AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: સેન્ટ્રલ રેલવેએ કમાણીમાં બનાવ્યો નવો રેકોર્ડ, 9 મહિનામાં 144.23 કરોડ રૂપિયા વસૂલ્યા

મધ્ય રેલવેએ ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં ડિસેમ્બર 2021 સુધી ભાડા સિવાયની આવક દ્વારા 19.03 કરોડ રૂપિયાની આવક મેળવી છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં આ વખતે 378 ટકાનો વધારો થયો છે.

Indian Railways: સેન્ટ્રલ રેલવેએ કમાણીમાં બનાવ્યો નવો રેકોર્ડ, 9 મહિનામાં 144.23 કરોડ રૂપિયા વસૂલ્યા
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 6:08 PM
Share

દેશની લાઈફલાઈન એટલે કે ભારતીય રેલ્વે (Indian Railways) તેના મુસાફરોને અનુકૂળ અને આરામદાયક સેવાઓ આપવા માટે સતત કામ કરી રહી છે. મુસાફરોને મુસાફરીનો ઉત્તમ અનુભવ આપવાની સાથે રેલવે હંમેશા કમાણી પર વિશેષ ધ્યાન આપે છે.

તમને જણાવી દઈએ કે ભારતીય રેલ્વે માત્ર પેસેન્જર સેવાઓ (Passenger Services) અને માલસામાન પરીવહન સેવાઓથી (Freight Services) જ કમાણી કરતી નથી, રેલ્વે પાસે કમાણીનાં અન્ય ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે.  આ વિકલ્પોમાં નોન ફેર રેવેન્યુ અને ટિકિટ ચેકિંગની આવકનો પણ સમાવેશ થાય છે. ભારતીય રેલ્વેનું સમગ્ર નેટવર્ક 16 અલગ-અલગ ઝોનમાં કામ કરે છે અને દરેક ઝોન અલગ-અલગ વિભાગમાં કામ કરે છે.

રેલવેની કુલ કમાણી તમામ ઝોનની કમાણી પર નિર્ભર 

અહીં તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ભારતીય રેલ્વેની કુલ આવક તમામ ઝોનની આવક પર આધારિત છે. રેલવેના તમામ 16 ઝોન નાણાકીય વર્ષના અંતે તેમની આવકની વિગતો આપે છે, જેમાં આવકના વિવિધ સ્ત્રોતોનો સમાવેશ થાય છે. ત્યારબાદ તમામ ઝોનની સમગ્ર આવક એકત્ર કરીને ભારતીય રેલવેની કુલ આવક નક્કી કરવામાં આવે છે.

મધ્ય રેલવેની નોન-ફેર રેવન્યુમાં જબરદસ્ત ઉછાળો

આ સંબંધમાં ભારતીય રેલ્વેની મધ્ય રેલ્વેએ ભાડા સિવાયની આવક અને ટિકિટ ચકાસણીની આવકમાં અન્ય તમામ ઝોનને પાછળ છોડી દીધા છે. સેન્ટ્રલ રેલ્વેના જણાવ્યા અનુસાર તેઓએ વર્તમાન નાણાકીય વર્ષ 2021-22માં ડિસેમ્બર 2021 સુધી ભાડા સિવાયની આવક દ્વારા 19.03 કરોડ રૂપિયાની આવક મેળવી છે.

સેન્ટ્રલ રેલ્વેના જણાવ્યા અનુસાર ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આ વખતે નોન-ફેર રેવન્યુ દ્વારા મળેલી આવકમાં 378 ટકાનો વધારો થયો છે. સેન્ટ્રલ રેલ્વેના જણાવ્યા અનુસાર તે નોન-ફેર રેવન્યુ દ્વારા સૌથી વધુ આવક મેળવવાના સંદર્ભમાં તમામ ઝોનમાં મોખરે છે. તમને જણાવી દઈએ કે નોન-ફેર રેવન્યુ હેઠળ ડિજિટલ ક્લોક રૂમ, ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન, એપ આધારિત ઈ-વ્હીલ ચેર જેવી ઘણી સેવાઓ સામેલ છે.

ટિકિટ વિના મુસાફરી કરનારાઓ પાસેથી કરોડો રૂપિયા વસૂલ્યા

સેન્ટ્રલ રેલવે ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો અને બુકિંગ વગર ટ્રેનમાં જતા સામાન સામે સતત કાર્યવાહી કરી રહી છે. ડિસેમ્બર 2021માં સેન્ટ્રલ રેલ્વેએ ટિકિટ વિના મુસાફરી કરતા અને બુકિંગ વગર સામાન વહન કરતા 3.33 લાખ લોકો સામે કાર્યવાહી કરીને 19.54 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે.

સેન્ટ્રલ રેલ્વેના જણાવ્યા અનુસાર ગયા વર્ષે એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં આવા 24.19 લાખ કેસોમાં કાર્યવાહી કરીને રૂ. 144.23 કરોડની વસૂલાત કરવામાં આવી છે, જે અન્ય તમામ ઝોનની તુલનામાં સૌથી વધુ છે. જણાવી દઈએ કે સેન્ટ્રલ રેલવેએ માસ્ક વિના મુસાફરી કરતા પકડાયેલા આવા 27,887 મુસાફરો પાસેથી દંડ પણ વસૂલ્યો છે.

આ પણ વાંચો :  Gold Price Today : આજે દુબઇમાં 1 તોલા સોનાનો ભાવ 43804 રૂપિયા, જાણો શું છે તમારા શહેરમાં આજે સોનાની કિંમત?

g clip-path="url(#clip0_868_265)">