AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કોહલી – સલમાન, BTS સહીતના અનેક લોકોના ટ્વિટરમાંથી બ્લુ ટિક ગાયબ, આજથી ટ્વિટર પર નહીં જોવા મળે ફ્રી બ્લુ ટિક

Twitter Legacy Verified Checkmarks: ટ્વિટરે લેગસી વેરિફાઈડ એકાઉન્ટ્સમાંથી બ્લુ ટિક્સને દૂર કરવાનું શરૂ કર્યું છે. હવે જેને બ્લુ ટિક જોઈતી હશે તેમની પાસેથી માસિક ચાર્જ લેવામાં આવશે. એલોન મસ્કે ફ્રી સર્વિસ બંધ કરી દીધી છે.

Breaking News : કોહલી - સલમાન, BTS સહીતના અનેક લોકોના ટ્વિટરમાંથી બ્લુ ટિક ગાયબ, આજથી ટ્વિટર પર નહીં જોવા મળે ફ્રી બ્લુ ટિક
Twitter blue tick
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2023 | 7:15 AM
Share

આજથી ટ્વિટર પર ફ્રી બ્લુ ટિક દેખાશે નહીં કારણ કે કંપનીએ લેગસી વેરિફાઈડ એકાઉન્ટ્સમાંથી બ્લુ ટિક દૂર કરી દીધી છે. ઈલોન મસ્ક પહેલા જ આની જાહેરાત કરી ચૂક્યા છે. 12 એપ્રિલે ટ્વિટરના બોસ, ઈલોન મસ્કે કહ્યું હતું કે ફ્રી સર્વિસ 20 એપ્રિલથી બંધ થઈ જશે. એટલે કે જેઓ મફતમાં બ્લુ ટિક લે છે તેમનું વેરિફિકેશન સમાપ્ત થઈ જશે. જો તમને બ્લુ ટિક જોઈતુ હોય તો તમારે હવે તેના માટે પૈસા ચૂકવવા પડશે.

બ્લુ ટિક માટે પેઇડ સબસ્ક્રિપ્શન ચાર્જ (લગભગ રૂ. 650) ચૂકવવો પડશે. લેગસી વેરિફાઈડ એકાઉન્ટને જૂનું બ્લુ ટિક એકાઉન્ટ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા પછી, હવે ફક્ત બ્લુ સબસ્ક્રિપ્શન ખરીદનારા વપરાશકર્તાઓને જ બ્લુ ટિક મળશે. અગાઉ આ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડતો ન હતો, પરંતુ જ્યારથી મસ્ક ટ્વિટરના નવા બોસ બન્યા છે ત્યારથી તેણે તેમાં ઘણા ફેરફારો કર્યા છે.

બિલ ગેટ્સના ટ્વિટરમાંથી પણ બ્લુ ટિક કાઢી નાખવામાં આવ્યું

સલમાન ખાનના એકાઉન્ટમાંથી પણ બ્લુ ટિક હટાવી દેવામાં આવી છે

એલોન મસ્ક 12 એપ્રિલે જાહેરાત કરી હતી

એલોન મસ્કએ 12 એપ્રિલે સ્પષ્ટ કર્યું હતું કે 20 એપ્રિલથી ફ્રી વેરિફાઈડ એકાઉન્ટ્સમાંથી બ્લુ ટિક દૂર કરવામાં આવશે. જો તેઓ તેને સબ્સ્ક્રાઇબ કરે છે, તો તે ઠીક છે, અન્યથા તેમના એકાઉન્ટમાંથી બ્લુ ટિક દૂર કરવામાં આવશે.

વેબ પર ટ્વિટર બ્લુનો માસિક ચાર્જ 650 રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે વેબ પર ટ્વિટર બ્લુનો માસિક ચાર્જ 650 રૂપિયા છે, જ્યારે વાર્ષિક પ્લાનની વાત કરીએ તો તમારે આ માટે 6,800 રૂપિયા ખર્ચવા પડશે. એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સે 900 રૂપિયા માસિક ચાર્જ ચૂકવવો પડશે.

Follow Us
ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો
ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
g clip-path="url(#clip0_868_265)">