મારૂતી સુઝુકી કરશે પોણા બે લાખથી વધારે કારોને રીકોલ, જાણો તમારી ગાડી આ લીસ્ટમાં નથી ને!

કંપની Ciaz, Ertiga, Vitara Brezza, S-cross અને XL6 વેરિયન્ટની 1,81,754 કારને રિકોલ કરશે. કંપનીનું કહેવું છે કે 4 મે 2018થી 27 ઓક્ટોબર 2020 વચ્ચે ઉત્પાદિત કરાયેલા વાહનોમાં કેટલીક ખરાબી હોઈ શકે છે.

મારૂતી સુઝુકી કરશે પોણા બે લાખથી વધારે કારોને રીકોલ, જાણો તમારી ગાડી આ લીસ્ટમાં નથી ને!
મારૂતી સુઝુકી પોણા બે લાખથી વધારે કાર કરશે રીકોલ

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ (Maruti Suzuki) તેની 1,81,754 કારોને રિકોલ કરવાનો નિર્ણય લીધો છે. કંપની Ciaz, Ertiga, Vitara Brezza, S-cross અને XL6 વેરિયન્ટની કુલ 1,81,754 કારોને રિકોલ કરશે. કંપનીનું કહેવું છે કે 4 મે 2018થી 27 ઓક્ટોબર 2020 વચ્ચે ઉત્પાદિત કરવામાં આવેલા વાહનોમાં કેટલીક ખામીઓ હોઈ શકે છે. આ કારોને ગ્રાહકો પાસેથી લઈને રિપેર કરવામાં આવશે અને તેમને પરત કરવામાં આવશે.

 

ક્યારે અને કેવી રીતે તમારી કાર થશે રીકોલ?

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે પોતાની પહેલ કરી છે અને વાહનોને પરત બોલાવીને રીપેર કરવાનો નિર્ણય કર્યો છે. સંભવિત નવેમ્બરથી આ અંતર્ગત વાહનોના મોટર જનરેટર યુનિટની ચકાસણી કરવામાં આવશે અને જો કોઈ ખામી જણાય તો તેને બદલવામાં આવશે.

 

કંપનીના જણાવ્યા અનુસાર 4 મે 2018થી 27 ઓક્ટોબર 2020 વચ્ચે ઉત્પાદિત કરવામાં આવેલી કારોમાં કોઈ ખરાબી જોવા મળી શકે. તેથી રીકોલ માટે મારુતિના અધિકૃત વર્કશોપમાંથી વાહનોના માલિકોને જાણ કરવામાં આવશે. જો વાહનના મોટર જનરેટરના ભાગમાં કોઈ ખામી જોવા મળે છે તો નવેમ્બર 2021ના ​​પહેલા સપ્તાહથી તેને રીપેર કરવાની કામગીરી શરૂ થશે.

 

અત્યાર સુધીમાં 5 લાખથી વધારે યુનિટ્સને કરવામાં આવ્યા રીકોલ

આ પહેલા પણ મારુતિ સુઝુકીએ નવેમ્બર 2020માં તેના ઈકો (Eeco) ગાડીના 40,453 યુનિટ્સને રીકોલ કર્યા હતા. તેમની હેડલાઈટમાં કેટલીક સમસ્યા આવતી હતી. કંપનીએ જુલાઈ 2020માં વેગનેઆર ( Wagon R ) અને બલેનોના (Baleno) 1,34,885 યુનિટ્સને પણ પરત  બોલાવીને રીપેર કરી હતી. તેમાં ઈંધણ પંપ સાથે કેટલીક સમસ્યાઓ હતી.

 

પહેલા કારને રીકોલ કરવી એ કંપનીની પ્રતિષ્ઠા માટે સારી માનવામાં આવતી ન હતી. પરંતુ હવે કંપનીઓ જાતે જ પહેલ કરે છે અને કારો પરત લે છે અને ખરાબ પાર્ટ્સને પોતાના ખર્ચે ઠીક કરે છે. જે કંપનીની વિશ્વસનીયતાને મજબૂત બનાવે છે. બ્રાન્ડને બજારમાં મજબૂતી મળે છે. 2020માં મારુતિ સુઝુકીએ 3,80,615 કારો રિકોલ કરી હતી. અત્યાર સુધી કંપનીએ તેની કારના 5 લાખથી વધુ યુનિટ્સને પરત બોલાવીને રીપેર કર્યા છે.

 

આ પણ વાંચો :  Closing Bell : તેજીના જુવાળ વચ્ચે શેરબજારે ફરી સર્વોચ્ચ સપાટી નોંધાવી , Reliance એ નવું All Time High Level નોંધાવ્યું

 

આ પણ વાંચો :  Reliance એ તોડયા તમામ રેકોર્ડ, શેર 2400 રૂપિયા નજીક પહોંચ્યો , આગામી સમયમાં કેવું રહેશે પ્રદર્શન? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

Click on your DTH Provider to Add TV9 Gujarati