AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Price: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો મોટો ઉછાળો, સોનું રૂ .446 અને ચાંદી રૂ .888 જેટલું ચમક્યું

Gold rate today: ડેલ્ટા વેરિએન્ટમાં વેગ આવવાથી સોના અને ચાંદીમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે ડોલર સામે રૂપિયા 11 પૈસાના ઘટાડા સાથે રૂપિયો 74.35 પર બંધ થયો હતો.

Gold Silver Price: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો મોટો ઉછાળો, સોનું રૂ .446 અને ચાંદી રૂ .888 જેટલું ચમક્યું
આજે સોનું અને ચાંદી બંનેમા તેજી જોવા મળી છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 8:17 PM
Share

Gold latest price:  વૈશ્વિક બજારમાં રિકવરીની અસર સ્થાનિક બજાર પર પણ જોવા મળી હતી. તેના કારણે આજે સોનું 446 રૂપિયા અને ચાંદી 888 રૂપિયાની તેજી જોવા મળી હતી. આજના આ ઉછાળા બાદ દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની ક્લોઝીંગ કિંમત  46,460 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદીની કિંમત 62,452 રૂપિયા પ્રતિ કિલો રહી હતી.

આજે મની માર્કેટ ખુલ્યું અને ડોલર સામે રૂપિયો 11 પૈસા ઘટીને 74.35 પર બંધ થયો. આંતરરાષ્ટ્રીય બજારમાં, સોનું હાલમાં +0.38% ની મજબૂતી સાથે (+6.85  ડોલરની મજબૂતાઈ) ની સાથે  1,796.65 ડોલર પ્રતિ આઉંસના સ્તર પર કારોબાર કરી રહ્યું હતું. જ્યારે ચાંદી  પણ +0.34% ની તેજી સાથેે ( +0.081 ડોલરની મજબૂતાઈ )  23.872 ડોલર પ્રતિ આઉંસ ના સ્તરે કારોબાર કરી રહી હતી.

સોના અને ચાંદીમાં ઉછાળા અંગે એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે જણાવ્યું હતું કે કોરોનાના ડેલ્ટા વેરિએન્ટને વેગ આવ્યા બાદ ભાવમાં ઉછાળો આવ્યો છે.

MCX પર સોનાની કિંમત

MCX પર પણ આજે સોના અને ચાંદીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે સાંજે 5.31 વાગે ઓક્ટોબર ડિલિવરી માટે સોનું 211 રૂપિયાના વધારા સાથે 47436 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. જ્યારે ડિસેમ્બર ડિલિવરી માટે સોનું રૂ .224 વધી રૂ. 47626 પ્રતિ દસ ગ્રામના સ્તર પર ટ્રેડ કરી રહ્યું હતું.

MCX પર ચાંદીની કિંમત

MCX પર, સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદી હાલમાં 153 રૂપિયાના વધારા સાથે 63610 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી હતી. ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદી 173 રૂપિયા વધીને 64,381 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.

ક્રુડ ઓઈલની કિંમત

સોમવારે મની માર્કેટ બંધ રહ્યું હતું અને આજે ડોલર 11 પૈસાની મજબૂતી સાથે 74.35 પર બંધ થયો હતો. ડોલર ઈન્ડેક્સમાં પણ આ સમય દરમિયાન ઉછાળો જોવા મળી રહ્યો છે. તે +0.16%ના વધારા સાથે 92.767 ના સ્તરે હતો. યુએસ બોન્ડ યીલ્ડ 2.28% ઘટાડા સાથે 1.228 ટકા પર પહોચ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં, ક્રૂડ ઓઇલમાં -0.50%નો ઘટાડો જોવા મળ્યો હતો. જે 69.16 ડોલર પ્રતિ બેરલ પર જોવા મળ્યું હતું.

આ પણ વાંચો : BJP President J P Nadda: રાહુલ ગાંધીના કેરળ પ્રવાસને રાજકીય પર્યટન ગણાવ્યું કહ્યું અમેઠીથી હારી ગયા તેથી વાયનાડ ભાગી ગયા

આ પણ વાંચો : Delta Plus Variant: મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ત્રણ અલગ અલગ વાયરસનો ખતરો વધ્યો, અત્યાર સુધીમાં 66 કેસ મળી આવ્યા બાદ આરોગ્ય વિભાગ ચિંતામાં

g clip-path="url(#clip0_868_265)">