AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today : અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 60565 રૂપિયા સુધી પહોંચ્યો, જાણો નિષ્ણાંતોનું અનુમાન

સોનાની જેમ આજે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સવારે ચાંદીનો ભાવ રૂ. 1,499 વધીને રૂ. 71,340 પ્રતિ કિલોગ્રામ થયો હતો. અગાઉ ચાંદીમાં 70 હજારથી ટ્રેડિંગ શરૂ થયું હતું, પરંતુ ટ્રેડિંગ શરૂ થતાં જ રોકાણકારોએ ખરીદી શરૂ કરી હતી અને ચાંદીના ભાવ તેના અગાઉના બંધ દર કરતાં 2.15 ટકા વધ્યા હતા.

Gold Price Today : અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 60565 રૂપિયા સુધી પહોંચ્યો, જાણો નિષ્ણાંતોનું અનુમાન
Gold Price Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 2:20 PM
Share

Gold Price Today : બજેટ બાદ બુલિયન માર્કેટને પાંખો લાગી છે અને સોના-ચાંદીની જોરદાર ખરીદી થઈ રહી છે. આ કારણે બંને મુખ્ય કીમતી ધાતુઓના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનાની કિંમત 59,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી રહી છે જ્યારે ચાંદીની કિંમત પણ 71,000 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગઈ છે. આજે વૈશ્વિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે  સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 24-કેરેટ સોનાની વાયદાની કિંમત  વધીને રૂ. 58,826 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી. સોનામાં  58,825 પર કારોબાર શરૂ થયો હતો પરંતુ થોડા સમય પછી ભાવમાં થોડી નરમાઈ જોવા મળી હતી. જો કે, તે હજુ પણ અગાઉના બંધ ભાવની સરખામણીમાં 1.29 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.

એક નજર સોનાના લેટેસ્ટ ભાવ  ઉપર
MCX GOLD :   58700.00 748.00 (1.29%)  – બપોરે 12: 50 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 60656
Rajkot 60677
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 59730
Mumbai 58470
Delhi 58610
Kolkata 58470
(Source : goodreturns)

ચાંદીમાં પણ ચમક વધી

સોનાની જેમ આજે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સવારે ચાંદીનો ભાવ રૂ. 1,499 વધીને રૂ. 71,340 પ્રતિ કિલોગ્રામ થયો હતો. અગાઉ ચાંદીમાં 70 હજારથી ટ્રેડિંગ શરૂ થયું હતું, પરંતુ ટ્રેડિંગ શરૂ થતાં જ રોકાણકારોએ ખરીદી શરૂ કરી હતી અને ચાંદીના ભાવ તેના અગાઉના બંધ દર કરતાં 2.15 ટકા વધ્યા હતા.

વૈશ્વિક બજારમાં પણ તેજી

વૈશ્વિક બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. યુએસ સ્પોટ માર્કેટમાં સોનું આગલા બંધ કરતાં 0.16 ટકા વધીને $1,953.47 પ્રતિ ઔંસ થયું હતું. આ જ તર્જ પર, ચાંદીની હાજર કિંમત પણ આજે 2.84 ટકા વધીને 24.280 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.

સોનાનું ભવિષ્ય શું છે?

કોમોડિટી એક્સપર્ટ અને કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયા કહે છે કે આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. સોનું પહેલેથી જ ખરીદદારોની પ્રથમ પસંદગી બની ગયું છે. લગ્નસરાની સિઝનના કારણે માંગ પણ વધી છે અને તેની ખરીદી પણ થોડા સમય માટે જોવા મળશે. એવું લાગી રહ્યું છે કે પહેલા હાફમાં જ સોનાની કિંમત હજુ  વધી શકે છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">