કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર : હવે 42% મોંઘવારી ભથ્થું મળશે, પેંશનરોને પણ વધારાનો લાભ મળશે

મોંઘવારી ભથ્થા માટે ઔપચારિક મંજૂરીની જાહેરાત કરવામાં આવી છે, તેને વધારીને 42% કરવામાં આવશે. કેબિનેટની મંજુરી બાદ નાણા મંત્રાલય તેને ટૂંક સમયમાં જ સૂચિત કરશે. નોટિફિકેશન જારી થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ચૂકવવામાં આવશે. માર્ચના પગારમાં નવું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે તે નિશ્ચિત છે.

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર : હવે 42% મોંઘવારી ભથ્થું મળશે, પેંશનરોને પણ વધારાનો લાભ મળશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 6:27 AM

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવામાં આવ્યો છે. કેબિનેટે તેને મંજૂરી આપી દીધી છે. હવે કેન્દ્રીય કર્મચારીઓને 42%ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. તે માર્ચના પગાર સાથે ચૂકવવામાં આવશે. પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA)માં 4%નો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી હતી. મોંઘવારી ભથ્થાના વધેલા દરો જાન્યુઆરી 2023થી લાગુ થશે. કર્મચારીઓ અને પેન્શનરોને એરિયર્સ મળશે. તેનાથી સરકાર પર દર વર્ષે 12815 કરોડ રૂપિયાનો આર્થિક બોજ પડશે.

CCEAની બેઠકમાં લેવાયો નિર્ણય

શુક્રવારે સાંજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ડીએ વધારાની જાહેરાત કરવામાં આવી હતી. આજે કેબિનેટ કમિટી ઓફ ઈકોનોમિક અફેર્સ (CCEA)ની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવ્યો હતો. મોંઘવારી ભથ્થું હવે વધીને કુલ 42% થઈ ગયું છે.

વધારો જાન્યુઆરી 2023 થી લાગુ પડશે

AICPI-IW ડેટાના આધારે કર્મચારીઓને મોંઘવારી ગણીને ભથ્થું આપવામાં આવે છે. તે દર 6 મહિને સુધારવામાં આવે છે. જાન્યુઆરી માટે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો થયો છે. જાન્યુઆરીથી જ તેનો અમલ કરવામાં આવશે. જાન્યુઆરી પહેલા મોંઘવારી ભથ્થું 38 ટકાના દરે મળતું હતું. માર્ચમાં તેની જાહેરાતને કારણે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના એરિયર્સ પણ આપવામાં આવશે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

માર્ચના પગારમાં લાભ મળશે

મોંઘવારી ભથ્થા માટે ઔપચારિક મંજૂરીની જાહેરાત કરવામાં આવી છે, તેને વધારીને 42% કરવામાં આવશે. કેબિનેટની મંજુરી બાદ નાણા મંત્રાલય તેને ટૂંક સમયમાં જ સૂચિત કરશે. નોટિફિકેશન જારી થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ચૂકવવામાં આવશે. માર્ચના પગારમાં નવું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે તે નિશ્ચિત છે.

બે મહિનાનું DA એરિયર્સ

જ્યારે નાણા મંત્રાલય મોંઘવારી ભથ્થામાં વધારાની સૂચના આપે છે, ત્યારે ચુકવણી શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે તે માર્ચના પગારમાં ચૂકવવામાં આવશે. પરંતુ, 4% ના વધારા સાથે, મોંઘવારી ભથ્થું (DA) જાન્યુઆરી 2023 થી લાગુ ગણવામાં આવશે. આ સ્થિતિમાં કર્મચારીઓને 2 મહિનાનું ડીએ એરિયર મળશે. પે બેન્ડ 3 માં કુલ વધારો દર મહિને 720 રૂપિયા થવાનો છે. એટલે કે તેમને જાન્યુઆરી અને ફેબ્રુઆરી માટે 720X2=1440 રૂપિયાનું એરિયર્સ પણ મળશે. આ વધારો મૂળ પગાર પર હશે.

લેબર બ્યુરો દર મહિને કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની ગણતરી કરે છે. આ માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI-IW)ના આધારે ગણતરી કરવામાં આવે છે. લેબર બ્યુરો એ શ્રમ મંત્રાલયનો ભાગ છે. ગયા વર્ષે જુલાઈ 2022માં 4%નો ડીએ વધારો કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર 4% વધારો કરવામાં આવ્યો છે. 31 જાન્યુઆરી, 2023ના રોજ જાહેર કરાયેલા CPI-IW ડેટા પરથી નક્કી કરવામાં આવ્યું હતું કે મોંઘવારી ભથ્થામાં 4.23%નો વધારો થશે. પરંતુ, તે રાઉન્ડ ફિગરમાં કરવામાં આવે છે, તેથી તે 4% છે.

પેન્શનરોને  પણ ફાયદો મળશે

7મા પગારપંચ હેઠળ સરકારે દેશના લાખો પેન્શનધારકોને ભેટ પણ આપી છે. ડીએ વધારાની સાથે, મોંઘવારી રાહત  પણ 4% વધી છે. એટલે કે પેન્શનરોને પણ 42%ના દરે મોંઘવારી રાહત આપવામાં આવશે. એકંદરે, મોદી સરકારે 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓ અને પેન્શનરોના પૈસામાં વધારો કર્યો છે.

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">