Forex Reserve : દેશનો વિદેશી મુદ્રા ભંડાર નવ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો, જાણો દેશની તિજોરીમાં કેટલું સોનું છે?
Forex Reserve : છેલ્લા મહિનામાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો એ પણ કારણ છે કે આયાત મોંઘી થઈ છે. તો આરબીઆઈ અને ફેડ રિઝર્વની કડક નાણાકીય નીતિના કારણે રૂપિયો નબળો પડ્યો છે. સમયાંતરે આરબીઆઈ તરલતા વ્યવસ્થાપન દ્વારા બજારમાં હસ્તક્ષેપ કરે છે જેમાં આરબીઆઈ ડોલરનું વેચાણ પણ કરે છે
Forex Reserve : ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સતત બીજા સપ્તાહે ઉછાળો જોવા મળ્યો છે. 14 એપ્રિલ 2023ના રોજ પૂરા થયેલા સપ્તાહ બાદ વિદેશી મુદ્રા ભંડાર વધીને 586.4 બિલિયન ડોલર થઈ ગયો છે. એટલે કે આ સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં 1.65 બિલિયન ડોલરનો વધારો થયો છે. અગાઉ 7 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં 6.3 બિલિયન ડોલરનો ઉછાળો નોંધાયો હતો.ભારતીય રિઝર્વ બેંકે વિદેશી મુદ્રા ભંડાર સંબંધિત આંકડા જાહેર કર્યા છે જે મુજબ વિદેશી મુદ્રા ભંડાર 586.4 બિલિયન ડોલરના નવ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. આરબીઆઈના ડેટા અનુસાર ફોરેન કરન્સી એસેટ્સમાં 1.58 બિલિયન ડોલરનો વધારો થયો છે અને તે વધીને 516.63 બિલિયન ડોલર થઈ ગયો છે. ભારતના સોનાના ભંડારમાં 5.21 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે અને તે ઘટીને 46.17 બિલિયન ડોલર પર આવી ગયો છે.
વર્ષ 2022 ની શરૂઆતમાં, ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર 633 અબજ ડૉલર હતું. ત્યારબાદ ઑક્ટોબર 2021માં, દેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર 645 અબજ યુએસ ડૉલરની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. વૈશ્વિક વિકાસની વચ્ચે રૂપિયાના વિનિમય દરમાં ઘટાડો અટકાવવા માટે કેન્દ્રીય બેંક દ્વારા સ્થાનિક અનામતના ઉપયોગને કારણે બાદમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : RIL Q4 Results Today : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામ પહેલા કંપનીનો સ્ટોક શું સંકેત આપી રહ્યો છે? જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય
છેલ્લા મહિનામાં વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો એ પણ કારણ છે કે આયાત મોંઘી થઈ છે. તો આરબીઆઈ અને ફેડ રિઝર્વની કડક નાણાકીય નીતિના કારણે રૂપિયો નબળો પડ્યો છે. સમયાંતરે આરબીઆઈ તરલતા વ્યવસ્થાપન દ્વારા બજારમાં હસ્તક્ષેપ કરે છે જેમાં આરબીઆઈ ડોલરનું વેચાણ પણ કરે છે જેથી સ્થાનિક ચલણને વધુ નબળા પડવાથી બચાવી શકાય છે. ગુરુવારે મોનેટરી પોલિસીની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે જો વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થશે તો તેનાથી મેક્રો ઈકોનોમિક સ્ટેબિલિટી મજબૂત થશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…