Gold Price Today : જૂના સોનાના દાગીનાને હોલમાર્ક કેવી રીતે કરશો? જાણો શું છે આજે 1 તોલા સોનાનો ભાવ
જૂન 2021 માં ભારત સરકારે 14, 18 અને 22 કેરેટની સોનાની જ્વેલરી(Gold Jewellery) અને કલાકૃતિઓ માટે હોલમાર્કિંગ (Hallmarking) ફરજિયાત બનાવ્યું છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)માં નોંધાયેલા જ્વેલર્સ જ પ્રમાણિત વેચાણ આઉટલેટ્સ પર હોલમાર્કવાળી જ્વેલરી વેચી શકે છે.
જૂન 2021 માં ભારત સરકારે 14, 18 અને 22 કેરેટની સોનાની જ્વેલરી(Gold Jewellery) અને કલાકૃતિઓ માટે હોલમાર્કિંગ (Hallmarking) ફરજિયાત બનાવ્યું છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)માં નોંધાયેલા જ્વેલર્સ જ પ્રમાણિત વેચાણ આઉટલેટ્સ પર હોલમાર્કવાળી જ્વેલરી વેચી શકે છે. BIS અનુસાર, હોલમાર્કિંગની વ્યાખ્યા એ જ્વેલરી અથવા આર્ટિફેક્ટ્સ અથવા બુલિયન અથવા સિક્કામાં કિંમતી ધાતુની સચોટતાની સત્તાવાર ખાતરી છે. BIS એ સોનાના દાગીનાના હોલમાર્કિંગ માટે પ્રમાણપત્ર યોજના હાથ ધરવા માટે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એકમાત્ર એજન્સી છે.પરંતુ મનમાં પ્રશ્ન ઉઠે કે જૂના માર્કિંગ વગરની જ્વેલરીનું શું કરવું?
જૂની જ્વેલરીને હોલમાર્ક કરાવવાની પ્રક્રિયા નીચે મુજબ છે.
- જૂની જ્વેલરીનું પરીક્ષણ BIS દ્વારા માન્યતા પ્રાપ્ત અને BIS માન્યતા પ્રાપ્ત જ્વેલર દ્વારા હોલમાર્ક કરાયેલ એસેઇંગ એન્ડ હોલમાર્કિંગ (A&H) કેન્દ્રમાં કરી શકાય છે.
- જૂની નોન-હોલમાર્કેડ જ્વેલરીને ઓગાળીને નવી પ્રોડક્ટમાં રૂપાંતરિત કરી શકાય છે, જે પછી BIS દ્વારા માન્યતા પ્રાપ્ત AHC પર હોલમાર્ક કરી શકાય છે.
હોલમાર્કિંગ ખર્ચ કેટલો થાય ?
જ્વેલરી માટે હોલમાર્કિંગ શુલ્ક અલગ – અલગ છે
- સોનાના દાગીના માટે રૂ. 35 પ્રતિ નંગ અને ચાંદીના દાગીના માટે રૂ. 25 પ્રતિ નંગ જેમાં તેનું વજન કોઈપણ હોઈ શકે છે.
- ચાર આર્ટિકલ્સ સુધીના સોનાના દાગીનાના પરીક્ષણ માટે 200 અને પાંચ કે તેથી વધુ વસ્તુઓ માટે વધારાના રૂ. 45 પ્રતિ આર્ટિકલ્સ.
- પ્રમાણપત્ર અથવા નોંધણી માટે જ્વેલર પાસેથી કોઈ ફી વસૂલવામાં આવશે નહીં.
હોલમાર્કિંગ શું છે?
BIS અનુસાર, હોલમાર્કિંગની વ્યાખ્યા એ જ્વેલરી અથવા આર્ટિફેક્ટ્સ અથવા બુલિયન અથવા સિક્કામાં કિંમતી ધાતુની સચોટતાની સત્તાવાર ખાતરી છે.
ગ્રાહકો કોઈપણ BIS અધિકૃત A&H કેન્દ્રો પર તેમની જૂની જ્વેલરીનું પરીક્ષણ કરાવી શકે છે. પરીક્ષણ પછી, એક રિપોર્ટ જારી કરવામાં આવશે, જે ગ્રાહકોને જ્વેલરીની શુદ્ધતા અને વિશ્વસનીયતા વિશે ખાતરી આપશે. તેમાં સચોટ માહિતી હશે.
BIS શું છે?
BIS એ સોનાના દાગીનાના હોલમાર્કિંગ માટે પ્રમાણપત્ર યોજના હાથ ધરવા માટે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એકમાત્ર એજન્સી છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર |
|
MCX GOLD : 50812.00 -10.00 (-0.02%) – 09:37 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે – 09:32 વાગે | |
Ahmedavad | 52723 |
Rajkot | 52742 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 52030 |
Mumbai | 51980 |
Delhi | 51980 |
Kolkata | 51980 |
(Source : goodreturns) | |
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર | |
Dubai | 47192 |
USA | 46341 |
Australia | 46245 |
China | 46331 |
(Source : goldpriceindia) | |