AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Update : શેરબજારની તેજીમાં ક્યાં શેર કરાવી રહ્યા છે લાભ? જાણો અહેવાલ દ્વારા

Stock Update : ગઈકાલે બજાર 620 પોઈન્ટના વધારા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 620 પોઈન્ટ (1.09%) વધીને 57,684 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 183 પોઈન્ટ (1.08%) વધીને 17,167 પર બંધ રહ્યો હતો.

Stock Update : શેરબજારની તેજીમાં ક્યાં શેર કરાવી રહ્યા છે લાભ? જાણો અહેવાલ દ્વારા
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 10:03 AM
Share

Stock Update : શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજી જોવા મળી રહી છે. ઑટો, આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑયલ એન્ડ ગેસ, ફાઈનાન્શિયલ સર્વિસ અને એફએમસીજી વધારા સાથે જોવા મળી રહ્યા છે. જોકે બેન્ક નિફ્ટી ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે સાથે પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 6 શેરોમાં ઘટાડો છે. 24 શેરમાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. ગેઈનર્સ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3% જ્યારે પાવર ગ્રીડ અને HDFC 2-2% ઉપર છે. ટાઇટન, સન ફાર્મા, એશિયન પેઇન્ટ્સ, ડૉ. રેડ્ડી, NTPC પણ વધારા સાથે દેખાય છે. માર્કેટનું માર્કેટ કેપ રૂ. 259.64 લાખ કરોડ છે.

ગઈકાલે બજાર 620 પોઈન્ટના વધારા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 620 પોઈન્ટ (1.09%) વધીને 57,684 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 183 પોઈન્ટ (1.08%) વધીને 17,167 પર બંધ રહ્યો હતો. ગઈકાલે જીડીપી અને જીએસટી બંનેમાં વધારાની અસર બજાર પર જોવા મળી હતી.

બજારની તેજી વચ્ચે શેર્સમાં કેવી રહી હલચલ તે ઉપર કરો એક નજર

લાર્જકેપ વધારો : એમએન્ડએમ, પાવર ગ્રિડ, એચડીએફસી, એચડીએસી, ટાઈટન, બીપીસીએલ, સન ફાર્મા અને ડિવિઝ લેબ ઘટાડો : લાર્સન, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિરો મોટોકૉર્પ, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, હિંડાલ્કો અને ટાટા સ્ટીલ

મિડકેપ વધારો : જેએસડબ્લ્યુ એનર્જી, અપોલો હોસ્પિટલ, બાયોકૉન, એબીબી ઈન્ડિયા અને બજાજ હોલ્ડિંગ્સ ઘટાડો : ભારત ઈલેક્ટ્રિક, ઈન્ડિયન હોટલ્સ, ટીવીએસ મોટર, એબી કેપિટલ અને એસીસી

સ્મોલ કેપ વધારો : ઈમામી પેપર, જેએમસી પ્રોજેક્ટ્સ, અપોલો પાઈપ્સ, આરપીએસજી વેન્ચર્સ અને ભારત રોડ ઘટાડો : ગુજરાત અપોલો, ઓરમ પ્રોપટેક, ટ્રિડેન્ટ, મુકંદ અને ઈઆઈએચ એસોસિએટ હોટલ

ડિસેમ્બરમાં 10 કંપનીઓ IPO લાવશે નવેમ્બરની જેમ ડિસેમ્બર મહિનો પણ IPO ની ભરમાર રહેવાની છે. ડિસેમ્બર મહિનામાં 10 કંપનીઓ કતારમાં છે જે IPO દ્વારા તેમના શેર વેચશે. આ મહિનામાં શેરબજારમાં આશરે રૂ 10,000 કરોડનો IPO આવશે. મર્ચન્ટ બેન્કિંગના સૂત્રોમાંથી આ માહિતી બહાર આવી છે. આ સાથે સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ અને ટેગા ઈન્ડસ્ટ્રીઝના આઈપીઓનું સબસ્ક્રીપ્શન હજુ ચાલુ છે.

નવેમ્બર મહિનામાં જ દેશની 10 કંપનીઓએ તેમના IPO પૂર્ણ કર્યા છે. હવે, જે કંપનીઓ ડિસેમ્બરમાં તેમનો IPO લાવી શકે છે, તેમાં ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સર્વિસ પ્રોવાઈડર રેટગેઈન ટ્રાવેલ ટેક્નોલોજી અને આનંદ રાઠી વેલ્થ લિમિટેડના નામ સૌથી આગળ છે. આનંદ રાઠી વેલ્થ લિમિટેડ એ મુંબઈ સ્થિત ફાયનાન્શીયલ ગ્રુપ આનંદ રાઠીનો એક ભાગ છે.

નોંધ : શેરમાં રોકાણ શેરબજારના જોખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

Follow Us
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">