AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાણામંત્રીએ કોરોનાની નવી લહેર વચ્ચે સરકારી બેન્કોની તૈયારીની કરી સમીક્ષા, અસરગ્રસ્ત ક્ષેત્રોને સમર્થન આપવા જણાવ્યું

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. આમાં તેઓએ ઓમિક્રોન વેરિઅન્ટ્સને કારણે સંભવિત વિક્ષેપોનો સામનો કરવા માટેની તૈયારીનું મૂલ્યાંકન કર્યું.

નાણામંત્રીએ કોરોનાની નવી લહેર વચ્ચે સરકારી બેન્કોની તૈયારીની કરી સમીક્ષા, અસરગ્રસ્ત ક્ષેત્રોને સમર્થન આપવા જણાવ્યું
Finance Minister Nirmala Sitharaman (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 11:57 PM
Share

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) શુક્રવારે જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. આમાં તેઓએ ઓમિક્રોન વેરિઅન્ટ્સને કારણે સંભવિત વિક્ષેપોનો સામનો કરવા માટેની તૈયારીનું મૂલ્યાંકન કર્યું. નાણા મંત્રાલયે કહ્યું કે વર્ચ્યુઅલ મોડ દ્વારા યોજાયેલી બેંકના સીએમડી/એમડી સાથેની બેઠક દરમિયાન મંત્રીએ ધિરાણકર્તાઓને કૃષિ, છૂટક અને MSMEને સમર્થન આપવા કહ્યું, જેઓ કોરોનાને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

સીતારમણે પીએસબી દ્વારા મહામારી સંબંધિત પગલાંના અમલીકરણની પણ સમીક્ષા કરી હતી, જે સરકાર અને RBI દ્વારા શરૂ કરવામાં આવી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સીતારમણે ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા મહામારી સંબંધિત પગલાંને લાગુ કરવા માટે જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓની સમીક્ષા કરી હતી.

આ સાથે, તેમણે કોવિડ-19 મહામારીના હાલ આવેલા નવા વેરીઅન્ટને કારણે ભવિષ્યમાં સંભવિત વિક્ષેપોનો સામનો કરવા માટેની તૈયારીઓની પણ સમીક્ષા કરી.

ઘણી રેટિંગ એજન્સીઓએ વૃદ્ધિ અનુમાનમાં ઘટાડો કર્યો

કોરોના વાયરસના ખૂબ વધારે સંક્રમણવાળા ઓમીક્રોન વેરીઅન્ટની હાલના સમયમાં ચાલી રહેલી ત્રીજી લહેરને કારણે ઘણી સ્થાનિક રેટિંગ એજન્સીઓએ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના ગ્રોથના અનુમાનમાં ઘટાડો કર્યો છે. ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચએ તેનો અંદાજ 9.4 ટકાથી ઘટાડીને 9.3 ટકા કર્યો છે. જ્યારે, બ્રિકવર્ક રેટિંગ્સે તેનો અંદાજ 10 ટકાથી બદલીને 8.5-9 ટકા કર્યો છે.

ECLGS ની સફળતાને પ્રોત્સાહિત કરતા, નાણામંત્રીએ કહ્યું કે હાલ પોતાની સિદ્ધિઓને જોતા આરામ કરવાનો સમય નથી. અને સાથે આપણા પ્રયત્નો તે ક્ષેત્રોને સમર્થન આપવા માટેના હોવા જોઈએ જેમને કોવિડ-19 મહામારીના ચાલી રહેલા કહેરને કારણે અડચણનો સામનો કરવો પડ્યો છે. નિવેદન અનુસાર, સીતારમણે બેંકરોને કૃષિ ક્ષેત્ર, ખેડૂતો, છૂટક ક્ષેત્ર અને MSMEને સમર્થન ચાલુ રાખવા માટે પણ જણાવ્યું છે.

બિઝનેસ આઉટલૂકમાં સુધાર: સીતારમણ

સીતારમણે એ પણ ઉલ્લેખ કર્યો કે બિઝનેસ આઉટલૂકમાં સુધાર જોવા મળી રહ્યો છે. આ વૈશ્વિક ઘટનાઓ અને ઓમીક્રોનના ફેલાવો હોવા છતાં છે. નાણામંત્રીએ એ પણ ઉલ્લેખ કર્યો કે કેટલાક ક્ષેત્રોને મહામારી સામેની લડાઈમાં મદદ કરવા માટે વધુ સમર્થનની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રિટેલ સેગમેન્ટમાં વૃદ્ધિ, એકંદર મેક્રો-ઈકોનોમિક સ્થિતિમાં સુધારો અને ઋણ લેનારાઓની નાણાકીય સ્થિતિમાં સુધારો થવાને ધ્યાનમાં રાખીને ક્રેડિટ માંગમાં વધારો થવાની અપેક્ષા છે.

આ પણ  વાંચો :  Budget 2022: CII પ્રમુખે કહ્યું- સરકારે રોકાણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">