AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New PF withdrawal rule : EPFOમાંથી ઉપાડને લઈને બદલાયા નિયમો, નાણા ઉપાડતા પહેલા ચેક કરો, કેટલો લાગશે ટેક્સ

New PF withdrawal rule : જો તમે પણ પીએફ ખાતાધારક છો, તો તમને જણાવી દઈએ કે 1 એપ્રિલ, 2023થી સરકારે EPFમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો છે.

New PF withdrawal rule : EPFOમાંથી ઉપાડને લઈને બદલાયા નિયમો, નાણા ઉપાડતા પહેલા ચેક કરો, કેટલો લાગશે ટેક્સ
EPFO
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2023 | 2:49 PM
Share

New PF withdrawal rule : જો તમે પણ PF ખાતાધારક છો તો તમને જણાવી દઈએ કે 1 એપ્રિલ 2023થી સરકારે EPFમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. EPFOમાંથી ઉપાડને લઈને બજેટ 2023માં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડ અંગેના ટેક્સ નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે, જો PAN લિંક નથી, તો ઉપાડ દરમિયાન 30 ટકાને બદલે 20 ટકા TDS વસૂલવામાં આવશે. આ નિયમ 1 એપ્રિલ 2023થી લાગુ થશે. બદલાયેલા નિયમનો લાભ એવા પીએફ ધારકોને મળશે, જેમના PAN હજુ અપડેટ થયા નથી. વાસ્તવમાં, જો કોઈ ખાતાધારક 5 વર્ષની અંદર પૈસા ઉપાડે છે, તો તેણે TDS ચૂકવવો પડશે. જ્યારે, 5 વર્ષ પછી કોઈ ટીડીએસ વસૂલવામાં આવતો નથી.

આ સિવાય બજેટ 2023માં TDS માટે 10,000 રૂપિયાની ન્યૂનતમ થ્રેશોલ્ડ મર્યાદા પણ દૂર કરવામાં આવી છે. જો કે, લોટરી અને પઝલના કિસ્સામાં રૂ. 10,000ની મર્યાદાનો નિયમ લાગુ રહેશે. નાણાકીય વર્ષમાં કુલ 10 હજાર જેટલી રકમ સુધી TDS કાપવામાં આવશે નહીં. ત્યાર બાદ TDS કપાશે.

આ પણ વાંચો : Breaking News: સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, ચીનની લિંક ધરાવતી 138 સટ્ટાબાજી અને 94 લોન એપ પર પ્રતિબંધ

જાણો શું છે નવા નિયમો

જે લોકો પાસે ટેક્સ પાન કાર્ડ છે તેમણે ઓછો TDS ચૂકવવો પડશે. જો કોઈનું PAN કાર્ડ EPFOના રેકોર્ડમાં અપડેટ નથી થયું, તો તેણે 30% સુધી TDS ચૂકવવો પડશે. હવે તેને ઘટાડીને 20 ટકા કરી દેવામાં આવ્યો છે.

TDS ક્યારે લેવામાં આવે છે

ઉપરોક્ત પરિસ્થિતિ સિવાય, જો કોઈ વ્યક્તિ EPFO ​​ખાતું ખોલ્યાના 5 વર્ષની અંદર પૈસા ઉપાડે છે, તો તેણે TDS ચૂકવવો પડશે. જો 50,000 રૂપિયાથી વધુની રકમ ઉપાડવામાં આવી રહી છે અને પાન કાર્ડ ઉપલબ્ધ હશે તો 10% TDS વસૂલવામાં આવશે, પરંતુ જો PAN ન હોય તો તેણે હવે 30%ને બદલે 20% TDS ચૂકવવો પડશે.

તમે PF ના પૈસા ક્યારે ઉપાડી શકો છો?

પીએફ ખાતામાં જમા રકમ આંશિક અથવા સંપૂર્ણ રીતે ઉપાડી શકાય છે, તેને પીએફ ઉપાડ પણ કહેવાય છે. જ્યારે કર્મચારી નિવૃત્ત થાય અથવા સતત 2 મહિનાથી વધુ સમય સુધી બેરોજગાર રહે ત્યારે EPFની રકમ ઉપાડી શકાય છે. તે જ સમયે, તબીબી કટોકટી, લગ્ન, હોમ લોનની ચુકવણી જેવા સંજોગોમાં, આ ફંડમાં જમા કરાયેલી રકમનો અમુક ભાગ અમુક શરતો હેઠળ ઉપાડી શકાય છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">