હવે YouTube વિડીયો પરથી કરી શકશો શોપિંગ, કંપનીએ શરૂ કર્યું ટેસ્ટિંગ

YouTube એક નવું ફીચર ટેસ્ટિંગ કરી રહ્યું છે. નવા ફીચરમાં હવે તમે વિડીયોથી પણ એ પ્રોડકટ ખરીદી શકશો કે તેમ વિડીયોમાં જોઇ શકો છો. વ્યુયર્સ YouTube વિડીયોમા દેખાઇ રહેલી પ્રોડડક શોધી શકશે અને ખરીદી પણ શકશે.

હવે YouTube વિડીયો પરથી કરી શકશો શોપિંગ, કંપનીએ શરૂ કર્યું ટેસ્ટિંગ
YouTube
Chandrakant Kanoja

| Edited By: Bhavesh Bhatti

Jan 20, 2021 | 9:03 AM

YouTube  એક નવું ફીચર ટેસ્ટિંગ કરી રહ્યું છે.  નવા ફીચરમાં  હવે તમે વિડીયોથી પણ એ પ્રોડકટ ખરીદી શકશો કે તેમ વિડીયોમાં જોઇ શકો છો. વ્યુયર્સ YouTube વિડીયોમા દેખાઇ રહેલી પ્રોડકટ  શોધી શકશે અને ખરીદી પણ શકશે. હાલના સમયમાં આ ફીચર ટેસ્ટિંગ મોડ પર છે. તેનું ટેસ્ટિંગ અમેરિકામા એન્ડ્રોઇડ અને આઇઓએસ અને વેબ પર લિમિટેડ વપરાશકારો સાથે કરવામાં આવી રહ્યું છે. ક્રિએટર કેટલાંક પ્રોડક્ટ જોડી શકે છે જે ટેસ્ટિંગનો ભાગ છે. તે પોતાના વિડીયોમાં કેટલીક પ્રોડકટ જોડી શકે છે જે શોપિંગ બેગ આઇકોનમાં માધ્યમથી ખરીદનારને મળશે.

કંપનીએ ગૂગલ સપોર્ટ પેજ પર ટેસ્ટ કરવામાં આવી રહેલા નવા ફીચર ડિટેલની શેર કરી છે. કંપનીએ કહ્યું કે આ ફીચર્સથી વ્યુવર્સને દેખાઇ રહેલી પ્રોડક્ટ અંગે જાણકારી મળશે અને ખરીદવાના ઓપ્શન મળશે. યુ ટ્યુબનું કહેવું છે કે આ પાયલોટ પ્રોજેક્ટ પણ હાલ પસંદગી ક્રિએટરો સાથે કામ કરવામાં આવી રહ્યું છે.

આ ફીચર્સથી વ્યુવર્સને શોપિંગ બેગ આઇકોન પર કિલક કરીને પસંદગીની પ્રોડકટનું લિસ્ટ જોઇ શકશે. જે વીડીયોની નીચે ડાબી બાજુ જોવા મળશે. અહિયાંથી તે દરેક પ્રોડકટ પેજ જાણી શકશે. જ્યાં તેમને પ્રોડક્ટ ખરીદવા માટે વધારે જાણકારી અને વિડીયો ઓપ્શન પણ મળશે.

ઓકટોબર 2020માં બ્લૂમબર્ગે જણાવ્યું કે યુટ્યુબ ક્રિએટર્સનો વિડીયોમાં દેખાયેલી પ્રોડકટને ટેગ કરવા માટે યુટયુબ સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટે કહ્યું હતું. રિપોર્ટમા કહેવામાં આવ્યું છે કે આ ડેટા ગૂગલના શોપિંગ ટૂલ અને એનાલીટિક્સથી જોડવામાં આવશે. યુ ટ્યુબના પ્રવક્તાએ પૃષ્ટી કરી છે કે તે વ્યૂવર્સ માટે વિડીયો ચેનલ સાથે ફીચરની ટેસ્ટિંગ કરી રહ્યા છે અને ક્રિએટર્સ પાસે દેખાતા પ્રોડકટસ પર કંટ્રોલ હશે.

આ પણ વાંચો: ભારતની જીતના હિરોઃ કોઇકના પિતા શ્રમિક તો કોઇકના કંડકટર, જાણો ઓસ્ટ્રેલીયા વિજેતા યોદ્ધાઓની વાસ્તવિકતા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati