કર્મચારીઓ માટે સારા સમાચાર ! નિવૃત્તિની ઉંમર અને પેન્શનની રકમ વધવાના મળી રહ્યા છે સંકેત, જાણો શું છે સરકારની યોજના

રિપોર્ટ અનુસાર આ સૂચન હેઠળ કર્મચારીઓને ઓછામાં ઓછા રૂ 2000 પ્રતિ માસ પેંશન મળવું જોઈએ .ઉલ્લેખનીય છે કે આર્થિક સલાહકાર સમિતિએ દેશમાં વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે વધુ સારી વ્યવસ્થાની ભલામણ કરી છે.

કર્મચારીઓ માટે સારા સમાચાર ! નિવૃત્તિની ઉંમર અને પેન્શનની રકમ વધવાના મળી રહ્યા છે સંકેત, જાણો શું છે સરકારની યોજના
File Image of Office
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 9:57 AM

કર્મચારીઓ માટે ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિ દ્વારા એક સૂચન બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં લોકોની કામ કરવાની ઉંમર વધારવી જોઈએ. બીજી તરફ પીએમની આર્થિક સલાહકાર સમિતિએ કહ્યું છે કે દેશમાં નિવૃત્તિની વય વધારવાની સાથે એક સાર્વત્રિક પેન્શન સિસ્ટમ પણ લાવવી જોઈએ.

વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા રિપોર્ટ અનુસાર આ સૂચન હેઠળ કર્મચારીઓને ઓછામાં ઓછા રૂ 2000 પ્રતિ માસ પેંશન મળવું જોઈએ .ઉલ્લેખનીય છે કે આર્થિક સલાહકાર સમિતિએ દેશમાં વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે વધુ સારી વ્યવસ્થાની ભલામણ કરી છે.

કૌશલ્ય વિકાસ જરૂરી આ અહેવાલ મુજબ જો કામ કરવાની વય વધારવી હોય તો નિવૃત્તિની ઉંમર વધારવાની તાત્કાલિક જરૂર છે. સામાજિક સુરક્ષા વ્યવસ્થા પર દબાણ ઘટાડવા માટે આ કરી શકાય છે. રિપોર્ટમાં 50 વર્ષથી ઉપરની વ્યક્તિઓ માટે કૌશલ્ય વિકાસનો પણ ઉલ્લેખ છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

સરકારે નીતિ બનાવવી જોઈએ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કૌશલ્ય વિકસાવવા માટે નીતિઓ ઘડવી જોઈએ. આ પ્રયાસમાં અસંગઠિત ક્ષેત્ર, દૂરના વિસ્તારોમાં રહેનારા, શરણાર્થીઓ, સ્થળાંતર કરનારાઓનો પણ સમાવેશ થવો જોઈએ જેમની પાસે તાલીમ મેળવવાનું સાધન નથી પરંતુ ટ્રેન્ડ હોવું જોઈએ.

વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2019 ની રિપોર્ટ નોંધપાત્ર રીતે વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2019 મુજબ વર્ષ 2050 સુધીમાં ભારતમાં લગભગ 32 કરોડ વરિષ્ઠ નાગરિકો હશે. એટલે કે દેશની લગભગ 19.5 ટકા વસ્તી નિવૃત્ત વર્ગમાં જશે. વર્ષ 2019 માં ભારતની વસ્તીના લગભગ 10 ટકા અથવા 14 કરોડ લોકો વરિષ્ઠ નાગરિકોની શ્રેણીમાં છે.

કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA) ફરી એકવાર વધી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બર મહિનામાં એક સારા સમાચાર મળી શકે છે. જે અહેવાલ આવી રહ્યા છે તે મુજબ તેમનો મોંઘવારી ભથ્થું (DA) ફરી એકવાર વધી શકે છે. નોંધનીય છે કે મોંઘવારી ભથ્થામાં પહેલાથી જ 28 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જૂન 2021 માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવાની છે. પરંતુ ગયા વર્ષે કોવિડ -19 રોગચાળાને કારણે, મોંઘવારી ભથ્થાના ત્રણ અર્ધવાર્ષિક હપ્તા જુલાઈ 2021 સુધી રોકવામાં આવ્યા હતા. 14 જુલાઈએ જ DA માં 11 ટકાનો વધારો કરી 28 ટકા સુધી કરવામાં આવ્યો છે જોકે જૂનમાં વધારા અંગેનો નિર્ણય હાલમાં પેન્ડિંગ છે.

સપ્ટેમ્બરમાં વધુ પગાર મળશે જૂન 2021 માટે મોંઘવારી ભથ્થું સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં જાહેર કરી શકાય છે. આ ચૂકવણી પણ સપ્ટેમ્બરના પગાર સાથે કરવામાં આવે તેવી શક્યતા છે. કર્મચારી સંગઠનોનું કહેવું છે કે તેમને દોઢ વર્ષનું એરીયર્સ જોઈતું નથી પરંતુ જો જૂન માટે મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવે અને સપ્ટેમ્બરમાં ચૂકવવામાં આવે તો સરકારે તેમને બે મહિના, જુલાઈ અને ઓગસ્ટ માટે એરીયર્સ આપવું જોઈએ. સરકારે દોઢ વર્ષના એરીયર્સ ચૂકવવાનો ઇનકાર કર્યો છે. આ સ્થિતિમાં જો જૂન 2021 ની જાહેરાત કરવામાં આવે તો મોટી રાહત થશે.

આ પણ વાંચો :  Share Market : શેરબજારમાં તેજીનો દોર યથાવત, SENSEX 56K ને પાર , જાણો કોણ છે આજના TOP GAINER અને TOP LOSER

આપણ વાંચો : LPG Gas Cylinder Price: ડીઝલ 20 પૈસા સસ્તું કરી રાંધણગેસના ભાવમાં 25 રૂપિયાનો વધારો ઝીકાયો, સામાન્ય માણસને લાભ કે નુકશાન ?

g clip-path="url(#clip0_868_265)">