Employee Pension Scheme : કર્મચારીઓ માટે વધુ પેન્શન મેળવવાની તક, જાણો સરકારે શું આદેશ કર્યો?
Employee Pension Scheme : જો કોઈ વ્યક્તિ કંપનીમાં 7 વર્ષ કામ કરે છે અને એક વર્ષનો બ્રેક લે છે, પછી બીજા 4 વર્ષ કામ કરે છે, તો તેની કુલ નોકરીની અવધિ 11 વર્ષ ગણવામાં આવશે. આ સ્થિતિમાં, કર્મચારી EPF પેન્શન લાભો માટે હકદાર બનશે.

Employee Pension Scheme :કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન – EPFO એ કર્મચારી પેન્શન યોજના –EPS હેઠળ વધુ પેન્શન માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. નિવૃત્તિ ભંડોળનું સંચાલન કરતી સંસ્થાએ જણાવ્યું હતું કે સભ્યો અને તેમના નોકરીદાતાઓ આ માટે સંયુક્ત રીતે અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2022 માં સુપ્રીમ કોર્ટે કર્મચારી પેન્શન (સુધારા) યોજના 2014 ને સમર્થન આપ્યું હતું. અગાઉ, 22 ઓગસ્ટ 2014 ના EPS સુધારાએ પેન્શનપાત્ર પગાર મર્યાદા રૂપિયા 6,500 થી વધારીને રૂપિયા 15,000 પ્રતિ માસ કરી હતી. આ ઉપરાંત સભ્યો અને તેમના નોકરીદાતાઓને તેમના વાસ્તવિક પગારના 8.33% EPSમાં યોગદાન આપવાની મંજૂરી આપવામાં આવી હતી.
ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ થશે
EPFOએ એક ઓફિસ ઓર્ડરમાં તેની ફિલ્ડ ઓફિસો દ્વારા જોઈન્ટ ઓપ્શન ફોર્મ હેન્ડલ કરવાની માહિતી આપી છે. EPFOએ કહ્યું કે એક સુવિધા આપવામાં આવશે જેના માટે URL (યુનિક રિસોર્સ લોકેશન) ટૂંક સમયમાં જણાવવામાં આવશે. આ મળ્યા પછી પ્રાદેશિક પીએફ કમિશનર વ્યાપક જાહેર માહિતી માટે નોટિસ બોર્ડ અને બેનરો દ્વારા માહિતી આપશે. ઓર્ડર મુજબ દરેક એપ્લિકેશનની નોંધણી કરવામાં આવશે ડિજિટલી લોગીનકરવામાં આવશે અને અરજદારને એક રસીદ નંબર આપવામાં આવશે.
તે વધુમાં જણાવે છે કે સંબંધિત પ્રાદેશિક ભવિષ્ય નિધિ કચેરીના પ્રભારી અધિકારી ઉચ્ચ પગાર પર સંયુક્ત વિકલ્પના દરેક કેસની તપાસ કરશે. આ પછી અરજદારને ઈ-મેલ અથવા પોસ્ટ દ્વારા અને બાદમાં એસએમએસ દ્વારા નિર્ણય વિશે જાણ કરવામાં આવશે.
પેન્શનનો નિયમ આ રીતે સમજો
જો કોઈ વ્યક્તિ કંપનીમાં 7 વર્ષ કામ કરે છે અને એક વર્ષનો બ્રેક લે છે, પછી બીજા 4 વર્ષ કામ કરે છે, તો તેની કુલ નોકરીની અવધિ 11 વર્ષ ગણવામાં આવશે. આ સ્થિતિમાં, કર્મચારી EPF પેન્શન લાભો માટે હકદાર બનશે. ઉપરાંત, જો કોઈ વ્યક્તિ 9.5 વર્ષ સુધી કામ કરે છે, તો તે EPFO નિયમો અનુસાર 6 મહિનાના ગ્રેસ પીરિયડ માટે પાત્ર છે, જે 10 વર્ષ બરાબર છે.
EPF પાસબુક આ રીતે અપડેટ કરો
તમારા એમ્પ્લોયર દ્વારા ટ્રાન્ઝેક્શન કરવામાં આવે કે તરત જ EPFO તમારી EPF પાસબુક અપડેટ કરે છે. EPF પાસબુક આપેલ યોગદાનનો મહિનો અને વર્ષ દર્શાવે છે. તે વ્યવહારની તારીખ બતાવતું નથી. તમારી EPF પાસબુકમાં ટ્રાન્ઝેક્શન દર્શાવવામાં સામાન્ય રીતે 20 દિવસ જેટલો સમય લાગે છે. જો તમારી EPF પાસબુક અપડેટ ન થઈ હોય, તો ખાતરી કરો કે તમે પોર્ટલ પર લોગિન કર્યું છે અને અપડેટ કરેલી પાસબુક મેળવો.