Bonus Share : નવા વર્ષમાં રોકાણકારો માટે સારા સમાચાર, આ કંપની 1 શેર પર આપશે 4 શેર ફ્રી

|

Dec 25, 2024 | 8:49 PM

આ કંપની પ્રથમ વખત બોનસ શેર ઓફર કરવા જઈ રહી છે. કંપનીએ તેના બોર્ડના સભ્યો પાસેથી 7,94,12,676 બોનસ ઇક્વિટી શેર ઇશ્યૂ કરવા માટે મંજૂરી મેળવી છે, જેમાંથી દરેકની ફેસ વેલ્યુ રૂ. 10 છે. આ ટેક્સટાઇલ કંપનીની માર્કેટ કેપ રૂ. 8,475.42 કરોડ છે. કંપની 4:1 ના રેશિયોમાં બોનસ શેર આપી રહી છે.

Bonus Share : નવા વર્ષમાં રોકાણકારો માટે સારા સમાચાર, આ કંપની 1 શેર પર આપશે 4 શેર ફ્રી
Bonus Share

Follow us on

Garware Technical Fibres Ltd પ્રથમ વખત બોનસ શેર ઓફર કરવા જઈ રહી છે. કંપનીએ તેના બોર્ડના સભ્યો પાસેથી 7,94,12,676 બોનસ ઇક્વિટી શેર ઇશ્યૂ કરવા માટે મંજૂરી મેળવી છે, જેમાંથી દરેકની ફેસ વેલ્યુ રૂ. 10 છે. ટેક્સટાઇલ કંપનીની માર્કેટ કેપ રૂ. 8,475.42 કરોડ છે. કંપની 4:1 ના રેશિયોમાં બોનસ શેર આપી રહી છે. આનો અર્થ એ છે કે દરેક શેર માટે, તમને કંપનીના 4 વધારાના શેર મળશે.

બોનસ શેર માટેની રેકોર્ડ ડેટ 3 જાન્યુઆરી, 2025 નક્કી કરવામાં આવી છે. કંપનીના શેરની કિંમત હાલમાં 4269 રૂપિયા છે. Garware Technical Fibres Ltdના શેર મંગળવાર, 24 ડિસેમ્બરના રોજ BSE પર રૂ. 4,269.05 પર બંધ થયા હતા. આ અગાઉના બંધ ભાવ કરતાં 0.57%નો ઘટાડો નોંધાયો હતો.

બોનસ શેર એ કંપની દ્વારા વર્તમાન શેરધારકોને આપવામાં આવતા મફત શેર છે. જો તમારી પાસે કંપનીના 100 શેર હોય અને કંપની 4:1ના રેશિયોમાં બોનસ શેર આપવાની હોય તો, કંપની તમને 100ની સામે 400 બીજા વધારાના શેર એટલે કે બોનસ શેર આપશે, તેથી તમારી પાસે કંપનીના કુલ 500 શેર થઈ જશે.

શરદી-ઉધરસથી રાહત મેળવવા દેવરાહા બાબાનો ઉપાય
ફારસી શબ્દ છે અનાર, હિંદી નામ સાંભળશો તો વિશ્વાસ નહીં આવે
શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે આ લાડુ, જાણો ફાયદા
Vastu shastra : ઘરમાં તોડફોડ કર્યા વિના દૂર થશે વાસ્તુ દોષ, કરો આ 7 ઉપાય
સંતરા એ પોર્ટુગિઝ શબ્દ છે, તેનું હિન્દી નામ જાણશો તો ચોંકી જશો
કેટલા રૂપિયાની નોટ પર RBI ગવર્નરના હસ્તાક્ષર હોતા નથી ?

કંપનીનો બિઝનેસ

1976માં સ્થપાયેલી કંપની ટેક્નિકલ ટેક્સટાઇલ્સમાં ગ્લોબલ લીડર કંપની છે. તે કૃષિ કેચ નેટ, ફિશિંગ નેટ, સ્પોર્ટ્સ નેટ, સિક્યોરિટી નેટ, એગ્રીકલ્ચરલ નેટ, કોટેડ ફેબ્રિક્સ, પોલિમર રોપ્સ અને જીઓસિન્થેટીક્સમાં નવીન સોલ્યુશન આપે છે.

Next Article