સોનાના ભાવમાં આવ્યો જોરદાર ઉછાળો, જાણો 1 દિવસમાં સોનાનો ભાવ કેટલો વધ્યો
વાયદા બજારમાં સોનું અને ચાંદી બંને મજબૂત છે. 05 ફેબ્રુઆરી, 2024 માટે 24 કેરેટ સોનાનો કોન્ટ્રાક્ટ 63,161 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર યથાવત છે. સાથે જ 05 માર્ચ, 2024 માટે ચાંદીનો કોન્ટ્રાક્ટ 0.24 ટકાના વધારા સાથે 75,570 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર યથાવત છે.

મંગળવારે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જેના કારણે 24 કેરેટ સોનાનો ભાવ 63,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર થઈ ગયો છે. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJA ની વેબસાઈટ મૂજબ 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 63,030 રૂપિયા થયો છે. આ પહેલા 22 ડિસેમ્બરે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામના 62,844 રૂપિયા હતી. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો થયો અને ભાવ એક કિલોના 75,000 રૂપિયાની આસપાસ છે.
જાણો કેટલો છે 22,20,18 અને 14 કેરેટ સોનાનો ભાવ
IBJA ની વેબસાઈટ મૂજબ 22 કેરેટ સોનાનો ભાવ એક ગ્રામના 6,152 રૂપિયા, 20 કેરેટ સોનાનો ભાવ 5,610 રૂપિયા પ્રતિ ગ્રામ, 18 કેરેટ સોનાનો ભાવ એક ગ્રામના 5,610 રૂપિયા અને 14 કેરેટ સોનાનો ભાવ 4,066 રૂપિયા પ્રતિ ગ્રામ છે.
વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીના ભાવ
વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીના ભાવમાં એક ચતુર્થાંશ ટકાનો વધારો થયો છે. સોનાના ભાવ 0.26 ટકા અથવા $5.3 વધીને $2,074 પ્રતિ ઔંસ રહ્યો છે. તે જ સમયે, ચાંદી 0.23 ટકા અથવા $0.057 વધીને 24.62 ડોલર પ્રતિ ઔંસ પર રહી છે. યુએસ ફેડ દ્વારા વ્યાજદર ઘટાડવાના સંકેત આપ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. ત્યારબાદથી સોના અને ચાંદી બંને હાઈ લેવલ પર ટ્રેડ થઈ રહ્યા છે.
આ પણ વાંચો : શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો તમારે માટે કામના સમાચાર, 31 ડિસેમ્બર સુધીમાં કરો આ જરૂરી કામ
વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ
વાયદા બજારમાં સોનું અને ચાંદી બંને મજબૂત છે. 05 ફેબ્રુઆરી, 2024 માટે 24 કેરેટ સોનાનો કોન્ટ્રાક્ટ 63,161 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર યથાવત છે. સાથે જ 05 માર્ચ, 2024 માટે ચાંદીનો કોન્ટ્રાક્ટ 0.24 ટકાના વધારા સાથે 75,570 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર યથાવત છે. વાયદા બજારમાં સોના-ચાંદીમાં ઉછાળાનું કારણ મજબૂત પોઝિશન બનવી છે.
