EPF અને બેંક એકાઉન્ટની વિગતોમાં ફેરફાર હશે તો નહીં મળે પૈસા! જાણો સુધારો કરવાની આ બે સરળ રીત
સબસ્ક્રાઇબર્સના PF એકાઉન્ટ અને બેંક એકાઉન્ટમાં આપવામાં આવેલી માહિતી કેટલાક કિસ્સાઓમાં મેળ ખાતી નથી. હવે આવી સ્થિતિમાં લાભાર્થીને ખાતામાંથી પૈસા મેળવવાનું મુશ્કેલ બને છે.
ઘણીવાર લોકોના PF એકાઉન્ટ અને બેંક એકાઉન્ટમાં આપવામાં આવેલી માહિતી મેળ ખાતી નથી. હવે આવી સ્થિતિમાં લાભાર્થીને ખાતામાંથી પૈસા મેળવવાનું મુશ્કેલ બને છે. ઘણા સભ્યોએ ખોટી જન્મ તારીખ દાખલ કરી હોય છે તો ઘણાના ખાતામાં પિતાનું નામ લખેલું હોતું નથી. તમે આવી બધી ભૂલો સુધારી શકો છો. તેને કેવી રીતે ઠીક કરવું તે અમે જણાવી રહયા છીએ.
ઓનલાઇન સુધારણા પ્રક્રિયા
- EPFO ના યુનિફાઇડ પોર્ટલની મુલાકાત લો. UAN અને પાસવર્ડથી લોગીન કરો.
- હોમ પેજ પર મેનેજ બેઝિક ડિટેઇલ્સ કરો પર જાઓ. જો આધાર વેરિફાઇડ છે તો વિગતોમાં ફેરફાર કરવામાં આવશે નહીં.
- સાચી વિગતો ભરો (જે તમારા આધારમાં દાખલ કરવામાં આવી છે) પછી સિસ્ટમ આધાર ડેટા સાથે તેની ચકાસણી કરશે.
- વિગતો ભર્યા પછી અપડેટ ડિટેઇલ પર ક્લિક કરો
- હવે આ માહિતી એમ્પ્લોયરને મંજૂરી માટે મોકલવામાં આવશે.
એમ્પ્લોયર આ પ્રક્રિયા પૂર્ણ કરશે
- એમ્પ્લોયર પોર્ટલ પર લોગીનકરીને ચેન્જ રિક્વેસ્ટ પર ક્લિક કરીને સભ્યની વિગતો જોઈ શકે છે.
- એમ્પ્લોયર માહિતી તપાસશે અને મંજૂર કરશે. એમ્પ્લોયર મંજૂરી બાદ સ્ટેટસ અપડેટ ચેક કરી શકાય છે.
- એમ્પ્લોયર ત્યારબાદ રિકવેસ્ટ EPFO ઓફિસને મોકલશે જ્યાં ફિલ્ડ ઓફિસરો ક્રોસ ચેક કરશે.
- જો તે માહિતી સાચી હોય તો વિગતો પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર કચેરી દ્વારા મંજૂર કરવામાં આવશે.
ઓફલાઇન કેવી રીતે સુધારવું? જો કોઈ વ્યક્તિ ઓફલાઇન વિગતો સુધારવા માંગે છે તો તેણે ફોર્મ ભરીને EPFO ઓફિસ મોકલવું પડશે. ઓફિસમાં તેની વિગતો તપાસ્યા પછી તમારું એકાઉન્ટ અપડેટ કરવામાં આવશે. તમે 7738299899 પર SMS મોકલીને પણ માહિતી મેળવી શકો છો. PF ખાતામાં કેટલી રકમ છે, બેલેન્સ કેટલું છે, આ માહિતી સભ્યો નોંધાયેલા મોબાઈલ નંબર પરથી 011-22901406 મિસ્ડ કોલ કરીને મેળવી શકાય છે.
આ પણ વાંચો : આ Pensioner હજુ પણ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે, 30 નવેમ્બરની સમયમર્યાદા પછી પણ પેન્શન બંધ નહીં થાય, જાણો કારણ
આ પણ વાંચો : LIC IPO : LIC પોલિસી ખરીદનારાઓ માટે ખુશખબર, PAN અપડેટ કરશો તો IPO માં મળશે આ વિશેષ લાભ, જાણો વિગતવાર