Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RIL Q4 Results Today : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામ પહેલા કંપનીનો સ્ટોક શું સંકેત આપી રહ્યો છે? જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય

Reliance Industries Q4 results today : સ્ટોકબોક્સના રોહન શાહે પણ કહ્યું કે જ્યાં સુધી રિલાયન્સનો શેર (RIL share price today ) રૂ. 2,000થી નીચે ન જાય ત્યાં સુધી 2180 વેપારીઓ તેમાં ખરીદી કરી શકે છે. શુક્રવારે બપોરે 12.17 વાગ્યે કંપનીનો શેર NSE પર 0.95 રૂપિયા અથવા 0.040% ટકાના નજીવા ઘટાડા  સાથે રૂપિયા 2,345.10 પર ટ્રેડ કરી રહ્યો હતો.

RIL Q4 Results Today : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામ પહેલા કંપનીનો સ્ટોક શું સંકેત આપી રહ્યો છે? જાણો નિષ્ણાંતોનો  અભિપ્રાય
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2023 | 1:36 PM

Reliance Industries Q4 results today :દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(RIL) આજે તેના માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે. જોકે મુકેશ અંબાણી(Mukesh Ambani)ની આ કંપની પરિણામમાં કોઈ મોટી જાહેરાત કરે છે કે નહીં? તે ઉપર શેરબજારના રોકાણકાર આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ કંપનીનો બિઝનેસ ઘણા સેક્ટરમાં ફેલાયેલો છે. છેલ્લા કેટલાક દિવસોથી રિલાયન્સના શેરમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી.  એપ્રિલમાં અત્યાર સુધીમાં માત્ર 0.6 ટકા વધ્યો છે જ્યારે NIFTY50 આ સમયગાળા દરમિયાન 1.5 ટકા વધ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આવક અને નફામાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી પરંતુ વિશ્લેષકોનું કહેવું છે કે કંપનીના ઓપરેટિંગ નફામાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળી શકે છે.

  • Reliance Industries Ltd Share Price (21 Apr, 12:29 pm) : 2,344.35 −1.70 (0.072%)

સાત બ્રોકરેજના સરેરાશ અંદાજ મુજબ કંપનીનો કોન્સોલિડેટેડ ગ્રોથ પાછલા વર્ષના સરખામણીએ માર્ચ ક્વાર્ટરમાં 1.2 ટકા વધીને રૂ. 2.14 લાખ કરોડ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન રિલાયન્સનો ચોખ્ખો નફો ચાર ટકાની વૃદ્ધિ સાથે રૂ. 16,853 કરોડ થવાનો અંદાજ છે. જો આપણે રિલાયન્સના શેરના પાછલા પ્રદર્શન પર નજર નાખીએ તો આ બાબતે કોઈ સારું ચિત્ર નથી. પરિણામોની જાહેરાત બાદ છેલ્લા 12 ક્વાર્ટરમાં રિલાયન્સના શેરમાં 11 વખત ઘટાડો થયો છે. ઘટાડો ઓછામાં ઓછા સાત વખત નોંધપાત્ર હતો.

શું આ વખતે ઈતિહાસ બદલાશે?

બજાર બંધ થયા બાદ રિલાયન્સ સાંજે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કરશે. આ વખતે ઈતિહાસ બદલાશે કે પુનરાવર્તિત થશે? હેજ્ડના સ્થાપક અને સીઈઓ રાહુલ ઘોષે જણાવ્યું હતું કે રિલાયન્સ સ્ટોકે સાપ્તાહિક ચાર્ટ પર ડાઉનવર્ડ ટ્રેન્ડિંગ ચેનલમાંથી બ્રેકઆઉટ આપ્યું છે. તે હાલમાં 20 દિવસની EMA ઉપર બંધ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. માસિક ચાર્ટ પર તેજીની કેન્ડલ સાથે નીચા બોલિંગર બેન્ડમાંથી સ્ટોક ઉછળ્યો છે. સ્ટોકબોક્સના રોહન શાહે પણ કહ્યું કે જ્યાં સુધી રિલાયન્સનો શેર (RIL share price today ) રૂ. 2,000થી નીચે ન જાય ત્યાં સુધી 2180 વેપારીઓ તેમાં ખરીદી કરી શકે છે. શુક્રવારે બપોરે 12.17 વાગ્યે કંપનીનો શેર NSE પર 0.95 રૂપિયા અથવા ટકાના નજીવા ઘટાડા  સાથે રૂપિયા 2,345.10 પર ટ્રેડ કરી રહ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 18-04-2025
10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">