Gold Price Today: ફરી સસ્તી થઈ ચાંદી, 10 ગ્રામ સોનું ખરીદવા ચુકવવા પડશે આટલા રૂપિયા

|

Sep 04, 2021 | 7:15 AM

Gold Silver Price Today : આ સપ્તાહે ફરી એક વખત ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. શુક્રવારે ચાંદી 209 રૂપિયા પ્રતિ કિલો સુધી સસ્તી થઈ.

Gold Price Today:  ફરી સસ્તી થઈ ચાંદી, 10 ગ્રામ સોનું ખરીદવા ચુકવવા પડશે આટલા રૂપિયા
ચાંદીની કિંમતમાં થયો ઘટાડો

Follow us on

સોના અને ચાંદીના ભાવ આજે નાના દાયરામાં આગળ વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની માંગ ઘટવાના સમાચારને કારણે શુક્રવારે કિંમતોમાં ઘટાડો થયો હતો. જોકે, સોનાના ભાવમાં થોડો ફેરફાર થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 2 રૂપિયાનો મામુલી વધારો થયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન ચાંદી 200 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકી ડોલરના નબળા પડવાના કારણે સોનાના ભાવમાં તેજી પરત આવી છે. જોકે, આ તેજી ટકાઉ નથી. આ કારણે જ સ્થાનિક બજારમાં ભાવ સ્થિર છે.

સોનાની નવી કિંમત (Gold Price, 3 September 2021)

સપ્તાહના છેલ્લા દિવસે દિલ્હી બુલિયન માર્કેટમાં 24 કેરેટ એટલે કે 99.9 ટકાનું સોનું માત્ર 2 રૂપિયા વધીને 46,171 રૂપિયા થયું છે. જ્યારે, એક દિવસ પહેલા, એટલે કે ગુરુવારે સોનાના ભાવ વેપારના અંતે 46,169 પર બંધ થયા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાના ભાવ થોડા ફેરફાર સાથે 1,813 ડોલર પ્રતિ આઉંસ રહ્યા હતા.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ચાંદીની નવી કિંમત (Silver Price, 3 September 2021)

સોનાથી વિપરીત, ચાંદીના ભાવમાં ઘટાડો થવાનો ટ્રેન્ડ ચાલુ છે.દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીનો ભાવ 209 રૂપિયા ઘટીને 62,258 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો છે. જોકે ગુરુવારે એક કિલો ચાંદીનો ભાવ 62,467 રૂપિયા હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કિંમત પ્રતિ  24 ડોલર પ્રતિ આઉંસ રહ્યો હતો.

શું છે નિષ્ણાતનો અભિપ્રાય 

એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી એનાલિસ્ટ તપન પટેલ કહે છે કે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ મર્યાદિત રેન્જમાં છે. જોકે, આગામી સપ્તાહમાં તેમાં મોટી વધઘટ થઈ શકે છે. કારણ કે આવતા સપ્તાહે ઘણી મોટી ઘટનાઓ આવનાર છે. જેની અસર સોનાના ભાવ પર પડશે.

શું સોનું સસ્તું થશે ?

એક પ્રતિષ્ઠીત સમાચાર એજન્સી જણાવ્યા અનુસાર, વિશ્વની સૌથી મોટી ઈટીએફ એસપીડીઆર હોલ્ડિંગ્સે ( SPDR Gold Trust)  ઓપન માર્કેટમાં સોનાનું વેચાણ કર્યું છે. જે આ મહિનાનું સૌથી મોટું એક દિવસનું વેચાણ છે. એસપીડીઆર (SPDR) ની કુલ ગોલ્ડ હોલ્ડિંગ્સ ઘટીને 998.52 ટન સોના પર આવી ગઈ છે. સમાચાર એજન્સીનું કહેવું છે કે આ હોલ્ડિંગ બે વર્ષમાં સૌથી ઓછું છે. આ કારણે જ નિષ્ણાતો આગામી કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં ઘટાડો થવાની આગાહી કરી રહ્યા છે.

એક  રિપોર્ટ અનુસાર, ટૂંકા ગાળામાં સોનાની કિંમત 42 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી ઘટી શકે છે. તાજેતરના એક મીડીયા અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં રસીકરણ ઝડપી બન્યું છે. આવી પરીસ્થિતિમાં આર્થિક પ્રવૃત્તિઓ પણ ઝડપથી વધી રહી છે. એટલે જ રોકાણકારોનું વલણ સોનાથી શેરબજાર તરફ વધ્યું છે.

આ પણ વાંચો :  મારૂતી સુઝુકી કરશે પોણા બે લાખથી વધારે કારોને રીકોલ, જાણો તમારી ગાડી આ લીસ્ટમાં નથી ને!

Next Article