Gold Price Today : સોનું 42000 રૂપિયા સુધી ગગડવાનું નિષ્ણાંતોનું અનુમાન , જાણો આજના લેટેસ્ટ રેટ

બ્રોકરેજ હાઉસના અહેવાલ મુજબ સોનાની કિંમત ટૂંકા ગાળામાં 42 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી ઘટી શકે છે. તાજેતરના બ્રોકરેજ હાઉસના અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં રસીકરણ તેજ બન્યું છે. આવી સ્થિતિમાં આર્થિક પ્રવૃત્તિઓ ઝડપથી વધી છે. એટલે જ રોકાણકારોનું વલણ સોનાથી શેરબજાર તરફ વધ્યું છે.

Gold Price Today : સોનું 42000 રૂપિયા સુધી ગગડવાનું નિષ્ણાંતોનું અનુમાન , જાણો આજના લેટેસ્ટ રેટ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 12:31 PM

અગાઉના સત્રમાં મજબૂત ઉછાળા બાદ આજે ભારતમાં સોનાના ભાવ(Gold Price Today)માં ઘટાડો થયો છે જ્યારે ચાંદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે સોમવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર વાયદો સોનું 0.18 ટકા પ્રતિ 10 ગ્રામ ઘટ્યું હતું. છેલ્લા સત્રમાં તેજીને કારણે સોનાનો ભાવ એક મહિનાની ઉપલી સપાટીએ પહોંચી ગયો હતો. તે જ સમયે ડિસેમ્બર વાયદા ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 0.34 ટકાનો વધારો નોંધાયો છે.

અગાઉના સત્રમાં સોનામાં પ્રતિ 10 ગ્રામ 500 રૂપિયાનો વધારો થયો હતો જ્યારે ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂ 1900 વધી હતી. યુએસ જોબ ડેટામાં નિરાશાજનક આંકડા પછી વૈશ્વિક દરમાં વધારો થયો છે. યુએસ જોબ્સના ડેટા જાહેર થયા પછી, વિશ્લેષકો કહે છે કે ફેડરલ રિઝર્વ ઉત્તેજનાના પગલાંને સરળ બનાવવા માટે ડેડલાઈનને પાછળ ધકેલી શકે છે. આ સિવાય નબળા અમેરિકી ડોલરથી પણ સોનાને ટેકો મળ્યો છે.

શું સોનું સસ્તું થશે? સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર વિશ્વની સૌથી મોટી ETF SPDR હોલ્ડિંગ્સ (SPDR) એ ખુલ્લા બજારમાં સોનું વેચ્યું છે. જે આ મહિનાનું સૌથી મોટું એક દિવસનું વેચાણ છે. SPDR ની કુલ સોનાની હોલ્ડિંગ 998.52 ટન સોના પર આવી ગઈ છે. સમાચાર એજન્સીનું કહેવું છે કે આ હોલ્ડિંગ બે વર્ષમાં સૌથી ઓછું છે. તેથી જ નિષ્ણાતો આગામી કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં ઘટાડો થવાની આગાહી કરી રહ્યા છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

બ્રોકરેજ હાઉસના અહેવાલ મુજબ સોનાની કિંમત ટૂંકા ગાળામાં 42 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી ઘટી શકે છે. તાજેતરના બ્રોકરેજ હાઉસના અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં રસીકરણ તેજ બન્યું છે. આવી સ્થિતિમાં આર્થિક પ્રવૃત્તિઓ ઝડપથી વધી છે. એટલે જ રોકાણકારોનું વલણ સોનાથી શેરબજાર તરફ વધ્યું છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD    47492.00   -32.00 (-0.07%)–  12:23 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         49043 RAJKOT 999                   49060 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48660 MUMBAI                  47420 DELHI                      50920 KOLKATA                49720 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48560 HYDRABAD          48560 PUNE                      49070 JAYPUR                 48920 PATNA                    49070 NAGPUR                49070 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                 43896 AMERICA          42956 AUSTRALIA     42954 CHINA               42922 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ પણ વાંચો :  શું તમે શેરબજારમાં રોકાણ કરો છો ? ટ્રેડિંગ પહેલા ધ્યાનમાં રાખશો આ બાબતો તો ક્યારેય છેતરાશો નહિ , જાણો શું છે SEBI ની માર્ગદર્શિકા

આ પણ વાંચો : RILના શેરમાં જબરદસ્ત ઉછાળો, સ્ટોક 2400 ને પાર પહોંચ્યો , Mukesh Ambani ની નેટવર્થ 100 અરબ ડૉલરની નજીક પહોંચી

g clip-path="url(#clip0_868_265)">