FD Interest Rate : શું તમે ફિક્સ ડીપોઝીટમાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? અહીં જાણો તમને કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે

FDનું રિટર્ન મુખ્યત્વે બે બાબતો પર આધાર રાખે છે. રોકાણની રકમ અને રોકાણનો સમયગાળો. એટલે કે કેટલા મહિના કે વર્ષો માટે કેટલા પૈસા જમા કરવામાં આવે છે તેના આધારે ગ્રાહકને વધુ કે ઓછું વળતર મળે છે.

FD Interest Rate : શું તમે ફિક્સ ડીપોઝીટમાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? અહીં જાણો તમને કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 1:00 PM

તાજેતરમાં કેટલીક બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દર(FD Interest Rate)માં વધારો કર્યો છે. તેમાં સ્ટેટ બેંક(SBI), HDFC Bank, ICICI Bank અને કોટક મહિન્દ્રા બેંક(Kotak Mahindra Bank)ના નામ સામેલ છે. જો તમે FD માં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા આ બેંકોના વ્યાજ દર તપાસો અને એકબીજા સાથે સરખામણી કરો તો જ રોકાણ કરવું ફાયદાકારક રહેશે. આ તમામ બેંકો વરિષ્ઠ નાગરિક એફડી દરો પર સામાન્ય થાપણદાર કરતાં વધુ વ્યાજ આપી રહી છે. મોટાભાગની બેંકોએ 2 કરોડથી ઓછી FDના દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જેમાં જાહેર અને ખાનગી બંને બેંકોનો સમાવેશ થાય છે.

FDનું રિટર્ન મુખ્યત્વે બે બાબતો પર આધાર રાખે છે. રોકાણની રકમ અને રોકાણનો સમયગાળો એટલે કે કેટલા મહિના કે વર્ષો માટે કેટલા પૈસા જમા કરવામાં આવે છે તેના આધારે ગ્રાહકને વધુ કે ઓછું વળતર મળે છે. બેંકો તેમની થાપણો પર તેમના પોતાના અનુસાર વ્યાજ દર જાહેર કરે છે. તેથી ગમે ત્યાં રોકાણ કરતા પહેલા તેની સરખામણી કરો. ચાલો અહીં SBI, HDFC બેંક, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક અને બેંક ઓફ બરોડાના FD દરો જોઈએ.

સ્ટેટ બેંકના વ્યાજ દર

7 દિવસથી 10 વર્ષ સુધીના સામાન્ય ગ્રાહકોને સ્ટેટ બેંક FD પર 2.9% થી 5.5% સુધી વ્યાજ મળી રહ્યું છે. વરિષ્ઠ નાગરિકોને આ થાપણો પર 3.4% થી 6.30% સુધીનું વ્યાજ મળી રહ્યું છે. વરિષ્ઠ નાગરિકોને સામાન્ય થાપણદારો પાસેથી 50 બેસિસ પોઈન્ટ્સ (bps) વધારાનું વ્યાજ મળી રહ્યું છે. આ દરો 15 ફેબ્રુઆરી 2022થી લાગુ થશે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

HDFC બેંકના વ્યાજ દર

ખાનગી બેંક HDFC બેંકે 2 કરોડથી ઓછી રકમની થાપણો માટે કેટલીક FDના દરમાં વધારો કર્યો છે. આ વધારો નિશ્ચિત મુદતની એફડી માટે લાગુ પડે છે. નવા દરો 6 એપ્રિલ 2022થી લાગુ થશે. HDFC બેંક સામાન્ય થાપણદારને 7 દિવસથી 10 વર્ષની FD પર 2.50 ટકાથી 5.60 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

કોટક મહિન્દ્રા બેંકના વ્યાજ દર

કોટક મહિન્દ્રા બેંકે વિવિધ મુદતની 2 કરોડથી ઓછી રકમની એફડીના દરમાં વધારો કર્યો છે. નવા દરો 12 એપ્રિલ 2022થી લાગુ થશે. નવા વધારા બાદ 7 દિવસથી 10 વર્ષની FD પર 2.50 ટકાથી 5.60 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

બેંક ઓફ બરોડા વ્યાજ દર

બેંક ઓફ બરોડાએ માર્ચથી FDના દરમાં વધારો કર્યો છે. આ વધારો 2 કરોડથી ઓછી થાપણો માટે થયો છે. જો આપણે નવા દરો પર નજર કરીએ તો સામાન્ય ખાતેદારને 7 દિવસથી 10 વર્ષની એફડી પર 2.80 થી 5.55 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે.

ICICI બેંક ના વ્યાજ દર

ખાનગી બેંક ICICI બેંકે પણ અન્ય બેંકોની જેમ FDના દરમાં વધારો કર્યો છે. 7 દિવસથી 10 વર્ષની FD પર સામાન્ય થાપણદારને 2.50 ટકાથી 5.60 ટકા વ્યાજ આપવામાં આવે છે. ICICI બેંકના નવા દરો 20 જાન્યુઆરી 2022થી લાગુ થશે.

આ પણ વાંચો : FD Rates Hike: FD પર 7.35% સુધી વ્યાજ આપી રહી છે આ ફાઇનાન્સ કંપની, જાણો નવા વ્યાજ દર

આ પણ વાંચો : Viral Tweet: એલોન મસ્કની 5 વર્ષ જૂની ઈચ્છા થઈ પૂરી, જ્યારે ટ્વિટ કરીને પૂછ્યું હતું કેટલી કિંમત હશે ટ્વિટરની?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">