AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વેચાવા જઈ રહી છે આ સરકારી બેંક, ખરીદદારો પણ છે તૈયાર, જાણો વિગતો

આ બેંકના વિનિવેશની પ્રક્રિયા હવે બીજા તબક્કામાં પહોંચશે. જેમાં સંભવિત બોલીઓ લગાવનારા પુછપરછનું કામ પૂર્ણ કરશે. સરકારની સાથે LIC પણ IDBI બેંકમાં તેનો કુલ 60.72 ટકા હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે.

વેચાવા જઈ રહી છે આ સરકારી બેંક, ખરીદદારો પણ છે તૈયાર, જાણો વિગતો
Symbolic Image Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2023 | 11:07 AM
Share

સરકારે IDBI બેંકમાં લગભગ 61 ટકા ભાગ વેચાણ માટે મુક્યો છે. ડિસઇન્વેસ્ટમેન્ટ કાર્યવાહી પર નજર રાખી રહેલા ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ના વિભાગના સચિવ તુહિન કાંત પાંડેએ શનિવારે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, આઈડીબીઆઈ બેંકમાં સરકાર અને એલઆઈસીના ભાગને ડિસઇન્વેસ્ટમેન્ટ માટે અનેક ખરીદનારાઓના પત્ર મળ્યા છે.

LIC પણ પોતાનો ભાગ વેચવાની તૈયારીમાં

આ સાથે આ બેંકના વિનિવેશની પ્રક્રિયા હવે બીજા તબક્કામાં પહોંચી જશે. જેમાં સંભવિત બોલી લગાવનાર નાણાકીય બોલી લગાવતા પહેલા પુછપરછનું કાર્ય પૂર્ણ કરશે. સરકારની સાથે LIC પણ IDBI બેંકમાં તેનો કુલ 60.72 ટકા ભાગ વેચવાની તૈયારી કરી રહી છે. આ માટે ગયા ઓક્ટોબરમાં સંભવિત ખરીદદારો પાસેથી બોલીઓ મંગાવવામાં આવી હતી.

સરકાર અને LICનો બેંકમાં 94.71 ટકા ભાગ

બોલી લગાવવાની અંતિમ તારીખ 16 ડિસેમ્બર હતી, જે પાછળથી વધારીને 7 જાન્યુઆરી કરવામાં આવી હતી. હાલમાં, સરકાર અને LIC બંને મળીને આ બેંકમાં 94.71 ટકા ભાગ ધરાવે છે. તેમાંથી, 60.72 ટકા હિસ્સાનું વેચાણ પૂર્ણ થયા બાદ, બોલી લગાવનારા શેરધારકો પાસેથી 5.28 ટકા ભાગ ખરીદવાની ઓપન ઓફર કરશે.

IDBI બેંકના શેરની કિંમત 58.90 રૂપિયા

પહેલા ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) એ કહ્યું હતું કે, સંભવિત ખરીદદારોની લઘુત્તમ નેટવર્થ રૂ. 22,500 કરોડ હોવી જોઈએ. આ ઉપરાંત, બોલી લગાવનાર પણ છેલ્લા ત્રણ વર્ષમાં ચોખ્ખા નફાની સ્થિતિમાં હોવો જોઈએ. 6 જાન્યુઆરી, 2023 ના રોજ, NSE પર IDBI બેંકના શેરની કિંમત 58.90 રૂપિયા હતી. જ્યારે બેંકની 52 અઠવાડિયાની ઊંચી કિંમત 61 રૂપિયા છે અને તેની 52 અઠવાડિયાની નીચી કિંમત 30.50 રૂપિયા છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">