EPFO: શું તમને તમારું UAN યાદ નથી? ચિંતા ન કરશો, આ સરળ રીતથી તુરંત એક્ટિવ થઈ જશે એકાઉન્ટ
UAN 12 અંકનો નંબર છે જે EPFO ના દરેક સભ્યને આપવામાં આવે છે. તેની KYC Detailsની મદદથી સભ્યો તેમના એમ્પ્લોયરના હસ્તક્ષેપ વિના ઘણા પ્રકારના ઓનલાઇન વ્યવહારો કરી શકે છે અને સેવાઓનો લાભ મેળવી શકે છે.
EPFO: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના દરેક સભ્યોને યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ફાળવે છે. UAN ની મદદથી કર્મચારીઓ તેમના PF એકાઉન્ટ બેલેન્સ અને EPF સંબંધિત અન્ય વિગતો ચકાસી શકે છે. તમને જણાવી દઈએ કે UAN 12 અંકનો નંબર છે જે EPFO ના દરેક સભ્યને આપવામાં આવે છે. તેની KYC Detailsની મદદથી સભ્યો તેમના એમ્પ્લોયરના હસ્તક્ષેપ વિના ઘણા પ્રકારના ઓનલાઇન વ્યવહારો કરી શકે છે અને સેવાઓનો લાભ મેળવી શકે છે. આ કાયમી નંબર છે અને EPFO સભ્યના સમગ્ર જીવન દરમ્યાન માન્ય રહે છે.
જો કોઈ સભ્ય પોતાનો UAN નંબર ભૂલી જાય અથવા તેના વિશે જાણતા ન હોય તો શું? આવા કિસ્સાઓમાં તે EPFO ની સત્તાવાર વેબસાઇટ https://unifiedportal-mem.epfindia.gov.in પર જઈ સમસ્યા હલ કરી શકે છે.
સભ્ય પોતાનું UAN કેવી રીતે જાણી શકે? 1. સૌ પ્રથમ તેના પોર્ટલ પર જાઓ. 2. અહીં તમારું MEMBER ID અને આધાર અથવા PIN પસંદ કરો. 3. EPFO રેકોર્ડ મુજબ તમારું નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર અને ઇમેઇલ દાખલ કરો. 4. તેમાં “Get Authorization Pin” ના વિકલ્પ પર ક્લિક કરો. 5. આ પછી EPFO સાથે નોંધાયેલા તમારા મોબાઇલ નંબર પર PIN આવશે. 6. તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) પિન દાખલ કરવા સાથે તમારા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.
જો તમે તમારો UAN નંબર જાણો છો પણ તે એક્ટિવ નથી, તો પણ તમે તેની સેવાઓનો ઉપયોગ કરી શકશો નહીં. તેને કેવી રીતે એક્ટિવ કરવું તે જાણો. 1. EPF મેમ્બર પોર્ટલ પર જાઓ અને “Activate UAN” પર ક્લિક કરો. બીજી બાજુ ઉમંગ એપ પર જઈને તમે EPFO ની UAN Activation under Employee Centric Services પર ક્લિક કરીને તેની સેવા ફરી શરૂ કરી શકો છો. 2. આમાંથી કોઈપણ પસંદ કરો – UAN, સભ્ય ID, આધાર અથવા PAN. 3. નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી જેવી અન્ય વિગતો સાથે “Get Authorization PIN” પર ક્લિક કરો. 4. આ પછી EPFO સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પર ઓથોરાઈઝેશન પિન આવશે. 5. આ પિન દાખલ કર્યા પછી, “Validate OTP and Activate UAN” પર ક્લિક કરો. 6. આ સાથે તમારું યુએએન એક્ટિવેટ થઇ જશે અને પાસવર્ડ તમારા મોબાઇલ પર આવી જશે. આ સાથે, સભ્યો આ પાસવર્ડનો ઉપયોગ કરીને યુનિફાઇડ મેમ્બર પોર્ટલ પર લોગિન કરી શકે છે.
આ પણ વાંચો : ATM માંથી પૈસા ન નીકળે અને ખાતામાંથી રકમ કપાઈ જાય તો શું કરવું? સૌથી પહેલા કરો આ કામ બેંક વળતર સાથે પૈસા પરત આપશે
આ પણ વાંચો : શું તમે Property માં રોકાણ કરવા વિચારી રહ્યા છો? આ અહેવાલ તમને મનપસંદ મિલ્કત સસ્તી કિંમતે મેળવવામાં મદદરૂપ સાબિત થશે