Gold Rate: સસ્તુ થયું સોનું, ખરીદવું કે રાહ જોવી ? જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

Gold Rate: બજેટમાં સોના પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત થતાંથી સોનામાં દબાણ જોવા મળી રહ્યું છે. સોનામાં અત્યાર સુધીમાં તેના રેકોર્ડ સ્તરોથી લગભગ 25 ટકાનો ઘટાડો થયો છે અને હાલમાં એમસીએક્સ પર 10 ગ્રામ સોનાની કિંમત 46000 ની આસપાસ છે.

Gold Rate:  સસ્તુ થયું સોનું, ખરીદવું કે રાહ જોવી ? જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 19, 2021 | 9:32 AM

Gold Rate: બજેટમાં સોના પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત થતાંથી સોનામાં દબાણ જોવા મળી રહ્યું છે. સોનામાં અત્યાર સુધીમાં તેના રેકોર્ડ સ્તરોથી લગભગ 25 ટકાનો ઘટાડો થયો છે અને હાલમાં એમસીએક્સ પર 10 ગ્રામ સોનાની કિંમત 46000 ની આસપાસ છે. શેરબજારની તેજીને નિષ્ણાંતો સોનાના ભાવની નરમાશ સાથે પણ જોડી રહ્યા છે.

સોનું કેમ નરમ પડ્યું? કોટકોડ સિક્યોરિટીઝના કોમોડિટી હેડ રવિન્દ્ર રાવે જણાવ્યું હતું કે નબળા ડોલર અને બજારમાં વધતી લિક્વિડિટીને કારણે સોનામાં દબાણ છે. કોરોના સંકટ અને અનિશ્ચિતતા વચ્ચે સોનાના ભાવમાં વધારો થયો હતો.આ ઉછાળાને પગલે ગોલ્ડ ઇટીએફમાં રોકાણકારોનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જોકે, ઇક્વિટીમાં રેકોર્ડ વધારા પછી અહીં પ્રોફિટ બુકિંગ પણ થયું છે. ઇક્વિટી માર્કેટની તેજીમાં ઘણા રોકાણકારોએ ગોલ્ડ ઇટીએફમાંથી પૈસા પાછા ખેંચી લીધા છે.

સોનામાં રોકાણ કરવાનો યોગ્ય સમય? રવિન્દ્ર રાવના જણાવ્યા મુજબ, આવી સ્થિતિમાં સોનું ખૂબ આકર્ષક લાગે છે અને તેમાં થોડુંક રોકાણ કરી શકાય છે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે ટૂંકા ગાળામાં સોનામાં થોડો દબાણ હોઈ શકે છે, પરંતુ હજી પણ સોનું ખરીદી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સોનામાં કેવી રીતે રોકાણ કરવું? સોનામાં રોકાણ કરવા માટેના ઘણા વિકલ્પો છે – જેમ કે જ્વેલરી, ગોલ્ડ ઇટીએફ અને સોવરિન ગોલ્ડ બોન્ડ્સ. રવિન્દ્ર રાવના જણાવ્યા અનુસાર, જો તમારે લાંબા ગાળા માટે એટલે કે 5-10 વર્ષ સુધી રોકાણ કરવું હોય તો સોવરિન ગોલ્ડ બોન્ડ્સ યોગ્ય વિકલ્પ છે કારણ કે તે 2 ટકા વ્યાજ પણ મેળવે છે. તે જ સમયે, તેઓ આ સમય જવેલરી ખરીદવાની યોગ્ય તક માને છે.

આજના સોનાં (GOLD)ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 42723.5 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

INDIAN MARKET

MCX GOLD Current    46000.00   -126.00 (-0.27%) – સવારે 9.20વાગે Open          46,409.00 High          46,436.00 Low            46,403.00

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 47601 RAJKOT 999           – 47622 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI     47707 MUMBAI     46690 DELHI         49680 KOLKATA   48850 (સોર્સ ગુડરિટર્ન્સ )

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">