અમદાવાદમાં આજે ફેડરેશન ઓફ ગુજરાત FMCG ડિસ્ટ્રીબ્યુટર્સ એસોશીએશન અને અમદાવાદ કન્ઝ્યુમર્સ પ્રોડક્ટસ ડિસ્ટ્રીબ્યુટર્સ ફોરમની એક મિટિંગ મળી હતી. જેમાં ગુજરાતના નાના મોટા થઈને આશરે 1 હજાર જેટલા વેપારીઓ અને ડિસ્ટ્રીબ્યુટર્સ ભેગા થયાં હતાં. આ વેપારીઓએ આજે જાહેરાત કરી છે કે મલ્ટીનેશનલ કંપનીઓ તેમજ અન્ય કંપનીઓ જે ડિસ્કાઉન્ટસ કે જે ભાવે માલ વેચવા માટે મોલ અને ઓનલાઈન સ્ટોર્સને આપે છે તે જ ભાવે જો નાના વેપારીઓને માલ વેચવા માટે નહી આપવામાં આવે તો આ તમામ પ્રોડક્ટસ વેંચવાનું FMCGના નાના વેપારીઓ બંધ કરી દેશે.
ફેડરેશન ઓફ ગુજરાત FMCG ડિસ્ટ્રીબ્યુટર્સ એસોશીએશનના ચેરમેન અરૂણ પરીખે કહ્યું હતું કે બીજાની જેમ અને તેટલાં જ માર્જીન સાથે અમને પ્રોડક્ટસ વેચવા નહી આપે તો અમે તે કંપનીના માલનો અને મોલ કે ઓનલાઈનમાં સસ્તી વેંચાતી વસ્તુ અમને મોંઘા ભાવે વેચવા આપે છે તેનો બહિષ્કાર કરીશું. વેપારીઓનું કહેવું છે કે જુના જે વેપારીઓ હતા તેમાંથી 30 ટકા ડિસ્ટ્રીબ્યુટર્સ આ ધંધામાંથી નિકળી ગયાં છે. સાથે જ ઓનલાઈન અને મોલ કલ્ચરને જે રીતે મોટી કંપનીઓ અને સરકાર પ્રોત્સાહન આપે છે તેના કારણે FMCG સાથે જોડાયેલા અનેક વેપારીઓ અને વિતરકો બેરોજગાર થઈ રહ્યાં છે.
ફેડરેશન ઓફ ગુજરાત FMCG ડિસ્ટ્રીબ્યુટર્સ એસોશીએશનના પ્રમુખ દિપક પટેલે કહ્યું હતું કે કંપનીઓ જે રીતે ભેદભાવ અમારા સાથે રાખી રહી છે તેના કારણે ભાવી અને નવી પેઢી પણ આ ધંધામાં આવવા નથી માંગતી. જ્યારે ટાટા મોટર્સના ડેપ્યુટી જનરલ મેનેજર આશુતોષ મરાઠીયાએ કહ્યું હતું કે FMCGના ધંધામાં જે અસરો આવે તે સીધી જ અમારા વાહનોના ધંધામાં આવે કારણ કે અમે સપ્લાય ચેઈન સાથે જોડાયેલા છીએ. ડિસ્ટ્રીબ્યુટર્સ એસોશીએશનને ફાયદો થાય તેવું અમે સતત કરીએ છીએ. વ્યાજ, લોન વગેરેની શરતોમાં રાહત કરીએ છીએ.
હવે ઓનલાઈન અને મોલના ધંધા સામે કઇ રીતે લડત આપવી તેના માટે વેપારીઓએ તેમનો પહેલો મુદ્દો તો જારી કરી દીધો છે પણ, વેપારીઓનું કહેવું છે કે અત્યારે સ્થિતી એવી છે કે તેમનો જે પ્રોફિટ માર્જીન હતો તેમાંથી વિતરણના ખર્ચાઓ, સ્ટાફનો પગાર, ટ્રાન્સપોર્ટેશન વગેરે ખર્ચાઓ કરવા પડે છે અને નફાના નામે તેમને કંઇ મળતુ જ નથી. સરકારમાં પણ સંબંધીત વિભાગોને આ મામલે અનેક વાર રજૂઆતો કરી છે પણ તેનું પરિણામ ના આવતા ના છૂટકે તેમણે વિરોધ કરવો પડી રહ્યો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]