Gold Price Today : સોનું મોંઘુ થયું, ચાંદીના ભાવ પણ વધ્યા, જાણો કેટલી કિંમતો વધી

એચડીએફસી સિક્યોરિટીઝના મતે આ તેજી પાછળનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં વધારો છે. ગઈકાલે સોનું રૂ. 46,324 પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યું હતું

Gold Price Today : સોનું મોંઘુ થયું, ચાંદીના ભાવ પણ વધ્યા, જાણો કેટલી કિંમતો વધી
Gold prices on Monday rose by Rs 256 to Rs 46,580 per 10 grams
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 6:25 PM

Gold Price Today : દિલ્હીમાં સોમવારે સોનાનો ભાવ(Gold Price)256 રૂપિયા વધીને 46,580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે. એચડીએફસી સિક્યોરિટીઝના મતે આ તેજી પાછળનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં વધારો છે. ગઈકાલે સોનું રૂ. 46,324 પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યું હતું. જયારે ચાંદી(Siver) પણ 188 રૂપિયા વધીને 62,328 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. અગાઉના વેપારમાં તે 62,140 રૂપિયા પ્રતિ કિલો હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું(Gold)વધીને 1,782 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. તેમજ ચાંદી 23.72 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ રહી છે.

એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે કોમેક્સ પર સોનાના ભાવ હાજર સોનાના ભાવ સાથે મળીને વેપાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મંગળવારે સોનું એક ટકાથી વધુ વધીને 1,782 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. તેમના મતે નબળા ડોલર અને યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડાને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

તમને જણાવી દઈએ કે દિવાળીથી ડિસેમ્બર સુધી સોનાની કિંમત 57 હજાર રૂપિયાથી 60 હજાર રૂપિયા સુધી જઈ શકે છે. એટલે કે અત્યારે જે ભાવ ચાલી રહ્યા છે તે 10 ગ્રામ દીઠ 14 હજાર સુધી વધી શકે છે. જ્યાં સુધી ચાંદીની વાત છે, તેમાં પણ મોટો વધારો થઈ શકે છે. મોટાભાગના વેપારીઓ માને છે કે ચાંદીના ભાવ દિવાળી સુધીમાં અથવા વર્ષના અંત સુધીમાં 76,000 થી 82,000 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે.

ગોલ્ડ એક્સચેન્જ ભારતમાં બનશે

બજાર નિયામક સેબીએ બુધવારે ગોલ્ડ એક્સચેન્જ સ્થાપવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ગોલ્ડ એક્સચેન્જમાં સોનાનો વેપાર ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ એટલે કે EGR દ્વારા કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ(EGR)કોઈપણ માન્ય સ્ટોક એક્સચેન્જ અથવા નવા સ્ટોક એક્સચેન્જમાંથી લોન્ચ કરવામાં આવશે. સેબીની મંજૂરી બાદ જ નક્કી થશે કે EGRની ન્યૂનતમ કિંમત શું હશે. આ પછી સ્ટોક એક્સચેન્જો EGRને સોનામાં રૂપાંતરિત કરી શકશે.

સેબીના જણાવ્યા અનુસાર, ગોલ્ડ એક્સચેન્જમાં ઇજીઆરના વેપાર અને ભૌતિક સોનાની ડિલિવરી માટે સંપૂર્ણ ઇકો-સિસ્ટમ હશે અને દેશમાં સોનાના વેપારમાં વધુ પારદર્શિતા અને પસંદગી પૂરી પાડશે. EGRની ખરીદી અને વેચાણ માટે ગોલ્ડ એક્સચેન્જ રાષ્ટ્રીય પ્લેટફોર્મ હશે. EGR હેઠળ સ્ટાન્ડર્ડ ગોલ્ડનો વેપાર થશે અને દેશભરમાં સોનાની એકસરખી કિંમતના સ્ટ્રકચર બનાવવામાં મદદરૂપ થશે.

આ પણ  વાંચો : PM MODI આવતીકાલે વિશ્વના ઓયલ અને ગેસ સેકટરના CEO સાથે વાતચીત કરશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

આ પણ વાંચો : પ્રોફિટ બુકિંગના પગલે તેજીનું વલણ સમાપ્ત, સેન્સેક્સમાં 50 અંકનો ઘટાડો

g clip-path="url(#clip0_868_265)">