ફેમિલી પેન્શન માટે સરકારે બનાવ્યો નવો નિયમ, સરકારી કર્મચારીના પરિવારજનોને મળશે આ મોટો ફાયદો

TV9 GUJARATI

|

Updated on: Jun 27, 2022 | 11:53 PM

નવા નિયમથી એવા સરકારી કર્મચારીના ( Government Employee) પરિવારને ખાસ ફાયદો થશે, જેમની પોસ્ટિંગ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં છે. ઉદાહરણ તરીકે જમ્મુ અને કાશ્મીર, નોર્થ ઈસ્ટ ક્ષેત્ર અને નક્સવાદ સામે લડતા વિસ્તારો તેમાં આવરી લેવાશે.

ફેમિલી પેન્શન માટે સરકારે બનાવ્યો નવો નિયમ, સરકારી કર્મચારીના પરિવારજનોને મળશે આ મોટો ફાયદો
Family Pension Rule

ફેમિલી પેન્શનને (Family Pension) લઈને સરકારે નવો નિયમ બહાર પાડ્યો છે. પેન્શનનો આ નિયમ નોકરી દરમિયાન ગુમ થનાર લોકો માટે છે. સરકારી કર્મચારીના પરિવારના સભ્યોને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ આવરી લેવામાં આવે છે. તેથી ગુમ થયેલા કર્મચારીને ફેમિલી પેન્શનનો લાભ આપવામાં આવશે. આ સાથે પગારની બાકી રકમ, રજા રોકડ અને નિવૃત્તિ ગ્રેચ્યુટીનો લાભ પણ મળશે. અત્રે નોંધનીય છે કે આ સુવિધાઓનો લાભ એ જ પરિવારના લોકોને મળશે કે જેમના પરીવારનો વ્યક્તિ જે સરકારી કર્મચારી છે અને ગુમ છે. એવા કિસ્સાઓ પણ છે કે જેમાં વ્યક્તિ ગુમ થઈ જાય છે અને વર્ષો સુધી તેનો કોઈ પત્તો લાગી શક્તો નથી. છેલ્લે સુધી કોઈ માહિતી ઉપલબ્ધ મળી શક્તી નથી. સરકારી કર્મચારીના કિસ્સામાં તેને ફેમિલી પેન્શનની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે.

Kfintech કંપનીના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર અજીત કુમારે ફાઈનાન્શિયલ એક્સપ્રેસને જણાવ્યું કે નવા નિયમથી સરકારી કર્મચારીના પરિવારને ફાયદો થશે, જેમની પોસ્ટિંગ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં છે. ઉદાહરણ તરીકે જમ્મુ અને કાશ્મીર, નોર્થ ઈસ્ટ ક્ષેત્ર અને નક્સવાદ સામે લડતા વિસ્તારો તેમાં આવશે. આ સ્થળોએ ગુમ થયાની ફરિયાદો ઉઠી છે અને કર્મચારીના પરિવારજનો વર્ષોથી તેમના સભ્ય પર આંખ લગાવીને બેઠા છે. જો તે પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હોય તો પરેશાનીઓ વધુ વધી જાય છે. આમાંથી છૂટકારો મેળવવા માટે સરકારે ફેમિલી પેન્શનનો નિયમ લાદ્યો છે. હવે ગુમ થયેલા સરકારી કર્મચારીના પરિવારના સભ્યોને ફેમિલી પેન્શનનો લાભ મળશે.

અત્યાર સુધી શું નિયમ હતો

સરકારી કર્મચારી ગુમ અથવા ગુમ થવાના કિસ્સામાં તેના પરિવારને તરત જ ફેમિલી પેન્શનનો લાભ મળશે. અજીત કુમાર વધુમાં કહે છે કે અત્યાર સુધી સરકારી કર્મચારીઓને CCS પેન્શન નિયમો 1972 હેઠળ આવરી લેવામાં આવતા હતા. જો કર્મચારી ક્યાંક ગુમ થઈ જાય તો આ નિયમ હેઠળ તેના પરિવારને લાભ આપવામાં આવતો હતો. પરંતુ 28 એપ્રિલ 2022ના રોજ આને લગતો નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. તે જણાવે છે કે જે સરકારી કર્મચારી NPS હેઠળ આવે છે, જો તે ગુમ થઈ જાય છે તો તેના પરિવારના સભ્યોને ફેમિલી પેન્શનનો લાભ આપવામાં આવશે.

હવે નવો નિયમ શું છે

આ નવા નિયમની સૌથી મોટી વિશેષતા એ છે કે ગુમ થયેલા કર્મચારીના પરિવારના સભ્યોને પેન્શન માટે વધુ રાહ જોવી પડશે નહીં. કોઈએ રાહ જોવાની જરૂર નથી કે સરકાર પહેલા તે કર્મચારીને ગુમ જાહેર કરશે, ત્યારબાદ જ ફેમિલી પેન્શન શરૂ થશે, એવું નથી. સરકાર ગુમ થયેલ કર્મચારીને મૃત જાહેર કરે છે અથવા સાત વર્ષ સુધી રાહ જુએ છે. ત્યારબાદ જ ફેમિલી પેન્શનનો લાભ આપવામાં આવે છે. હવે આવું નહીં થાય અને સરકાર કોઈ કર્મચારીના ગુમ થતાં જ તેના પરિવારને ફેમિલી પેન્શન આપવાનું શરૂ કરશે.

આ નિયમમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે પરિવારને સરકાર દ્વારા મૃત જાહેર કર્યા વિના અથવા સાત વર્ષ સુધી રાહ જોયા વિના કુટુંબ પેન્શન મળશે, પરંતુ આ સમય દરમિયાન NPS ખાતું અને કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર સસ્પેન્ડ રહેશે. હવે જો ગુમ થયેલ સરકારી કર્મચારી બાદમાં મળી આવે છે અને સેવામાં જોડાય છે તો પરિવારને આપવામાં આવતી ફેમિલી પેન્શનની રકમ તેના પગારમાંથી કાપવામાં આવશે. આ સાથે કર્મચારીનું એનપીએસ એકાઉન્ટ અને પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર પણ એક્ટિવેટ કરવામાં આવશે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati