Resin Plantની સ્થાપના કરશે, કોરોના મહામારીના કારણે પ્રોજેક્ટ વિલંબમાં મુકાયો હતો

આદિત્ય બિરલા ગ્રૂપ(Aditya Birla Group)ની ફ્લેગશિપ કંપની અને ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(Grasim Industries Limited) આ વર્ષના અંતમાં વિલાયત જીઆઇડીસી(Vilayat Gidc) સ્થિત તેના યુનિટ ખાતે લુબ્રિઝોલ ઇન્ડિયા લિમિટેડ સાથે ક્લોરિનેટેડ પોલિવિનાઇલ ક્લોરાઇડ (CPVC) રેઝિન-મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પર કામ શરૂ કરશે

ગ્રાસિમ અને લુબ્રિઝોલ વિલાયત જીઆઇડીસીમાં CPVC Resin Plantની સ્થાપના કરશે, કોરોના મહામારીના કારણે પ્રોજેક્ટ વિલંબમાં મુકાયો હતો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 1:45 PM
Share

આદિત્ય બિરલા ગ્રૂપ(Aditya Birla Group)ની ફ્લેગશિપ કંપની અને ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(Grasim Industries Limited) આ વર્ષના અંતમાં વિલાયત જીઆઇડીસી(Vilayat Gidc) સ્થિત તેના યુનિટ ખાતે લુબ્રિઝોલ ઇન્ડિયા લિમિટેડ સાથે ક્લોરિનેટેડ પોલિવિનાઇલ ક્લોરાઇડ (CPVC) રેઝિન-મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પર કામ શરૂ કરશે આદિત્ય બિરલા ગ્રૂપની ફ્લેગશિપ કંપનીએ 19 જૂને આ માહિતી આપી હતી.CPVC એ ઘણા ઉદ્યોગો માટે આવશ્યક થર્મોપ્લાસ્ટિક છે કારણ કે તેનો ઉપયોગ પાણીની પાઈપો અને ઔદ્યોગિક લિક્વિડ હેન્ડલિંગમાં થાય છે.

ગુજરાતમાં ઉત્પાદન કરાશે

આ પ્લાન્ટ ગુજરાતના વિલાયતમાં સ્થાપવામાં આવી રહ્યો છે જેની ઉત્પાદન ક્ષમતા લગભગ 1,00,000 મેટ્રિક ટન છે તેમ કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. પ્રોજેક્ટ અમલીકરણ યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં વિગતો શેર કરવામાં આવશે તેમ કંપનીએ ઉમેર્યું હતું.

30 ઑક્ટોબર 2020 ના રોજ બંને કંપનીઓએ પ્લાન્ટ વિશે જાહેરાત કરી હતી પરંતુ કોરોનાવાયરસ મહામારી ફાટી નકલી હતી જેના કારણે લોકડાઉન અને સપ્લાય ચેઇનમાં વિક્ષેપ પડ્યો હતો જે માટે  પ્રોજેક્ટનું કામ શરૂ થતું અટકાવ્યું હતું.

આ પણ વાંચો :શું તમને સુમન મહાજન, સુસ્મિતા નાગ અને તુષાર કાંતિ મંડલ તરફથી શેરબજારમાં રાતોરાત કરોડપતિ બનાવવાની ઓફર મળી છે? વાંચો NSE ની આ ચેતવણી

કંપનીએ ચોથા ક્વાર્ટરમાં રૂપિયા 93.5 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો

ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે FY23 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 93.5 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે એક વર્ષ અગાઉના ગાળામાં રૂ. 814 કરોડથી વાર્ષિક ધોરણે 88.5 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવે છે. ચોખ્ખો નફો પણ અગ્રણી મીડિયા રિપોર્ટના રૂ. 329 કરોડના અંદાજ કરતાં નોંધપાત્ર રીતે ઓછો હતો.

ગ્રાસિમે જણાવ્યું હતું કે, “ક્વાર્ટર માટે સ્ટેન્ડઅલોન PAT ગયા વર્ષના Q4 ના એલિવેટેડ સ્તરની તુલનામાં રસાયણોના વ્યવસાયમાં અનુભૂતિમાં નરમાઈ અને VSF (વિસ્કોસ સ્ટેપલ ફાઇબર) વ્યવસાયમાં વૈશ્વિક નબળાઈને કારણે અસર થઈ હતી,” ગ્રાસિમે જણાવ્યું હતું.

શેરબજારમાં કારોબાર

આજે કંપનીનો શેર બપોરે 1.30 વાગે લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યો છે. આજે 19 જૂનના રોજ શેર  1,781.25 ઉપર ખુલ્યો હતો જેનું ઉપલું બપોરે 1.30 વાગે ઉપલું  સ્તર 1,793.00 અને નીચલી સપાટી 1,761.60 હતી. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 1,839.30 જયારે આ સમયની નીચલી સપાટી 1,285.10 છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
g clip-path="url(#clip0_868_265)">