શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો તમારે માટે કામના સમાચાર, 31 ડિસેમ્બર સુધીમાં કરો આ જરૂરી કામ
તમે 31 ડિસેમ્બર, 2023 સુધીમાં આ કામ નહીં કરો તો સેબી તમારા ખાતામાં ડેબિટ ફ્રીઝ શકે છે. જો સેબી આવું કરશે તો તમે તમારા ડીમેટ ખાતા અને મ્યુચ્યુઅલ ફંડ ખાતામાંથી રૂપિયા ઉપાડી શકશો નહીં. આ ઉપરાંત તમારા ડીમેટ ખાતામાં રહેલા ફંડનો ઉપયોગ થઈ શકશે નહીં.

જો તમે શેરબજાર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો 31 ડિસેમ્બર 2023 તમારા માટે મહત્વપૂર્ણ તારીખ છે. મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતામાં નોમિની એડ કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર 2023 છે. SEBI દ્વારા તેને ફરજિયાત બનાવાયું છે. તેથી હવે તમારી પાસે મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટમાં નોમિની એડ કરવા થોડા દિવસ જ બાકી છે.
ખાતામાંથી રૂપિયા ઉપાડી શકશો નહીં
તમે 31 ડિસેમ્બર, 2023 સુધીમાં આ કામ નહીં કરો તો સેબી તમારા ખાતામાં ડેબિટ ફ્રીઝ શકે છે. જો સેબી આવું કરશે તો તમે તમારા ડીમેટ ખાતા અને મ્યુચ્યુઅલ ફંડ ખાતામાંથી રૂપિયા ઉપાડી શકશો નહીં. આ ઉપરાંત તમારા ડીમેટ ખાતામાં રહેલા ફંડનો ઉપયોગ થઈ શકશે નહીં. જો તમે નોમિનીને પહેલેથી જ એડ કર્યું છે તો તમારે તેને ફરી અપડેટ કરવાની જરૂર નથી.
ડીમેટ એકાઉન્ટમાં આ રીતે નોમિની એડ કરો
- સૌથી પહેલા NSDL પોર્ટલ nsdl.co.in પર જાઓ.
- હોમપેજ પર ‘Nominate Online’ વિકલ્પ પર ક્લિક કરો.
- એક નવું વેબપેજ ખુલશે, જ્યાં તમને DP ID, Client ID, PAN અને OTP પૂછવામાં આવશે.
- ત્યારબાદ બે વિકલ્પો આવશે. એક ‘I wish to Nominate’ અને બીજો ‘I do not wish to nominate’
- જો તમે નોમિની એડ કરવાનો ઓપ્શન પસંદ કરો છો, તો નોમિનીની વિગતો માટે એક નવું પેજ ખુલશે.
- ત્યારબાદ તમારે આધાર કાર્ડથી ઈ-સાઇન કરવું પડશે. UIDAI સાથે રજીસ્ટર્ડ મોબાઈલ પર OTP દ્વારા આ કામ પૂર્ણ થશે.
આ પણ વાંચો : સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી પગારમાં થશે વધારો
મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં નોમિની કેવી રીતે એડ કરવા
- સૌથી પહેલા તમારે મ્યુચ્યુઅલ ફંડ હાઉસની ઓફિશિયલ વેબસાઇટ અથવા NSDLની વેબસાઇટ પર જવું પડશે.
- તમે મ્યુચ્યુઅલ ફંડમાં નોમિની તરીકે વધુમાં વધુ 3 લોકોને એડ કરી શકો છો.
- નોમિનેશન કરતા વખતે તમે કહી શકો છો કે કયા નોમિનીને કેટલો હિસ્સો આપવો.
- નોમિનેશન માટે તમામ યુનિટ ધારકોની સહી જરૂરી છે.
- જો તમે તમારા ડીમેટ ખાતા દ્વારા રોકાણ કરો છો અને યુનિટ ડિપોઝિટરી પાસે છે, તો યુનિટ હોલ્ડર સાથે ડિપોઝિટરીની જેમ જ નોમિની એગ્રીમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગને પણ લાગુ પડશે.
