AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહતની આશા ! ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઘટાડો

સોમવારે, બ્રેન્ટ ક્રૂડ (Brent crude) ફ્યુચર્સ બેરલ દીઠ 3.94 ડોલર, એટલે 3.8 ટકાના ઘટાડા સાથે 100 ડોલર પ્રતિ બેરલની નજીક બંધ થયું. કિંમતોમાં ઘટાડો સમગ્ર વિશ્વમાં માંગમાં ઘટાડો થવાના સંકેતોને કારણે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહતની આશા ! ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઘટાડો
crude-oil (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 10:03 AM
Share

આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (petrol and diesel Price) રાહત મળવાની આશા જાગી છે. વિશ્વભરની અર્થવ્યવસ્થાઓના નબળા આર્થિક ડેટા અને બ્રેન્ટ ક્રૂડ ફરી એકવાર બેરલ દીઠ $100ના સ્તરની નીચે પહોંચી ગયા બાદ સોમવારે ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો. અમેરિકા, યુરોપ અને ચીનના તાજેતરના આર્થિક ડેટા અનુસાર, વિશ્વભરના દેશો માંગમાં નબળાઈની સ્થિતિનો સામનો કરી રહ્યા છે, જેના કારણે ઉત્પાદનને અસર થઈ છે. હાલમાં રોકાણકારોની નજર આ અઠવાડિયે યોજાનારી ઓપેક દેશોની (OPEC countries) બેઠક પર છે જેમાં સપ્લાય વધારવા માટે ચર્ચા થવાની છે. એવો અંદાજ છે કે જો મંદીનો ડર વધશે તો ક્રૂડ ઓઈલના ભાવ વધુ ઘટશે, જેનો ફાયદો સ્થાનિક તેલ ગ્રાહકોને થઈ શકે છે.

ક્રૂડ ઓઈલ ક્યાં પહોંચ્યું?

સોમવારે, બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ બેરલ દીઠ 3.94 ડોલર, એટલે 3.8 ટકાના ઘટાડા સાથે 100 ડોલર પ્રતિ બેરલની નજીક બંધ થયું. કિંમતોમાં ઘટાડો સમગ્ર વિશ્વમાં માંગમાં ઘટાડો થવાના સંકેતોને કારણે છે. ટ્રેડિંગ દરમિયાન, કિંમતો પ્રતિ બેરલ $ 99.09 ના સ્તર પર પહોંચી ગઈ. તે જ સમયે, WTI ક્રૂડ પ્રતિ બેરલ $ 4.73 ઘટીને $ 93.89 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. રોયટર્સ અનુસાર, જો આ સ્તરથી નીચે આવે તો ક્રૂડમાં વધુ ઘટાડો થઈ શકે છે. બ્રેન્ટ અને WTI જુલાઈમાં સતત બીજા મહિને ખોટમાં બંધ રહ્યા હતા. ક્રૂડમાં ઘટાડાને કારણે 2022ના સરેરાશ ક્રૂડ ઓઈલના ભાવ માટે રોઈટર્સ પોલે અનુમાન ડાઉનગ્રેડ કર્યું છે.

ઓપેક દેશોની બેઠક પર નજર

હાલમાં ઉદ્યોગપતિઓની નજર ઓપેક દેશોની બેઠક પર છે. આ અઠવાડિયે, તેઓ સપ્ટેમ્બરમાં ઉત્પાદન વધારવાના મુદ્દા પર ચર્ચા કરશે. રોઇટર્સના અહેવાલમાં બે દેશોના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ બેઠકમાં ઉત્પાદન વધારવા પર ચર્ચા કરવામાં આવશે. બજારના જાણકારોનું માનવું છે કે ઓપેક દેશો આગામી સમયમાં તેલ ઉત્પાદન વધારી શકે છે.

ભારતમાં પેટ્રોલ અને ડીઝલ પર શું થશે અસર

હાલમાં દેશની ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં નુકસાન ઉઠાવી રહી છે. જો ભાવ નીચે આવે તો તેમનું નુકસાન ભરપાઈ કરવામાં આવશે, જેના કારણે ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ છેલ્લા બે મહિનાથી વધુ સમયથી સ્થિર છે.

g clip-path="url(#clip0_868_265)">