Ford કંપની છોડી શકે છે દેશ! ચેન્નાઈ અને ગુજરાત પ્લાન્ટ કરી શકે છે બંધ

TV9 GUJARATI

|

Updated on: Jul 16, 2021 | 9:31 PM

એક અહેવાલ મુજબ, અમેરિકન ઓટોમોબાઈલ ઉત્પાદક તેની ભારતીય ઉત્પાદન કામગીરીને સમાપ્ત કરવા વિચારી રહી છે.

Ford કંપની છોડી શકે છે દેશ! ચેન્નાઈ અને ગુજરાત પ્લાન્ટ કરી શકે છે બંધ
ફાઈલ ફોટો

Follow us on

ફોર્ડ મોટર કંપની (Ford) ભારતમાં જનરલ મોટર્સના માર્ગને અનુસરી શકે છે. એક ખાનગી અહેવાલ મુજબ, અમેરિકન ઓટોમોબાઈલ ઉત્પાદક તેની ભારતીય ઉત્પાદન કામગીરીને સમાપ્ત કરવા વિચારી રહી છે. ફોર્ડ આ વર્ષના અંત સુધીમાં ભારતમાં તેની બે ફેક્ટરીઓ અંગે નિર્ણય લઈ શકે છે. ભારતમાં ફોર્ડ ઇન્ડિયાની 2 ફેક્ટ્રી છે એક મરાયામાલાઈ નગરમાં અને બીજી સાણંદમાં. અહેવાલ મુજબ ફોર્ડ વિવિધ ઉત્પાદકો અને અન્ય કાર કંપનીઓ સાથે કરાર ઉત્પાદન અથવા તેની ભારતીય ફેક્ટરીઓના વેચાણ માટે વાતચીત કરી રહ્યું છે. વાતચીતનો નવીનતમ તબક્કો ઓલા સાથે છે.

જ્યારે ઓલા અધિકારીઓએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે ફોર્ડ ઇન્ડિયાના પ્રવક્તાએ આ સમાચારને સટ્ટાકીય ગણાવ્યા હતા. ફોર્ડ ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, અમે આ અનુમાન અંગે કોઈ ટિપ્પણી કરવાનું પસંદ કરીશું નહીં. અમે ભારતમાં આપણા મૂડીની ફાળવણીનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખીએ છીએ અને આ વર્ષના ઉત્તરાર્ધમાં જવાબ મળશે તેવી આશા છે.

ફોર્ડ અને મહિન્દ્રાની ભાગીદારીમાં પ્રવેશ થવાની ધારણા હતી. જો કે, 1 જાન્યુઆરી 2021 ના ​​રોજ બંને નિર્માતાઓએ જાહેરાત કરી કે જોઈન્ટ વેંચર બંધ છે અને બંને ઉત્પાદકો તેમની રીતે આગળ વધશે.

કોરોના રોગચાળો અને તેનાથી સંકળાયેલ લોકડાઉનને કારણે, મોટાભાગના ઉત્પાદકોને દેશમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. બજાર સંકુચિત થઈ ગયું છે, જેના કારણે કારખાનાઓ તેમની કુલ ક્ષમતા સામે ખૂબ ઉછી કામગીરી કરી રહ્યા છે.

આ પણ વાંચો: Jammu Kashmir: શ્રીનગર એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, મોટા ગુનાઓમાં સંડોવાયેલા 2 આતંકવાદીઓનો ખાત્મો

આ પણ વાંચો: Sidhu vs Amarinder: સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા સિદ્ધુ, પંજાબ કોંગ્રેસમાં નવા-જુનીના એંધાણ

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati