Google એ ચીનને કહ્યું અલવિદા : હવે ભારતમાં Pixel ફોન બનાવશે, ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરાઈ

ચીનમાં 61 વર્ષમાં સૌથી ખરાબ ગરમી અને દુષ્કાળને કારણે વીજળી સંકટ સર્જાયું છે. અનેક શહેરો અંધકારમાં ડૂબી ગયા છે. વીજળીની અછતને દૂર કરવા માટે ચીનમાં માત્ર 5 કલાક માટે શોપિંગ મોલ ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે.

Google એ ચીનને કહ્યું અલવિદા : હવે ભારતમાં Pixel ફોન બનાવશે, ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરાઈ
Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 8:30 AM

ચીનમાં કોવિડ-19 (Covid-19) અને અન્ય કેટલાક કારણોસર થયેલા લોકડાઉન(Lockdown)ને કારણે હવે ગૂગલે(Google) તેની કેટલીક કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ ચીન(China)ની બહાર બનાવવાનું મન બનાવી લીધું છે. આ બાબતે ગૂગલે તેના Pixel ફોનના નિર્માણ માટે ભારતને પસંદ કર્યું છે. કંપનીએ ભારતમાં Google Pixel ફોનનું ઉત્પાદન કરવા માટે ભારતીય ઉત્પાદકો પાસેથી ટેન્ડરો આમંત્રિત કર્યા છે. સૂત્રોનું કહેવું છે કે ગૂગલ ભારતમાં કુલ ઉત્પાદનના 10 થી 20 ટકા ઉત્પાદન કરવા માંગે છે. તાજેતરના વર્ષોમાં ગૂગલ ફક્ત ચીનમાં જ આ ફોનનું ઉત્પાદન કરી રહ્યું છે.

ધ ઈન્ફોર્મેશનના એક રિપોર્ટ અનુસાર ચીનમાં લોકડાઉન અને તાઈવાનના મુદ્દે અમેરિકા સાથેના સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં ડર છે. લોકડાઉનને કારણે ગૂગલ સહિત અનેક વૈશ્વિક કંપનીઓને ચીનમાં તેમના ઉત્પાદન પ્લાન્ટ ચાલુ રાખવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આના કારણે ઉત્પાદકોનું ઉત્પાદન ઠપ થઈ ગયું છે અને સપ્લાય ચેઈન ઠપ્પ થઈ ગઈ છે. આ જ કારણ છે કે હવે ગૂગલે ભારતમાં 5 લાખથી 10 લાખ પિક્સલ ફોન બનાવવાનું નક્કી કર્યું છે.

વીજળી સંકટ અને લોકડાઉનને કારણે સ્થિતિ વધુ વણસી છે

ચીનમાં આ સિઝનમાં આકરી ગરમી પડી રહી છે જેના કારણે દેશની ઘણી નદીઓ સુકાઈ ગઈ છે. પાણીના અભાવે વીજ ઉત્પાદન પર અસર પડી હતી અને વીજળીની ભારે અછત સર્જાઈ હતી. સરકારે પાવર કાપ લાદવો પડ્યો અને ફેક્ટરીઓને ઉત્પાદન બંધ કરવાનો આદેશ આપ્યો હતો. મોટા પાવર કટના કારણે ચીનમાં કેટલાક વૈશ્વિક ઉત્પાદકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. તેમાં Apple Inc., Toyota Motor Corporation, Volkswagen અને Google જેવી દિગ્ગજ કંપનીઓનો સમાવેશ થાય છે. ચીનની ઝીરો કોવિડ પોલિસી પણ આ કંપનીઓ માટે મુશ્કેલી બની ગઈ છે. કડક લોકડાઉનના કારણે ઘણા વિસ્તારોમાં કંપનીઓના પ્લાન્ટ બંધ થઈ ગયા હતા.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

ચીનમાં આ દિવસોમાં તણાવનું વાતાવરણ છે. બેંકો લોકોને પોતાના પૈસા આપી રહી નથી અને લોકો પણ આ મામલે રસ્તા પર ઉતરી આવ્યા છે. બીજી તરફ અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત  બાદ અમેરિકા અને ચીન વચ્ચે તણાવનું વાતાવરણ વધ્યુ છે.

ઘણી કંપનીઓના પ્લાન્ટ ઠપ્પ થયા

ચીનમાં 61 વર્ષમાં સૌથી ખરાબ ગરમી અને દુષ્કાળને કારણે વીજળી સંકટ સર્જાયું છે. અનેક શહેરો અંધકારમાં ડૂબી ગયા છે. વીજળીની અછતને દૂર કરવા માટે ચીનમાં માત્ર 5 કલાક માટે શોપિંગ મોલ ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે. શાંઘાઈના પ્રસિદ્ધ સ્કાયલાઈન બંધમાં બે રાત સુધી લાઈટો ચાલુ રહેશે નહીં. ફોક્સવેગન, એપલ અને ટોયોટા જેવી કંપનીઓના પ્લાન્ટમાં કામ અટકી ગયું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">