AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે સોનામાં રોકાણ કરો છો? જાણો ઘરમાં સોનું રાખવાની મર્યાદા! જો તેનાથી વધુ મળશે તો જેલના સળિયા ગણવા પડશે

Gold Storage Rules : ફિઝિકલ ગોલ્ડની ખરીદી પર 3% GST ચૂકવવો પડશે. બીજી બાજુ જ્યારે ટેક્સની વાત આવે છે ત્યારે ગ્રાહક દ્વારા સોનાના વેચાણ પરની કર જવાબદારી તમે તેને કેટલા સમય સુધી તમારી પાસે રાખી છે તેના પર નિર્ભર કરે છે.

શું તમે સોનામાં રોકાણ કરો છો? જાણો ઘરમાં સોનું રાખવાની મર્યાદા! જો તેનાથી વધુ મળશે તો જેલના સળિયા ગણવા પડશે
How much gold can you keep at home?
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 8:25 AM
Share

Gold Storage Rules: કાનપુરના પરફ્યુમ વેપારી પિયુષ જૈન(Piyush Jain)ના ઘરમાં અત્યાર સુધીમાં 64 કિલો સોનું(Gold) મળી આવ્યું છે. આ સોનાની બજાર કિંમત આશરે રૂ. 32 કરોડ રૂપિયા થાય છે. વેપારીના ઘરેથી લગભગ 250 કિલો ચાંદી પણ મળી આવી છે. પીયૂષ જૈન એક મોટા બિઝનેસમેન છે. GST અને ટેક્સ ન ભરવાના કારણે તેની સામે કાર્યવાહી થઇ રહી છે. પરંતુ આ સમયે એ પ્રશ્ન આપણા મનમાં પણ ઉઠ છે કે સામાન્ય માણસ પોતાના ઘરમાં કેટલું સોનું (How much gold can you keep at home)રાખી શકે છે?

સરકારી નિયમો અનુસાર આવકના પુરાવા આપ્યા વગર ઘરમાં કોણ કેટલું સોનુ રાખી શકે છે ?

  • પરિણીત મહિલાઓ 500 ગ્રામ
  • અવિવાહિત મહિલાઓ 250 ગ્રામ
  • પુરૂષો 100 ગ્રામ

સોનું ત્રણેય કેટેગરીમાં નક્કી કરેલી મર્યાદામાં સોનું ઘરમાં રાખવાના કિસ્સામાં આવકવેરા વિભાગ સોનાના દાગીના જપ્ત કરશે નહીં.

આવકનો પુરાવો ક્યારે આપવો પડશે જો અલગ-અલગ કેટેગરીના લોકો માટે નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ સોનું ઘરમાં રાખવામાં આવ્યું હોય તો વ્યક્તિને આવકનો પુરાવો આપવો જરૂરી રહેશે. સોનું ક્યાંથી આવ્યું અને કેવી રીતે ખરીદાયું તે સંબંધિત પુરાવા આવકવેરા વિભાગને બતાવવાના રહેશે. સીબીડીટીએ 1 ડિસેમ્બર, 2016ના રોજ એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં જણાવ્યું હતું કે જો કોઈ નાગરિક પાસે વારસાગત સોના સહિત ઉપલબ્ધ સોનાનો કોઈ માન્ય સ્ત્રોત હોય અને તે સાબિત કરી શકે તો નાગરિક ગમે તેટલા સોનાના દાગીના અને આભૂષણો રાખી શકે છે. .

ITR ફાઇલ કરતી વખતે માહિતી આપવી જો કોઈની વાર્ષિક આવક રૂ. 50 લાખ છે, તો આવકવેરા રિટર્ન અથવા ITR માં જ્વેલરીની ઘોષિત કિંમત અને તેમની મૂળ કિંમત વચ્ચે કોઈ તફાવત હોવો જોઈએ નહીં. અન્યથા તમારે કારણ સમજાવવું પડશે.

સોના પર ટેક્સના નિયમો શું છે? મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિઝિકલ ગોલ્ડની ખરીદી પર 3% GST ચૂકવવો પડશે. બીજી બાજુ જ્યારે ટેક્સની વાત આવે છે ત્યારે ગ્રાહક દ્વારા સોનાના વેચાણ પરની કર જવાબદારી તમે તેને કેટલા સમય સુધી તમારી પાસે રાખી છે તેના પર નિર્ભર કરે છે. જો સોનું ખરીદીની તારીખથી ત્રણ વર્ષની અંદર વેચવામાં આવે છે તો તેમાંથી કોઈપણ લાભને ટૂંકા ગાળાના મૂડી લાભ તરીકે ગણવામાં આવશે અને ટેક્સને તમારી વાર્ષિક આવકમાં ઉમેરીને લાગુ આવકવેરા સ્લેબ અનુસાર ગણવામાં આવશે.

તેનાથી વિપરિત, જો તમે ત્રણ વર્ષ પછી સોનું વેચવાનું નક્કી કરો છો, તો તેમાંથી મળેલા નાણાંને લાંબા ગાળાના મૂડી લાભ તરીકે ગણવામાં આવશે અને તેના પર 20 ટકા કર જવાબદારી લાગશે. ઇન્ડેક્સેશન લાભો સાથે 4% સેસ અને સરચાર્જ પણ હશે.

આ પણ વાંચો :  Wedding Insurance :કોરોનાના કારણે લગ્ન રદ થશે તો મળશે રૂપિયા 10 લાખ સુધીનું વળતર, જાણો કઈ રીતે

આ પણ વાંચો : ITR : અંતિમ તારીખ નજીક આવતા રિટર્ન ફાઇલિંગની ઝડપમાં વધારો, 5 કરોડથી વધુ ITR ફાઈલ થયા

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">