Gold Price Today : સોનુ ફરી મોંઘુ થઇ રહ્યું છે, જાણો આજના દુબઈ સહીત દેશ વિદેશના સોનાના ભાવ

હવે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતની ચકાસણી જ નહિ પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

Gold Price Today :  સોનુ ફરી મોંઘુ થઇ રહ્યું છે, જાણો આજના દુબઈ સહીત દેશ વિદેશના સોનાના ભાવ
Gold Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 6:06 PM

Gold Price Today :ભારતીય બુલિયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું. જોકે હજુ સોનું પ્રતિ 10 ગ્રામ રૂપિયા 46 હજારની સપાટીથી નીચે રહ્યું. બીજી તરફ આજે ચાંદીના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. છેલ્લા ટ્રેડિંગ સત્ર દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 45,497 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ સિવાય ચાંદી 59,074 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. ભારતીય બુલિયન બજારોની જેમ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી.

સોનું કેમ વધ્યું? એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે મંગળવારે ભારતીય ચલણ રૂપિયો ડોલર સામે 32 પૈસા ઘટ્યો હતો અને તે ફોરેક્સ માર્કેટમાં સવારે 74.63 ની નીચી સપાટીએ ખુલ્યો હતો. રૂપિયામાં આ ઘટાડાની અસર સોનાના ભાવ પર પડી અને તેમાં સારો ઉછાળો નોંધાયો.

તમે શેરની જેમ સોનું ખરીદી શકો છો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ પણ ગોલ્ડ એક્સચેન્જ માટે ફ્રેમવર્કને મંજૂરી આપી છે. સેબી રેગ્યુલેશન્સ હેઠળ ગોલ્ડ એક્સચેન્જ માટેનું માળખું મંજૂર કરવામાં આવ્યું છે. સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ હેઠળ સિક્યોરિટીઝ તરીકે ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રેસિટસ જારી કરવામાં આવશે અને સૂચિત કરવામાં આવશે. આવા એક્સચેન્જો પહેલેથી જ વિદેશમાં ચાલી રહ્યા છે. દેશમાં પણ સોનાના વેપારમાં પારદર્શિતા વધારવા માટે એક એક્સચેન્જ શરૂ કરવાની માંગ હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો હવે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતની ચકાસણી જ નહિ પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો. આ એપમાં લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોવાનું જણાય તો ગ્રાહક તેના વિશે તરત જ ફરિયાદ કરી શકે છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD    46760.00 -127.00 (-0.27%) –  16:56 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         48220 RAJKOT 999                   48240 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 46080 MUMBAI                  46680 DELHI                      50080 KOLKATA                48850 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           47730 HYDRABAD          47730 PUNE                      48120 JAYPUR                 47800 PATNA                  48120 NAGPUR               46680 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                 42940 AMERICA          42190 AUSTRALIA     42172 CHINA               42190 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ પણ વાંચો : SEBI એ Aditya Birla Money ને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, આ નિયમનું કર્યું હતું ઉલ્લંઘન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">