AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditya Birla Groupની જ્વેલરી માર્કેટમાં એન્ટ્રી, ટાઇટન અને કલ્યાણ જ્વેલર્સને ટક્કર આપશે

કપડા અને ફૂટવેર વેચ્યા બાદ હવે આદિત્ય બિરલા ગ્રુપ(Aditya Birla Group) જ્વેલરી બિઝનેસમાં પ્રવેશની તૈયારી કરી રહ્યું છે. જે અંતર્ગત ગ્રુપે  રૂપિયા 5000 કરોડની યોજનાનું આયોજન કર્યું છે. આ આયોજન સાથે ગ્રુપ ટાટા ગ્રુપ(TATA Group)ના ટાઇટન અને કલ્યાણ જ્વેલર્સને ટક્કર આપશે.

Aditya Birla Groupની જ્વેલરી માર્કેટમાં એન્ટ્રી, ટાઇટન અને કલ્યાણ જ્વેલર્સને ટક્કર આપશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2023 | 6:38 AM
Share

કપડા અને ફૂટવેર વેચ્યા બાદ હવે આદિત્ય બિરલા ગ્રુપ(Aditya Birla Group) જ્વેલરી બિઝનેસમાં પ્રવેશની તૈયારી કરી રહ્યું છે. જે અંતર્ગત ગ્રુપે  રૂપિયા 5000 કરોડની યોજનાનું આયોજન કર્યું છે. આ આયોજન સાથે ગ્રુપ ટાટા ગ્રુપ(TATA Group)ના ટાઇટન અને કલ્યાણ જ્વેલર્સને ટક્કર આપશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ગ્રુપ બ્રાન્ડેડ જ્વેલરી માર્કેટમાં પ્રવેશ કરી રહ્યું છે. ગ્રુપના નિવેદન અનુસાર નવા સાહસનું નામ “નોવેલ જ્વેલ્સ લિમિટેડ” (NOVEL JEWELS LIMITED)હશે જે સમગ્ર ભારતમાં જ્વેલરી સ્ટોર્સ ખોલશે. આ પ્રોજેક્ટમાં ઇન-હાઉસ બ્રાન્ડની જ્વેલરી હશે. પેઇન્ટ્સ અને બિલ્ડિંગ મટિરિયલ્સ માટે B2B ઇ-કોમર્સ પછી છેલ્લા બે વર્ષમાં જૂથનું આ ત્રીજું મોટું સાહસ છે. આ ઉપરાંત જૂથ આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડ હેઠળ એક મોટો ફેશન રિટેલ બિઝનેસ પણ ચલાવી રહ્યું છે જે ગાર્મેન્ટ્સ, એસેસરીઝ અને ફૂટવેરનું વેચાણ કરે છે.

આ પણ વાંચો : ભારત સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ હબ બનવા જઈ રહ્યું છે, Iphone બાદ હવે વધુ એક કંપનીના Smartphone ઉપર Make in Indiaનો માર્ક જોવા મળશે

2025 સુધીમાં 90 બિલિયન ડોલરનું માર્કેટ હશે

ગ્રુપે જણાવ્યું હતું કે બ્રાન્ડેડ જ્વેલરી રિટેલ સાહસ માટે સમગ્ર સ્ટાફની નવી ભરતી કરવામાં આવી છે. ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટનો દેશની જીડીપીમાં લગભગ 7 ટકા હિસ્સો છે. ભારતનું જ્વેલરી માર્કેટ 2025 સુધીમાં વધીને $90 બિલિયન થવાની ધારણા છે. ભારત વૈશ્વિક સ્તરે સોનાના ઝવેરાત માટેના સૌથી મોટા બજારોમાંનું એક છે. આ સાથે ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે અને સોનામાંથી બનેલી જ્વેલરીની નિકાસ પણ કરે છે.

ઘણા સેક્ટરમાં બિઝનેસ ફેલાયેલો છે

કંપનીના જણાવ્યા અનુસાર આ બજારની ઝડપી વૃદ્ધિ સાથે, અનૌપચારિક ક્ષેત્રથી ઔપચારિક ક્ષેત્રમાં સંક્રમણ થઈ રહ્યું છે. સમૂહ આ બજારમાં યોગ્ય સમયે પ્રવેશ કરી રહ્યું છે. જે ભારતીય ઉપભોક્તાઓને શ્રેષ્ઠ ડિઝાઇન સાથેની જ્વેલરી આપવા માટે તૈયાર છે. આદિત્ય બિરલા ગ્રૂપનો બિઝનેસ મેટલ, પલ્પ એન્ડ ફાઇબર, સિમેન્ટ, કેમિકલ, ટેક્સટાઇલ, કાર્બન બ્લેક, ફાઇનાન્સિયલ સર્વિસિસ, ફેશન રિટેલ, રિન્યુએબલ એનર્જી અને ટ્રેડિંગ જેવા અનેક ક્ષેત્રોમાં ફેલાયેલો છે.

આ પણ વાંચો : Urban and Rural Spending: આંકડા જોઈને તમે ચોંકી જશો… કપડા, તેલથી લઈને આરોગ્ય સુધી ગામડાના લોકો શહેરો કરતા વધુ ખર્ચ કરે છે

Follow Us
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
25 વર્ષ જૂની મુલાકાત પણ ન ભૂલ્યા PM મોદી, ઉદ્યોગપતિએ સંભળાવ્યો કિસ્સો
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
PM મોદીની પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી શક્ય બન્યું GST લાગુ કરવું-Video
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
આજનું રાશિફળ : નવા અવસર અને સફળતા કોને મળશે?
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
g clip-path="url(#clip0_868_265)">