GOLD : બ્રિટનમાં કોરોનના નવા સ્ટ્રેન અને અમેરિકન રાહત પેકેજના અહેવાલોથી સોનામાં ઉછાળો આવ્યો
સોમવારે ફ્યુચર્સ માર્કેટમાં સોનાની વધેલી માંગ પર સટોડિયાઓએ તેમની પકડ વધુ કડક કરી હતી. ખરીદારી વધવાના કારણે સોનાના ભાવ રૂ. 411 વધી રૂ .50,715 પ્રતિ 10 ગ્રામ થયા હતા. આજે સોનાનો ભાવ 50473 નોંધાયો છે. આજે સવારે સોનાનું બજાર તેજી સાથે ખુલ્યું હતું. યુ.એસ. માં 900 અબજ ડોલરના નવા રાહત પેકેજ અને યુકેમાં નવા કોરોનાવાયરસ […]
સોમવારે ફ્યુચર્સ માર્કેટમાં સોનાની વધેલી માંગ પર સટોડિયાઓએ તેમની પકડ વધુ કડક કરી હતી. ખરીદારી વધવાના કારણે સોનાના ભાવ રૂ. 411 વધી રૂ .50,715 પ્રતિ 10 ગ્રામ થયા હતા. આજે સોનાનો ભાવ 50473 નોંધાયો છે.
આજે સવારે સોનાનું બજાર તેજી સાથે ખુલ્યું હતું. યુ.એસ. માં 900 અબજ ડોલરના નવા રાહત પેકેજ અને યુકેમાં નવા કોરોનાવાયરસ સ્ટ્રેને ગભરાટ ફેલાવ્યો છે. સલામત રોકાણ માટે રોકાણકારો સોના-ચાંદી તરફ વળ્યા હતા જેના પગલે બંને કિંમતી ધાતુઓમાં વધારો થયો હતો. આજનો હાલનો ભાવ 50473 છે જે 57 રૂપિયાનો વધારો સૂચવે છે. પ્રારંભિક સત્રમાં 0.11 ટકાની વૃદ્ધિ સાથે સોનુ વેચાઈ રહ્યું છે.
MCX GOLD 50468.00 +52.00 (0.10%) Open 50,527.00 High 50,527.00 Low 50,441.00
રાજ્યમાં સોનાના ભાવ આ મુજબ નોંધાયા છે
અમદાવાદ 51980
રાજકોટ 51999
ગોલ્ડ ફ્યુચર 50436