Gold Price Today : સસ્તી કિંમતે સોનુ ખરીદવાની મળી રહી છે તક, જાણો 1 તોલા સોનાના ભાવ

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જાહેરાત કરી છે કે સોવરિન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond)સ્કીમ શ્રેણી 8 માટે સબસ્ક્રિપ્શન 3 ડિસેમ્બર 2021ના રોજ બંધ થશે.

Gold Price Today : સસ્તી કિંમતે સોનુ ખરીદવાની મળી રહી છે તક, જાણો 1 તોલા સોનાના ભાવ
Gold Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 10:33 AM

લગ્નની સિઝનમાં સોનાના ભાવ(Gold Price Today )માં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ફેબ્રુઆરીમાં ડિલિવરી માટે સોનાની કિંમત આજે 0.18 ટકા ઘટી છે. તે જ સમયે, ચાંદીના ભાવ 0.05 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

સર્વોચ્ચ સ્તરથી રૂ 8400 સસ્તું વર્ષ 2020ની વાત કરીએ તો ગયા વર્ષે આ જ સમયગાળામાં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા હતા. આજે ઓગસ્ટ ફ્યુચર એમસીએક્સ પર સોનું 47,783 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, એટલે કે તે હજુ પણ લગભગ 8400 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

એક નજર આજના 24 કેરેટ સોનાના ભાવ ઉપર

MCX GOLD    47783.00 205.00 (0.43%) –  10:20 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         49048 RAJKOT 999                   49067 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48950 MUMBAI                  48120 DELHI                      50990 KOLKATA                49640 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE          48640 HYDRABAD         48640 PUNE                      49290 JAYPUR                 49230 PATNA                   49290 NAGPUR               4120 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI               43703 AMERICA         42889 AUSTRALIA     42834 CHINA              42874 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણની તક ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જાહેરાત કરી છે કે સોવરિન ગોલ્ડ બોન્ડ (Sovereign Gold Bond)સ્કીમ શ્રેણી 8 માટે સબસ્ક્રિપ્શન 3 ડિસેમ્બર 2021ના રોજ બંધ થશે. બોન્ડ જારી કરવાની તારીખ 7 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. RBI ગોલ્ડ બોન્ડ એ રોકાણના વિકલ્પ તરીકે સારો વિકલ્પ છે કારણ કે આ બોન્ડ્સને સરકારનું સમર્થન છે.

સબસ્ક્રિપ્શન સમયગાળા દરમિયાન બોન્ડની ઇશ્યૂ કિંમત 4,791 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. આ કિંમત RBI દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન અનુસાર છે. સરકારે આરબીઆઈ સાથે પરામર્શ કરીને, ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરનારા રોકાણકારોને ઈશ્યુ પ્રાઈસમાં પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપી છે. આવા રોકાણકારો માટે, ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત પ્રતિ ગ્રામ સોના માટે 4,741 રૂપિયા રહેશે.

આ પણ વાંચો :  Stock Update : શેરબજારની તેજીમાં ક્યાં શેર કરાવી રહ્યા છે લાભ? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : EPF અને બેંક એકાઉન્ટની વિગતોમાં ફેરફાર હશે તો નહીં મળે પૈસા! જાણો સુધારો કરવાની આ બે સરળ રીત

g clip-path="url(#clip0_868_265)">