AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: ફિનટેક ઈન્ડસ્ટ્રીની નાણામંત્રી પાસે ટેક્સ કાપની માગ, નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા લેવા જોઈએ પગલા

આગામી બજેટને લઈને તમામ ક્ષેત્રો અને વિભાગોની પોતાની અપેક્ષાઓ છે. તેને લઈને ફીનટેક કંપનીઓથી લઈને સ્ટાર્ટઅપ્સ અને બેંકિંગથી લઈને ઈન્સ્યોરન્સ સેકટર સુધી તમામ પોતાની આશા લઈને બેઠા છે. દરેકને બજેટમાંથી થોડી રાહતની અપેક્ષા છે.

Budget 2022: ફિનટેક ઈન્ડસ્ટ્રીની નાણામંત્રી પાસે ટેક્સ કાપની માગ, નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા લેવા જોઈએ પગલા
All sectors and sections have their own expectations regarding the upcoming budget.
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 11:38 PM
Share

1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ (Budget 2022) રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથું સામાન્ય બજેટ હશે. કોરોના મહામારીના (Corona Pandemic) યુગમાં આવનારું આ બજેટ મહત્ત્વપૂર્ણ બની જાય છે. આગામી બજેટને લઈને તમામ ક્ષેત્રો અને વિભાગોની પોતાની અપેક્ષાઓ છે. ફિનટેક કંપનીઓથી માંડીને સ્ટાર્ટઅપ્સ અને બેંકિંગથી લઈને વીમા ક્ષેત્ર સુધી, તેઓ આના પર તેમની આશાઓ બાંધી રહ્યા છે. દરેકને બજેટમાંથી થોડી રાહતની અપેક્ષા છે. ફાઇનાન્શિયલ ટેક્નોલોજી (ફિનટેક) ઉદ્યોગે આગામી બજેટમાં ટેક્સમાં કાપ મૂકવાની માગણી કરતી વખતે તેના પર ભાર મૂક્યો છે કે, નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા અને  રોકડ પર ઓછી આધારિત અર્થતંત્ર તરફ આગળ વધવા માટે નાણાકીય અને બિન-નાણાકીય પ્રોત્સાહનો આવશ્યક છે.

ફિનટેક ઉદ્યોગ અને નિષ્ણાતોએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણને ટીડીએસના દરો ઘટાડવા વિનંતી કરી અને કહ્યું કે આવા પગલાથી સરકારની આવક પર કોઈ અસર કર્યા વિના ફિનટેક ક્ષેત્ર માટે મૂડી ઉપલબ્ધ થશે.

ઉદ્યોગ નિષ્ણાતો શું કહે છે?

પીડબલ્યુસી ઇન્ડિયામાં ભાગીદાર (નાણાકીય સેવાઓ), નીતિન જૈને જણાવ્યું હતું કે ડિજિટલ લોન ઉપલબ્ધ કરવા સબંધિત વ્યવસાયનું સારું વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે ડિજિટલ ધિરાણકર્તાઓ માટે પાત્રતા માપદંડ, ટૂંકા ગાળાની લોન, લોન સેવા પ્રદાતાઓ સાથે ભાગીદારી માર્ગદર્શિકા, ડેટા ગવર્નન્સ નિયમો, પારદર્શિતા નિયમો જરૂરી છે.

સ્ટેશફિનના સહ-સ્થાપક શ્રુતિ અગ્રવાલે જણાવ્યું હતું કે મહિલાઓનું નાણાકીય સશક્તિકરણ તેમના પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવે છે અને એ વધારે સારૂં રહેશે કે, બજેટમાં આ સિંદ્ધાતને પણ ધ્યાનમાં લેવામાં આવે. જેમાં દરેક મહિલાના ડિજિટલ નાણાકીય સમાવેશ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હોય.

સીક્યોર નાઉના સહ-સ્થાપક કપિલ મહેતાએ જણાવ્યું હતું કે જો બજેટમાં ફિનટેક સ્ટાર્ટ-અપ્સ માટે TDS રેટમાં 1 ટકાનો ઘટાડો કરવામાં આવે તો તે ઘણો મદદરૂપ નિર્ણય સાબિત થશે. આનાથી ખૂબ જ જરૂરી કાર્યકારી મૂડી મળશે અને તિજોરીને કોઈ નુકસાન પણ નહીં થાય. કારણ કે ખોટ કરતી કંપનીઓને આમ પણ  TDS રિફંડ કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભાષણ સાથે થશે. 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ગૃહના બંને ગૃહોને સંબોધિત કરશે. આ સત્ર બે ભાગમાં યોજાશે – પહેલો ભાગ બજેટ સત્રનો હશે જે 11 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. બજેટ સત્રનો બીજો ભાગ 14 માર્ચથી શરૂ થશે અને 8 એપ્રિલે સમાપ્ત થશે. આ વર્ષે બજેટની કોઈ પ્રિન્ટિંગ નહીં થાય. આ બજેટ સંપૂર્ણપણે ડિજિટલ હશે.

આ પણ વાંચો :  SBIએ પાછા ખેચ્યા સગર્ભા મહિલા ઉમેદવારો માટે ભરતીના નિયમો, સરકારી બેંકના આ નિયમની થઈ હતી નિંદા

ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
g clip-path="url(#clip0_868_265)">