Gold Price Today :  લગ્ન સીઝનમાં ફરી સોનાનો ચળકાટ વધ્યો, જાણો આજના તમારા શહેરના સોનાના ભાવ

વર્ષ 2020ની વાત કરીએ તો ગયા વર્ષે આ જ સમયગાળામાં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી. આજે ડિસેમ્બર ફ્યુચર એમસીએક્સ પર સોનું 48000રૂપિયા પ્રતિ 10 ગ્રામ કરતા નીચે છે

Gold Price Today :  લગ્ન સીઝનમાં ફરી સોનાનો ચળકાટ વધ્યો, જાણો આજના તમારા શહેરના સોનાના ભાવ
Gold Price Today

Gold Price Today : દિવાળી પછી લગ્નસરાની સિઝન શરૂ થતાં જ સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સતત વધારો થવા છતાં પણ સોનું રેકોર્ડ ઊંચાઈ કરતાં ઘણું સસ્તું મળી રહ્યું છે. આવી સ્થિતિમાં જો તમે પણ ખરીદવા માંગતા હોવ તો જલ્દી કરો. આજે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ફેબ્રુઆરીમાં ડિલિવરી માટે સોનાના ભાવમાં 0.34 ટકાનો વધારો નોંધાયો છે. તે જ સમયે, ચાંદીના ભાવમાં 0.96 ટકાનો વધારો થયો છે.

રેકોર્ડ હાઈ કરતાં 8077 રૂપિયા સસ્તું વર્ષ 2020ની વાત કરીએ તો ગયા વર્ષે આ જ સમયગાળામાં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી. આજે ડિસેમ્બર ફ્યુચર એમસીએક્સ પર સોનું 48000રૂપિયા પ્રતિ 10 ગ્રામ કરતા નીચે છે, એટલે કે તે હજુ પણ લગભગ 8000 રૂપિયા કરતા સસ્તું મળી રહ્યું છે.

એક નજર આજના 24 કેરેટ સોનાના ભાવ ઉપર

MCX GOLD    47633.00  +48.00 (0.10%) –  10:20 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         49513 RAJKOT 999                   49534 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 43505 MUMBAI                  48310 DELHI                      51490 KOLKATA                49680 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE          49040 HYDRABAD         49040 PUNE                      49380 JAYPUR                 48980 PATNA                   49380 NAGPUR               48310 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI               43920 AMERICA         43256 AUSTRALIA     43263 CHINA              43249 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

આ પણ વાંચો : High Return Stocks : કોરોનાના નવા વેરિએન્ટના ભય વચ્ચે પણ આ સ્ટોક તમને આપી શકે છે મજબૂત રિટર્ન, શું છે તમારા પોર્ટફોલિયોમાં?

આ પણ વાંચો :  Sovereign Gold Bond: આજથી 5 દિવસ મળશે સસ્તા ભાવે શુદ્ધ સોનું , જાણો કઈ રીતે કરવી ખરીદી અને 1 તોલાનો ભાવ શું છે?

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati