High Return Stocks : કોરોનાના નવા વેરિએન્ટના ભય વચ્ચે પણ આ સ્ટોક તમને આપી શકે છે મજબૂત રિટર્ન, શું છે તમારા પોર્ટફોલિયોમાં?

કોરોનાના નવા વેરિએન્ટના ભયથી શેરબજાર તૂટી રહ્યું છે. વિશ્વભરના બજારોમાં હલચલ મચી છે અને રોકાણકારોના પૈસા સતત ડૂબી રહ્યા છે પરંતુ લાંબા ગાળાના રોકાણમાં શેરબજારે હંમેશા નફો આપ્યો છે.

High Return Stocks : કોરોનાના નવા વેરિએન્ટના ભય વચ્ચે પણ આ સ્ટોક તમને આપી શકે છે મજબૂત રિટર્ન, શું છે તમારા પોર્ટફોલિયોમાં?
HP Adhesives Listing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 9:08 AM

કોરોનાના નવા વેરિએન્ટના ભયથી શેરબજાર તૂટી રહ્યું છે. વિશ્વભરના બજારોમાં હલચલ મચી છે અને રોકાણકારોના પૈસા સતત ડૂબી રહ્યા છે પરંતુ લાંબા ગાળાના રોકાણમાં શેરબજારે હંમેશા નફો આપ્યો છે. ઘણા મલ્ટિબેગર અને પેની સ્ટોક્સ છે જેણે તેમના રોકાણકારોને અનેક ગણો નફો આપ્યો છે.

એટલે જ કહેવાય છે કે શેરબજારમાં પૈસાનું રોકાણ કરવા માટે ધીરજની જરૂર પડે છે. પૈસાનું રોકાણ કરીને તમે થોડા સમય માટે ભૂલી જાઓ . ચોક્કસ આ સ્થિતિ તમારા માટે સોનેરી તક સાબિત થશે. જ્યાં સુધી તેની નફાની સંભાવના રહે ત્યાં સુધી વ્યક્તિએ સ્ટોક રાખવો જોઈએ.

અહીં અમે એવા કેટલાક શેરોની ચર્ચા કરી રહ્યા છીએ જેણે તેમના રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

Deepak Nitrite વર્ષ 2021માં મલ્ટિબેગર સ્ટોક પૈકી એક રાસાયણિક ક્ષેત્રનો સ્ટોક દીપક નાઈટ્રાઈટ છે. દીપક નાઈટ્રાઈટ શેરની કિંમત આજે 2103 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે. આ મહિનાની શરૂઆતમાં સ્ટોક 2300 ના સ્તરને પણ પાર કરી ગયો હતો. જો તમે દીપક નાઈટ્રાઈટના દાયકા જૂના ઈતિહાસ પર નજર નાખો તો એપ્રિલ 2011માં આ સ્ટોક 19 રૂપિયાની આસપાસ હતો. અને તે પહેલા ઓક્ટોબર 2010માં તેની કિંમત 18 રૂપિયાની આસપાસ હતી. એક દાયકામાં સ્ટોક 117 ગણો વધ્યો છે. જો તે સમયે કોઈ રોકાણકારે દીપક નાઈટ્રાઈટમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત વધીને 1.17 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.

Vaibhav Global વૈભવ ગ્લોબલનો શેર છેલ્લા છ મહિનાથી વેચવાલીનું દબાણ હેઠળ છે. પરંતુ, તેનો લાંબા ગાળે તેના શેરધારકોને ઉત્તમ વળતર આપવાનો ઇતિહાસ છે. વૈભવ ગ્લોબલનો સ્ટોક હાલમાં રૂ. 523ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે આ જ મહિનામાં આ સ્ટૉક પણ 588ના સ્તરે ગયો હતો. આ વર્ષે મે મહિનામાં વૈભવ ગ્લોબલના એક શેરની કિંમત 996 રૂપિયા સુધી પહોંચી હતી.

એક દાયકાના વળતર પર નજર કરીએ તો ડિસેમ્બર 2010માં વૈભવ ગ્લોબલના શેર લગભગ રૂ. 4.50ના સ્તરે હતા અને આજે 523.05ના સ્તરે છે. આ સમયગાળામાં તે લગભગ 116 ગણો વધી રહ્યો છે. તેથી જો કોઈ રોકાણકારે 2010માં આ સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોત, તો આ સમયગાળામાં 1 લાખ રૂપિયા વધીને 1.16 કરોડ થઈ ગયા હશે.

3i Infotech બજારમાં એવા ઘણા શેરો છે જેમણે તેમના રોકાણકારોને વર્ષોમાં નહીં પરંતુ માત્ર થોડા મહિનામાં જ સારું વળતર આપ્યું છે. આવો જ એક સ્ટોક 3i ઇન્ફોટેક સ્ટોક છે. 3i ઇન્ફોટેકે(3i Infotech) તેના રોકાણકારોને એક વર્ષમાં અનેક ગણું વળતર આપ્યું છે.

આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં આ શેર રૂ.7ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. જે હાલમાં રૂ.108.50ના સ્તરે છે. ઓક્ટોબરમાં જ 3i ઈન્ફોટેક સ્ટોકની કિંમત 7 રૂપિયા હતી. જો તે સમયે કોઈએ 7 રૂપિયાના ખર્ચે આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તે ફંડ 15,42,780 રૂપિયા થઈ ગયું હશે.

Avanti Feeds અવંતિ ફીડ્સનો સ્ટોક આ વર્ષે નોન-પર્ફોર્મર રહ્યો છે કારણ કે તેણે છેલ્લા ઘણા વર્ષોમાં માત્ર 4.20 ટકા વળતર આપ્યું છે. જો કે, લાંબા ગાળે, તે પેની સ્ટોકમાંથી ક્વોલિટી સ્ટોકમાં ફેરવાઈ ગયો છે. છેલ્લા 11 વર્ષમાં અવંતિ ફીડ્સનો શેર રૂ. 1.60 થી વધીને રૂ 542.15 પર પહોંચી ગયો છે. જો કોઈએ 11 વર્ષ પહેલા તેમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે વધીને લગભગ 3.38 કરોડ રૂપિયા થઈ ગયા હશે.

Bajaj Finance નવેમ્બર 2011માં બજાજ ફાઇનાન્સના શેરનો ભાવ રૂ. 64-65 હતો જ્યારે એપ્રિલ 2010માં તે રૂ 40ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર આ શેરની કિંમત 6,780 રૂપિયા છે. જો કોઈ રોકાણકારે 11 વર્ષ પહેલા 40 રૂપિયાના આ સ્તરે શેર ખરીદીને 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેનું રોકાણ 1 લાખ રૂપિયાથી વધીને લગભગ 1.69 કરોડ રૂપિયા થઈ ગયું હશે.

નોંધ : શેરમાં રોકાણ શેરબજારના જોખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

આ પણ વાંચો : SBI Credit Card ના નિયમમાં કરાયેલ ફેરફારનું 1 ડિસેમ્બર બાદ ધ્યાન નહિ રાખો તો આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે

આ પણ વાંચો : EPFO : UAN સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, સમયમર્યાદા ચુકી જશો તો મુશ્કેલીમાં પડશો, જાણો પ્રક્રિયા

g clip-path="url(#clip0_868_265)">