AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM MODI આવતીકાલે વિશ્વના ઓયલ અને ગેસ સેકટરના CEO સાથે વાતચીત કરશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

વડાપ્રધાન મોદી 20 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા વૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રના CEO તેમજ નિષ્ણાતો સાથે વાતચીત કરશે. આ વાતચીતની વ્યાપક થીમ સ્વચ્છ વૃદ્ધિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાની છે.

PM MODI આવતીકાલે વિશ્વના ઓયલ અને ગેસ સેકટરના CEO સાથે વાતચીત કરશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
PM Narendra Modi to meet chief executives of global oil majors on tomorrow 20 October
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 5:13 PM
Share

DELHI : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બુધવારે 20 ઓક્ટોબરે વીડિયો કોન્ફરન્સ દ્વારા વૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રના CEO અને નિષ્ણાતો સાથે વાતચીત કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ છઠ્ઠી વાર્ષિક બેઠક છે, જે 2016 માં શરૂ થઈ હતી. તેમાં તેલ અને ગેસ ક્ષેત્રના વૈશ્વિક નેતાઓનો સમાવેશ થાય છે, જેઓ આ ક્ષેત્રના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને ભારત સાથે સહકાર અને રોકાણના સંભવિત ક્ષેત્રો અંગે વિચાર-વિમર્શ કરે છે.

નિવેદનમાં કહેવામાં આવ્યી છે કે વડાપ્રધાન મોદી 20 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા વૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રના CEO તેમજ નિષ્ણાતો સાથે વાતચીત કરશે. આ વાતચીતની વ્યાપક થીમ સ્વચ્છ વૃદ્ધિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાની છે.

આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે PMOના જણાવ્યા અનુસાર, વાતચીત દરમિયાન, ભારતમાં હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં સંશોધન અને ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા, ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા, ગેસ આધારિત અર્થતંત્ર, સ્વચ્છ અને ઉર્જા કાર્યક્ષમ ઉકેલો દ્વારા ઉત્સર્જનમાં ઘટાડો, ગ્રીન હાઇડ્રોજન અર્થતંત્ર અને બાયોફ્યુઅલ ઉત્પાદન વધારવા જેવા ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવશે.

નિવેદનમાં જણાવાયું છે કે અગ્રણી બહુરાષ્ટ્રીય કોર્પોરેશનો અને ટોચની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના CEO અને નિષ્ણાતો ચર્ચામાં ભાગ લેશે. આ પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી પણ ઉપસ્થિત રહેશે.

વર્ષ 2016માં કરવામાં આવી હતી શરૂઆત આ વાર્ષિક વાર્ષિક વાર્તાલાપ બેઠક છે, જે વર્ષ 2016 માં શરૂ થઇ હતી. તે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસ ક્ષેત્રે અગ્રણી દેશોની ભાગીદારીને ચિહ્નિત કરે છે. આ અગ્રણી દેશો તેલ અને ગેસ ક્ષેત્ર સાથે સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને ભારત સાથે સહકાર અને રોકાણના સંભવિત ક્ષેત્રોની શોધ કરે છે.

ક્રુડ ઓઈલ રેકોર્ડ સ્તરે પહોચ્યું કોવિડ-19 મહામારી ફાટી નીકળ્યા પછી ગયા વર્ષે એપ્રિલમાં પ્રથમ લહેર દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવ ઇન્ડિયન બાસ્કેટ માટે ઘટીને 19.90 ડોલર થઈ ગયા હતા. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના ડેટા દર્શાવે છે કે ત્યારથી ભાવમાં વધારો થયો છે અને સપ્ટેમ્બરમાં 73.13 ડોલર પ્રતિ બેરલ રહ્યો છે.

ભારતે 2020-21માં ક્રૂડ ઓઇલની આયાત પર 62.71 અબજ ડોલર, 2019-20માં 101.4 અબજ ડોલર અને 2018-19માં 111.9 અબજ ડોલર ખર્ચ્યા છે.

ભારત તેની તેલની 85 ટકા માંગ અને કુદરતી ગેસની 55 ટકા જરૂરિયાતોને પૂરી કરવા માટે આયાત પર નિર્ભર છે. ભારતનું ઘરેલું તેલનું ઉત્પાદન ઘટી રહ્યું છે, ગેસનું ઉત્પાદન વધ્યું છે. ભારતનું સ્થાનિક ઉર્જા ઉત્પાદન ઓછું રહ્યું છે, જે દેશની ઉર્જા સુરક્ષા માટે સારું નથી. ભારતનું ક્રૂડ ઓઇલ અને ઓઇલ અને ગેસનું ઉત્પાદન છેલ્લા નાણાકીય વર્ષમાં અનુક્રમે 5.22 ટકા અને 8.06 ટકા ઘટ્યું છે.

આ પણ વાંચો : Lakhimpur Violence : સુપ્રીમ કોર્ટમાં 3 ઓક્ટોબરના રોજ લખીમપુર હિંસા કેસની સુનાવણી થશે, 4 ખેડૂતો સહિત 8 લોકોના થયા હતા મોત

આ પણ વાંચો : Jammu-Kashmir: ભારતીય સેનાએ રાજૌરીના જંગલમાં લશ્કરના છ આતંકીઓને ઠાર માર્યા, ઘૂસણખોરીના પ્રયાસ કર્યા નિષ્ફળ

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">