AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fortune 500 Global List: Mukesh Ambami ની RIL ટોચની 100 કંપનીઓની યાદીમાંથી બહાર ફેંકાઈ, SBIના સ્થાનમાં16 ક્રમનો ઉછાળો

524 અબજ ડોલરની આવક સાથે વોલમાર્ટ(Walmart) ફોર્ચ્યુનની યાદીમાં પ્રથમ સ્થાને છે. 384 અબજ ડોલર સાથે ચીનની સ્ટેટ ગ્રીડ(State Grid) બીજા ક્રમે છે

Fortune 500 Global List: Mukesh Ambami ની RIL ટોચની 100 કંપનીઓની યાદીમાંથી બહાર ફેંકાઈ, SBIના સ્થાનમાં16 ક્રમનો ઉછાળો
Mukesh Ambani - Chairman, RIL
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 9:02 AM
Share

Fortune 500 Global List: દેશના સૌથી ધનિક વ્યક્તિ અને અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની આગેવાની હેઠળ ટેલિકોમ ક્ષેત્રથી લઈ તેલ સુધી કારોબાર કરનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(RIL) 2021 ની ફોર્ચ્યુન ગ્લોબલ 500(Fortune Global 500 list) યાદીમાં 59 સ્થાનથી સરકીને 155 મા સ્થાને પહોંચી ગઈ છે.કોવિડ -19 રોગચાળા(COVID-19 pandemic)ને કારણે આવક ખરાબ રીતે પ્રભાવિત થવાને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રેન્કિંગમાં મોટો ઘટાડો થયો છે. 2017 પછી રિલાયન્સની આ સૌથી નીચી રેન્કિંગ છે.

524 અબજ ડોલરની આવક સાથે વોલમાર્ટ(Walmart) ફોર્ચ્યુનની યાદીમાં પ્રથમ સ્થાને છે. 384 અબજ ડોલર સાથે ચીનની સ્ટેટ ગ્રીડ(State Grid) બીજા ક્રમે છે.બીજી તરફ એમેઝોન(Amazon) 280 અબજ ડોલરની આવક સાથે ત્રીજા સ્થાને છે. ચાઇના નેશનલ પેટ્રોલિયમ(China National Petroleum) ચોથા સ્થાને છે અને સિનોપેક ગ્રુપ(Sinopec Group) પાંચમા સ્થાને છે.

કોરોના મહામારીએ RIL ની આવકમાં ઘટાડો કર્યો વૈશ્વિક માંગને અસર કરનાર રોગચાળાને કારણે રિલાયન્સની કમાણીમાં ઘટાડો થયો છે પરિણામે 2020 ના બીજા ક્વાર્ટરમાં ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થયો હતો. આ કારણે રિલાયન્સની આવક 25.3 ટકા ઘટીને 63 અબજ ડોલર થઈ ગઈ હતી. યાદીમાં સમાવિષ્ટ ભારતની અન્ય પેટ્રોલિયમ કંપનીઓની રેન્કિંગ પણ નીચે આવી છે.

SBIએ 16 સ્થાનની છલાંગ લગાવી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) 16 સ્થાનની છલાંગ લગાવીને 205 સ્થાને પહોંચી ગઈ છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) 61 સ્થાન ઘટીને 212 મા સ્થાને પહોંચી ગયું છે. સતત બીજા વર્ષે આ યાદીમાં SBIની સ્થિતિ સુધરી છે. ગયા વર્ષે પણ SBI ની રેન્કિંગમાં 15 સ્થાનનો સુધારો થયો હતો. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) 53 સ્થાન ઘટીને 243 મા સ્થાને પહોંચી ગયું છે.

રાજેશ એક્સપોર્ટ્સ બીજી કંપની છે જેની રેન્કિંગમાં જબરદસ્ત સુધારો થયો છે. કંપનીના રેન્કિંગમાં 114 સ્થાનનો જબરદસ્ત સુધારો થયો હતો. હવે રાજેશ એક્સપોર્ટ્સ યાદીમાં 348 મા સ્થાને છે. આ યાદીમાં ટાટા મોટર્સ 20 સ્થાન ઘટીને 357 મા સ્થાને અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) 394 મા સ્થાને પહોંચી ગયા છે. BPCL ગયા વર્ષે 309 મા ક્રમે હતું.

31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષના આધારે રેન્કિંગમાં ફોર્ચ્યુને જણાવ્યું હતું કે કંપનીઓને 31 માર્ચ 2021 અથવા તે પહેલા પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે આવકના આધારે ક્રમાંક આપવામાં આવ્યો છે. SBI ની આવક 52 અબજ ડોલર , IOC 50 અબજ ડોલર , ONGC 46 અબજ ડોલર અને રાજેશ એક્સપોર્ટ 35 અબજ ડોલર રેવેન્યુ હતી. ફોર્ચ્યુને કહ્યું કે વોલમાર્ટ સતત આઠમા વર્ષે ટોચ પર છે. તે 1995 થી 16 મી વખત ટોચ પર છે.

આ પણ વાંચો: VIL: શું વોડાફોન-આઈડિયા બંધ થશે? પ્રમોટર બિરલાએ પોતાનો હિસ્સો સરકારને સોંપવાની ઓફર કરી

આ પણ વાંચો: Bank Privatisation: ચાલુ વર્ષે સરકારી બેંકોનું ખાનગીકરણ મુશ્કેલ, જાણો સરકારનો પ્રયાસ કેમ પડયો વિલંબમાં

Follow Us
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ૨23 સપ્ટેમ્બર સુધી ગુજરાતની મુલાકાતે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ૨23 સપ્ટેમ્બર સુધી ગુજરાતની મુલાકાતે
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી
ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી
Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા
Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
g clip-path="url(#clip0_868_265)">