GLOBAL MARKET: વૈશ્વિક બજારોનો મિશ્ર પ્રતિસાદ, DOW JONES 116 અંક વધ્યો, SGX NIFTY 0.26% તૂટ્યો
વૈશ્વિક બજાર(GLOBAL MARKET)માં આજે મિશ્ર પ્રતિસાદ નજરે પડી રહ્યો છે. અમેરિકામાં ડાઓ જોન્સ(DOW JONES) ૧૧૬ અંક વૃદ્ધિ સાથે બંધ થયો છે જયારે અન્ય બજારોમાં પણ તેજી દર્જ થઇ છે.
વૈશ્વિક બજાર(GLOBAL MARKET)માં આજે મિશ્ર પ્રતિસાદ નજરે પડી રહ્યો છે. અમેરિકામાં ડાઓ જોન્સ(DOW JONES) ૧૧૬ અંક વૃદ્ધિ સાથે બંધ થયો છે, જયારે અન્ય બજારોમાં પણ તેજી દર્જ થઇ છે. એશિયાના બજારોમાં થોડી નરમાશ દેખાઈ છે. SGX NIFTY ૦.૨૬ ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. ગઈકાલે એશિયાના બજારોમાં સારી તેજી દેખાઈ હતી
અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 116.26 અંક વધ્યો હતો. 0.38 ટકાની મજબૂતીની સાથે 30,930.52 ના સ્તર પર ઇન્ડેક્સ બંધ થયા છે. નાસ્ડેક 198.67 અંક મુજબ 1.53 ટકાના વધારાની સાથે 13,197.18 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 30.66 અંક સાથે 0.81 ટકાની મજબૂતી દર્જ કરી 3,798.91 ના સ્તર પર બંધ થયા છે.
જાપાનના બજાર નિક્કેઈ 129.08 અંક નીચે કારોબાર કરે છે. ઇન્ડેક્સમાં 0.45 ટકાની નબળાઈની સાથે 28,504.38 ના સ્તર પર કારોબાર થઇ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 38.00 અંક તૂટ્યો છે. 0.26 ટકાના ઘટાડાની સાથે 14,518.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. હેંગ સેંગ 0.94 ટકા વધીને 29,920.67 ના સ્તર પર છે.
કોરિયાઈ બજાર કોસ્પી 0.42 ટકાના વધારાની સાથે 3,105.66 ના સ્તર પર દેખાય રહ્યા છે. તાઇવાનના બજાર 0.34 ટકા મજબૂતની સાથે 15,931.62 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. શંઘાઈ કંપોઝિટ ઉછળાની સાથે 3,582.45 ના સ્તર પર છે.
આ પણ વાંચો: હવે YouTube વિડીયો પરથી કરી શકશો શોપિંગ, કંપનીએ શરૂ કર્યું ટેસ્ટિંગ