AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Forex Reserve : ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 588 અબજ ડોલરને પાર પહોંચ્યું, જાણો પાડોશી દેશની શું સ્થિતિ છે?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલી માહિતી નુસાર વિદેશી મુદ્રા ભંડાર 588.78 અબજ ડોલર નોંધાયું છે. તે જ સમયે ફોરેન કરન્સી એસેટ્સમાં 4.99 બિલિયન ડોલરનો વધારો થયો છે અને તે વધીને 519.48 બિલિયન ડોલર થઈ ગયો છે.

Forex Reserve : ભારતનું વિદેશી મુદ્રા ભંડાર 588 અબજ ડોલરને પાર પહોંચ્યું, જાણો પાડોશી દેશની શું સ્થિતિ છે?
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 7:57 AM
Share

Forex Reserve :ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં 4 બિલિયન ડોલરથી વધુનો ઉછાળો આવ્યો છે. 28 એપ્રિલ 2023 ના રોજ પૂરા થતા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર  588.78 બિલિયન ડોલર પર પહોંચી ગયું છે જે અગાઉ 21 એપ્રિલના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં  584.25 બિલિયન ડોલર  હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા – RBI દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન વિદેશી મુદ્રા ભંડારમાં 4.53 બિલિયન ડોલરનો ઉછાળો જોવા મળ્યો છે. જો કે વિદેશી મુદ્રા ભંડાર હજુ પણ તેમની ઐતિહાસિક ઊંચાઈ કરતા 57 બિલિયન ડોલર ઓછું છે.

વિદેશી મુદ્રા ભંડારમાં વધારો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલી માહિતી નુસાર વિદેશી મુદ્રા ભંડાર 588.78 અબજ ડોલર નોંધાયું છે. તે જ સમયે ફોરેન કરન્સી એસેટ્સમાં 4.99 બિલિયન ડોલરનો વધારો થયો છે અને તે વધીને 519.48 બિલિયન ડોલર થઈ ગયો છે. ગોલ્ડ રિઝર્વમાં પણ ઘટાડો થયો છે અને તે ઘટીને 45.65 બિલિયન ડોલર  થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન IMFમાં અનામત 5.17 બિલિયન ડોલર રહ્યું હતું.

વિદેશી રોકાણમાં વધારો થયો

તમને જણાવી દઈએ કે ઓક્ટોબર 2021માં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 645 અબજ યુએસ ડોલરના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો પરંતુ ત્યારથી વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો શરૂ થયો હતો જે ઘટીને 525 અબજ ડોલરના સ્તરે આવી ગયો હવે પરંતુ નીચલા સ્તરેથી વિદેશી મૂડીરોકાણમાં ઉછાળો અને વિદેશી પોર્ટફોલિયો રોકાણમાં ઉછાળાને કારણે ફોરેક્સ રિઝર્વમાં વધારો થયો છે જો કે તેમના ઉચ્ચ સ્તરો કરતાં ઘણો ઓછો છે.

વર્ષ 2022 માં જ્યારે યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધારો કર્યા પછી વિદેશી રોકાણકારોએ તેમનું રોકાણ પાછું ખેંચવાનું શરૂ કર્યું છે. તે સમયે રૂપિયામાં નબળાઈ જોવા મળી હતી. ડોલર સામે રૂપિયો 10 ટકા ઘટીને રૂ.83ના સ્તરે પહોંચ્યો હતો. રૂપિયાને ટેકો આપવા માટે આરબીઆઈએ ડોલર વેચવા પડ્યા હતા જેના કારણે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો હતો.

પાકિસ્તાનના ફોરેક્સ રિઝર્વમાં સતત ઘટાડો

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ છે તે કોઈનાથી છુપાયેલ નથી અને આ પાડોશી દેશની ગરીબીના સમાચાર સતત હેડલાઈન્સમાં રહે છે. હવે એવા સમાચાર આવ્યા છે જે પાકિસ્તાનના લોકો માટે વધુ એક ચિંતાનું કારણ બની શકે છે.

સ્ટેટ બેંક ઓફ પાકિસ્તા એ કહ્યું છે કે તેના વિદેશી મુદ્રા ભંડારમાં 6 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે. ગુરુવારે રાત્રે એક નિવેદનમાં SBP એ જણાવ્યું હતું કે 28 એપ્રિલે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન પાકિસ્તાની કેન્દ્રીય બેંકના કુલ વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઘટાડો થયો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
g clip-path="url(#clip0_868_265)">