દર અઠવાડિયે આવશે તમારા ઘરે વીજળીનું બિલ, સરકારે કંપનીઓને આપી મંજૂરી

અતિશય આયાતને કારણે કોલસા(Coal)ના વધતા ભાવ વચ્ચે પૂરતી તરલતાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે, સરકારે વીજ ઉત્પાદકોને હવે તેમના વીજ ખરીદદારો પાસેથી સાપ્તાહિક ચૂકવણીની માગ કરવા જણાવ્યું છે.

દર અઠવાડિયે આવશે તમારા ઘરે વીજળીનું બિલ, સરકારે કંપનીઓને આપી મંજૂરી
Electricity
Image Credit source: File Photo
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

May 28, 2022 | 8:20 AM

કાળઝાળ ગરમી વચ્ચે વધતી જતી વીજ કટોકટી(Power Crisis)સરકાર માટે મોટી સમસ્યા બની ગઈ છે. પાવર જનરેટ કરતી કંપનીઓ પાસે વિદેશમાંથી મોંઘો કોલસો(Coal)ખરીદવાના પૈસા નથી. કારણ કે રાજ્યની પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની(Power Companies)ઓ એટલે કે ડિસ્કોમ લોન ચૂકવી રહી નથી. પાવર સેક્ટરમાં વધી રહેલા નાણાકીય સંકટને ઉકેલવા માટે સરકારે હવે નવી યોજના બનાવી છે. અતિશય આયાતને કારણે કોલસાના વધતા ભાવ વચ્ચે પૂરતી તરલતાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે, સરકારે વીજ ઉત્પાદકોને હવે તેમના વીજ ખરીદદારો પાસેથી સાપ્તાહિક ચૂકવણીની માગ કરવા જણાવ્યું છે. એટલે કે વીજળી ખરીદો અને દર અઠવાડિયે બિલ ભરો.

સરકારના આ પગલાથી પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ પર વધુ દબાણ આવશે જેઓ પહેલાથી જ મોટા દેવાના બોજમાં દબાયેલી છે. જ્યારે વીજળી વિતરણ કંપનીઓ દર અઠવાડિયે ચૂકવણી કરશે, ત્યારે તેઓ તમને મહિનાને બદલે દર અઠવાડિયે વીજળીનું બિલ ચૂકવવાનું પણ કહી શકે છે.

સરકારે વીજ કંપનીઓને શું કહ્યું?

સરકારે તેના સૂચનમાં કહ્યું છે કે ડિસ્કોમ્સે એક સપ્તાહની અંદર પાવર જનરેટ કરતી કંપનીઓને ઓછામાં ઓછા 15 ટકા કામચલાઉ બિલની ચુકવણી સુનિશ્ચિત કરવી પડશે. જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જાય છે, તો પાવર જનરેટ કરતી કંપનીઓ પાવર એક્સચેન્જ પર તેમના કુલ વીજળી ઉત્પાદનના 15 ટકા વેચવા માટે મુક્ત હશે.

દેશની મોટાભાગની વીજ ઉત્પાદન કંપનીઓએ નિયત કિંમતે પાવર વેચવા માટે ડિસ્કોમ સાથે લાંબા ગાળાના કરાર કર્યા છે. આ તમામ વીજ કંપનીઓને આયાતને કારણે વીજ ગ્રાહકો પાસેથી વધેલી કિંમત વસૂલવાની પણ છૂટ આપવામાં આવી છે. ભારતમાં, ગ્રાહકો માટે વીજળીના દરો રાજ્યો દ્વારા નક્કી કરવામાં આવે છે. જેના કારણે અહીંનો પાવર ટેરિફ વિશ્વમાં સૌથી ઓછો છે. પાવર ટેરિફને સ્થિર રાખવા માટે, રાજ્યની પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ પોતે ઊંચા ઇનપુટ ખર્ચનો મોટો હિસ્સો સહન કરે છે. જેના કારણે દેશની મોટાભાગની ડિસ્કોમ ભારે દેવા હેઠળ દબાયેલી છે.

સરકાર પાવર કંપનીઓની સ્થિતિ સુધારવા માટે કામ કરી રહી છે

પાવર મંત્રાલયે જણાવ્યું હતું કે તે ડિસ્કોમ્સની નાણાકીય સ્થિતિ સુધારવાની યોજના પર કામ કરી રહી છે, જેઓ હજુ પણ તેમના લેણાં ચૂકવવામાં અસમર્થ છે. આ યોજના હેઠળ, ડિસ્કોમને 48 માસિક હપ્તાઓમાં બાકી ચૂકવણી કરવાની પણ છૂટ છે. 18 મે સુધી પાવર જનરેટ કરતી કંપનીઓએ દેશભરની ડિસ્કોમ કંપનીઓને રૂ. 1 લાખ 18 હજાર કરોડનું દેવું છે. વિતરણ કંપનીઓનું દેવું ઘટાડવા માટે અગાઉની વિવિધ સરકારોના તમામ પ્રયાસોને ખાસ સફળતા મળી નથી.

ડિસ્કોમની કડક સ્થિતિને કારણે પાવર જનરેટ કરતી કંપનીઓને ચૂકવણી કરવામાં વિલંબ થઈ રહ્યો છે. તેના કારણે પાવર સેક્ટરમાં રોકડનો પ્રવાહ સુકાઈ ગયો છે અને તેના કારણે વીજ ઉત્પાદન વધારવા માટે નવું રોકાણ કરવામાં આવી રહ્યું નથી. જો પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ સમયસર ચુકવણી કરે તો તેનાથી અદાણી પાવર, ટાટા પાવર, રિલાયન્સ પાવર, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, ટોરેન્ટ પાવર અને સેમ્બકોર્પ જેવી કંપનીઓને ફાયદો થશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati