EPFOમાંથી પૈસા ઉપાડવામાં આવી શકે છે મુશ્કેલી, આ સુવિધા થઈ બંધ

પ્રોવિડન્ટ ફંડમાંથી અધવચ્ચે પૈસા ઉપાડવાના નિયમો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી EPFOએ લોકોને સારવારથી લઈને તેમના આવશ્યક ખર્ચાઓને પહોંચી વળવા માટે તેમની ભવિષ્ય નિધિમાંથી 75 ટકા સુધીની રકમ ઉપાડવાની મંજૂરી આપી હતી, જે હવે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે.

EPFOમાંથી પૈસા ઉપાડવામાં આવી શકે છે મુશ્કેલી, આ સુવિધા થઈ બંધ
EPFO
Follow Us:
| Updated on: Jun 15, 2024 | 8:20 PM

દર મહિને નોકરી કરતા લોકોના પગારમાંથી અમુક રકમ કાપીને એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)માં પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં આવે છે. આ રકમ તમને નિવૃત્તિ સમયે તમને ઉપયોગી થાય છે, આ ઉપરાંત તે મુશ્કેલ સમયમાં પણ મદદ કરે છે. જો કે પ્રોવિડન્ટ ફંડમાંથી અધવચ્ચે પૈસા ઉપાડવાના નિયમો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી EPFOએ આ માટે એક સરળ સુવિધા શરૂ કરી હતી, જે હવે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે.

કોવિડ -19 મહામારી દરમિયાન EPFOએ લોકોને સારવારથી લઈને તેમના આવશ્યક ખર્ચાઓને પહોંચી વળવા માટે તેમની ભવિષ્ય નિધિમાંથી 75 ટકા સુધીની રકમ ઉપાડવાની મંજૂરી આપી હતી. આ સુવિધા દ્વારા પૈસા ઉપાડવાનું ખૂબ જ સરળ બનાવવામાં આવ્યું હતું.

કોવિડ-19 એડવાન્સ ફેસિલિટી બંધ

EPFOએ ‘કોવિડ-19 એડવાન્સ ફેસિલિટી’ને તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના નોન-રીફંડપાત્ર એડવાન્સ સ્કીમ હતી. આ સેવા કોવિડ-19 ના પ્રારંભિક તબક્કામાં EPF સભ્યોને મદદ કરવા માટે શરૂ કરવામાં આવી હતી, બાદમાં આ સેવામાં વધુ સુધારો કરીને 2021માં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ દેશમાં કોવિડ-19ની બીજી લહેર જોવા મળી હતી.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

EPFOએ એક નિવેદનમાં કહ્યું છે કે હવે ન તો કોવિડ-19 છે અને ન તો મહામારી છે. તેથી, આ એડવાન્સમાં પૈસા ચૂકવવાની સુવિધા તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ લોકોને ફાયદો થતો હતો

EPFOની આ સુવિધા માટે કોવિડ-19 દરમિયાન જે લોકોને પોતાની અથવા તેમના પરિવારના સભ્યોની સારવાર માટે પૈસાની જરૂર હતી તેમને ઘણો ફાયદો થયો. તો જે લોકોએ તેમની નોકરી અથવા રોજગાર ગુમાવ્યો તેમને પણ આ સુવિધાથી ઘણી મદદ મળી.

આ સેવા હેઠળ, EPF સભ્યો તેમના 3 મહિનાનો પગાર (બેઝિક અને મોંઘવારી ભથ્થું) અથવા ફંડમાં જમા થયેલી રકમના 75 ટકા જે પણ ઓછું હોય તેમના ખાતામાંથી ઉપાડી શકે છે. તેણે આ રકમ તેના EPF ખાતામાં પાછી જમા કરાવવાની જરૂર નહોતી.

આ પણ વાંચો આવી ગઈ તારીખ…આ દિવસે ખાતામાં જમા થશે પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો

g clip-path="url(#clip0_868_265)">