Gold Price Today : સોનાના ફરજિયાત હોલમાર્કિંગના બીજા તબક્કામાં 32 જિલ્લાઓનો સમાવેશ, જાણો આજના સોનાના ભાવ
હોલમાર્કિંગ એ મોંઘી ધાતુની શુદ્ધતાનો પુરાવો છે. આ 16 જૂન 2021 સુધી સ્વૈચ્છિક હતું ત્યારબાદ સરકારે તબક્કાવાર રીતે સોનાનું ફરજિયાત હોલમાર્કિંગ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્ર સરકારે હવે ગોલ્ડ જ્વેલરી(Gold Jewellery) પર સોનાનું હોલમાર્કિંગ(Hallmarking) ફરજિયાત બનાવ્યું છે. સોનાના આભૂષણો અને કલાકૃતિઓના ફરજિયાત હોલમાર્કિંગનો બીજો તબક્કો આ વર્ષે 1 જૂનથી શરૂ થયો હતો. પ્રથમ તબક્કામાં દેશના 256 જિલ્લાઓમાં હોલમાર્કિંગ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. હવે બીજા તબક્કામાં વધુ 32 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ અને બીજા તબક્કાને જોડીને 288 જિલ્લાઓની યાદી હવે BIS વેબસાઇટ www.BIS.GOV.IN પર ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉપભોક્તા મંત્રાલયે કહ્યું છે કે આવનારા સમયમાં દેશના તમામ જિલ્લાઓને આ સુવિધા સાથે જોડવામાં આવશે.તમને જણાવી દઈએ કે હોલમાર્કિંગ એ મોંઘી ધાતુની શુદ્ધતાનો પુરાવો છે. આ 16 જૂન 2021 સુધી સ્વૈચ્છિક હતું ત્યારબાદ સરકારે તબક્કાવાર રીતે સોનાનું ફરજિયાત હોલમાર્કિંગ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ તબક્કામાં દેશના 256 જિલ્લાઓને તેના દાયરામાં લાવવામાં આવ્યા હતા.
હોલમાર્કિંગ અંગે સરકાર કડક
ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે ત્રણ વધારાના કેરેટ (20, 23 અને 24 કેરેટ) સોનાના આભૂષણો ઉપરાંત 32 નવા જિલ્લા ફરજિયાત હોલમાર્કિંગના બીજા તબક્કાના દાયરામાં આવ્યા છે જ્યાં પ્રથમ તબક્કાના અમલીકરણ પછી ત્યાં એક હોલમાર્ક સેન્ટર (AHC) ની સ્થાપના કરવામાં આવી છે.
ગ્રાહકોને આ તમામ સુવિધાઓ મળશે
ગોલ્ડ હોલમાર્કિંગના નિયમો માત્ર જ્વેલર્સ માટે છે. આ ગ્રાહકોને લાગુ પડતી નથી. જ્વેલર્સ હવે ગ્રાહકને હોલમાર્ક વિના સોનાના દાગીના વેચી શકશે નહીં પરંતુ ગ્રાહક હજી પણ તેના જૂના દાગીનાને હોલમાર્ક વિના જ્વેલરને વેચી શકે છે કારણ કે તે પહેલાં વેચવામાં આવ્યા હતા. એટલે કે, તેણે ઘરમાં રાખેલી તેની નિશાન વગરની જ્વેલરીને હોલમાર્ક કરાવવાનું ટેન્શન લેવું પડતું નથી. જૂના સોનાના દાગીના એ ઝવેરીઓ માટે એક પ્રકારનો કાચો માલ છે.
સત્તાવાર આંકડાઓ અનુસાર, વર્ષ 2021-22માં 8.68 કરોડ જ્વેલરી હોલમાર્ક કરવામાં આવી હતી. જ્યારે, 1 એપ્રિલ 2022 થી 31 જુલાઈ 2022 સુધીમાં, 37 કરોડ વસ્તુઓ હોલમાર્ક કરવામાં આવી હતી.
એક નજર આજના સોનાના ભાવ ઉપર |
|
MCX GOLD : 50631.00 +198.00 (0.39%) – 09:01 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 52486 |
Rajkot | 52505 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 52660 |
Mumbai | 51000 |
Delhi | 51160 |
Kolkata | 51000 |
(Source : goodreturns) | |
મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો. હાલના સમયમાં સતત થઇ રહેલ વધારાથી કિંમત ધ્યાનમાં રહેવી જરૂરી છે.